________________
Shri Mahavir Jain Aradhana Kendra
४०
www.kobatirth.org
૭. ઘાયલ વેવાણની સારવાર
સાગ, સીસમ, સેવણ, ખાખર, મહુડાના વનમાં તાડનું કુટુંબી ખજૂરીનું વૃક્ષ ઠેરઠેર ઊગે છે. નદી, વહેળા અને ઝરણાકાંઠે એનાં લીલાંછમ વન હોય છે.
પછી તો પેલાં બંને-વેવાઈ યુવક-યુવતી સિંધણી વનમાં ભેગાં થઈ જાય છે. પ્રથમ મળી દષ્ટોદષ્ટ ! વેવાણ નીચું જોઈ ગઈ છે. પછી તો બંને સાવરણીઓ બનાવવા માટે સિંધણી-ખજૂરીનાં પાન કાપીને ભારા બાંધે છે. વેવાણને કાંટો વાગે છે. ખજૂરીના પાનનો. કે વેવાઈનો સંપર્ક વધારવાના મસે જાણી જોઈને વગાડે છે ?
સીંધેણી વનમેં' જવું રે જવાનણી ! સીંઘેણી કૉંટો વાજ્યો રે લોલ ! બાર આથ હાળી,
પંદર આથ ફેંટોઃ
વેવાણની બાર હાથની સાડી છે, જો કે તેની બેવડ ઓઢણી ઓઢી છે અને યુવાનનો પોતાનો પંદર હાથનો ફેંટો છે. યુવાન નિશ્ચય કરી લે છે. આવો લાગ ફરી ફરી નથી મળવાનો ! વેવાણનો કાંટો કાઢે છે અને ચરરર દઈને પોતાનો ફેંટો ફાડી પાટો બાંધી દે છે !
ફેંટો ફાડી ન° પાટો બાંધુ રે લોલ !
લાવ રે જવાનણી !
કાડું તારો કૉંટો :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૉંટો કાડીન॰ બાઁધુ પાટો રે લોલ !
શંકરભાઇ સોમાભાઇ તડવી
૮. વાંઝિયા તાડની તાડી
તાડી એ આદિવાસીઓનું પ્રિય પીણું છે. ઉનાળાની મોસમ, લગ્નોની સીઝન, મેળોઓની મનમોહક હારમાળા અને મનભર મહાલી શકાય એવી નવરાશ, ભૂખનું દુઃખ ભૂલવા, મનનો આનંદ વધારવા, વહાલાંના સંબંધમાં અમીરસ વધારવા અને મજા લૂંટવા તાડી પીવાનાં આમંત્રણ અપાય છે.
તાડીની અંદર પણ નર અને નારી હોય છે. જેને તાડફળ ‘ગીલળાં’ આવતાં નથી તે તાડ ‘વાંઝિયો’ કહેવાય છે. આ નર તાડની તાડી મીઠી હોય છે. સવારની તાડી નીરા જેવી મીઠી હોય છે. બપોરની અને સાંજની તાડી વાસી હોય છે, તે તાડી ખાટી લાગે છે.
-
૧. સિંઘી – ખજૂરાં વૃક્ષોના જંગલમાં, ૭. ને, ૮. બાંધું ૯. કાળું, ૧૦. કાઢીને
તાડી પીતાં મનની માનેલી યાદ આવે જ ને ? એના વિના તાડીનો ઘૂંટડો ગળા હેઠળ કેમ કરીને ઊતરે ? હવે તો બંને વચ્ચે ઓળખાણ થઈ ગઈ છે. યુવકને ત્યાં વાંઝિયા તાડની તાડી ઊતરે છે. હું શાં એનાં વખાણ કરું ? ઘૂંટડો ભરતાં જ વાહ વાહ બોલાઈ જાય છે ! સવારમાં વહેલી આવજે ! મીઠી મધ જેવી તાડી પીવા મળશે !
For Private and Personal Use Only
૨. જુવાનડી, ૩. કાંટો, ૪. વાગ્યો, ૫. હાથ, ૬. સાડી,