SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં ચમક્તકોપાખ્યાનની સમીક્ષા , રાજપરિવારોમાં આવી ઘટનાઓ ઘણી સહજ હોય છે. પોતાના જ્ઞાતિજનો વચ્ચે ભેદ પડવાના ભયે શ્રીકૃષ્ણ આ બધું સહન કરતા રહ્યા હતા. (૫) ચમન્તકોપાખ્યાનમાં બલરામે ભજવેલી ભૂમિકા પણ વિશેષ સમીક્ષણીય છે. ભાગવતપુરાણમાં બલરામની ભૂમિકાને બહુ મહત્ત્વ આપ્યું નથી પરંતુ અન્ય પુરાણોમાં તેમનું સમગ્ર વર્તન બહુ જ નકારાત્મક છે. ભાગવતકારે બલરામના વ્યક્તિત્વનું નકારાત્મક પાસું પ્રગટ ન થઈ જાય તે માટેનો સભાન પ્રયાસ કર્યો છે. તે મુજબ શતધન્વાને મારીને શ્રીકૃષ્ણ ખાલી હાથે પાછા ફર્યા ત્યારે બલરામ કહે છે, “એમાં સંદેહ નથી કે શતધન્વાએ અન્ય કોઈને મણિ આપ્યો હશે. તું દ્વારકામાં જ અને મણિની તપાસ કર. હું મારા પ્રિય મિત્ર વિદેહરાજને મળવા મિથિલા જાઉં છું.” तत आह बलो नूनं स मणि: शतधन्वना । #હ્નિચિત્ પુરુપે સ્તસ્તમન્વેષ પુરં વ્રન || ભાગવત. ૧૦,૫૭.૨૩ ત્યારબાદ બલરામ ઘણો સમય મિથિલામાં રહ્યા અને દુર્યોધનને ગદાનું શિક્ષણ આપ્યું. મણિ વિના ખાલી હાથે પાછા ફરેલા શ્રીકૃષ્ણ પ્રત્યેની બલરામની ઉક્તિમાં સૌમ્ય શબ્દપ્રયોગ દ્વારા ભાગવતકારે તેમના પાત્રને શ્રીકૃષ્ણ પ્રત્યેના મિથ્યા દોષારોપણના કર્મમાંથી બચાવી તો લીધું છે પરંતુ તેમની શંકાવૃત્તિ ભાગવતપુરાણમાં જ અન્યત્ર સુપેરે પ્રગટ થઈ ગઈ છે. કથાનકના અંતિમ ભાગમાં શ્રીકૃષ્ણ અકૂરને મણિ જાહેર કરવા સમજાવે છે ત્યારે તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે મારા મોટાભાઈને મારા ઉપર વિશ્વાસ નથી. तथापि दुर्धरस्त्वन्यस्त्वय्यास्तां सुव्रते मणिः । વિનુ મામાનઃ સમ્યક્ ન પ્રત્યેતિ માં પ્રતિ | ભાગવત. ૧૦.૫૭.૩૮ - વાયુપુરાણ વગેરે ગ્રંથોમાં બલરામનું વ્યક્તિત્વ ભાગવતપુરાણ કરતાં તદ્દન ભિન્ન સ્વરૂપનું છે. શ્રીકૃષ્ણ પર લાગેલ બીજી વારના મિથ્યા આક્ષેપમાં બલરામ જ સૌથી વધારે જવાબદાર છે. વાયુપુરાણ કહે છે કે શ્રીકૃષ્ણ શતધવાને હણીને આવ્યા કે તરત જ બલરામે ‘વં ’િ કહી મણિની માગણી કરી. શ્રીકૃષ્ણ પોતાને મણિ મળ્યો નથી એવું કહ્યું ત્યારે તેઓ અત્યન્ત ગુસ્સે થઈને વારંવાર તેમનો તિરસ્કાર કરવા લાગ્યા. શ્રીકૃષ્ણને ધિક્કારતા બલરામ કહે છે, “તું મારો ભાઈ છે તેથી આ બધું સહન કરું છું. તારું કલ્યાણ થાઓ. હવે મારે દ્વારકાથી, તારાથી કે યદુવંશીઓથી કાંઈ જ પ્રયોજન નથી.” भ्रातृत्वान्मर्षयाम्येष स्वस्ति तेऽस्तु व्रजाम्यहम् । વં ન જે દ્વારકા વ ન ર વૃnિfમઃ || વાયુપુરાણ, ૯૬.૭૭ વિષ્ણુપુરાણમાં પણ શ્રીકૃષ્ણ પ્રત્યેનો દુર્ભાવ વ્યક્ત થયો છે. તેઓ શ્રીકૃષ્ણને અર્થલોલુપ કહી નિંદા કરે છે. શ્રીકૃષ્ણ ખાધેલાં શપથવચનોને પણ તેઓ જૂઠાં ગણાવે છે. તેમને રાજી કરવાના શ્રીકૃષ્ણના એકેય પ્રયત્ન સફળ થતા નથી." ઉપાખ્યાનના અંતે અક્રૂર સાત્વતોની સભામાં મણિ જાહેર કરે છે ત્યારે તેને મેળવી લેવાની બલરામની તીવ્ર લાલસા વિષ્ણુપુરાણમાં જોવા મળે છે. શ્રીકૃષ્ણ મહામુશ્કેલીએ બલરામને મણિ માટે અનધિકારી હોવાનું સમજાવીને તે ફરીથી અફૂરને જ સોંપે છે. १४. धिक्त्वां यस्त्वमेवमर्थलिप्सुरेतच्च ते भ्रातृत्वान्मया क्षान्तं तदयं पन्थास्स्वेच्छया गम्यतां न मे द्वारकया न त्वया न चाशेषबन्धुभिः સાર્થમમfમર્મમઘતોડીવાર પરિત્યાક્ષિ ..... /વિષ્ણુ. ૪.૧૩.૧૦૧ For Private and Personal Use Only
SR No.536149
Book TitleSwadhyay 2001 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year2001
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy