________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
0
મનસુખ કે. મોલિયા
ભાગવતપુરાણમાં બલરામના મિથિલા મનના સાચા કારણને છૂપાવવાનો પ્રયાસ થયો છે જ્યારે હરિવંશ. વાયુપુરાણ, બ્રહ્મપુરાણ વગેરેમાં તેમની મણિ મેળવવાની અભીપ્સા અને શ્રીકૃષ્ણ પ્રત્યેનો અવિશ્વાસ કોઈ પણ જાતના બહાના વિના સ્વાભાવિક રીતે જ વર્ણવ્યાં છે. બલરામને મનાવીને ફરીથી દ્વારકામાં તેડી લાવવા માટે શ્રીકૃષ્ણ કરવા પડેલા પ્રયાસો અંગે પણ પુરાણો નોંધ લે છે.
આમ, ભાગવતપુરાણ અને અન્ય પુરાણોમાં પ્રાણ અમઃકોપાખ્યાનનું ઉપરના પાંચ મુદ્દાઓની દષ્ટિએ અધ્યયન કરતાં જણાય છે કે તેમાં શ્રીકૃષ્ણના જીવનમાં તેમના જ સ્વજનો દ્વારા કરવામાં આવેલ મિથ્યારોપ અને તેમાંથી નિષ્કલંક બની બહાર આવવા માટે સતત પ્રયત્નશીલ એક માનવીની સંઘર્ષગાથા નિરૂપિત થઈ છે. શ્રીકૃષ્ણ માનવમાંથી પરમાત્માની પદવી પામ્યા છતાં પણ તેમની આ સંઘર્ષગાથા પુરાણોએ જાળવી રાખી છે. તેમાં ઘણા ફેરફારો થતા રહ્યા છે. આમ છતાં આ ઉપાખ્યાનનાં વિવિધ પાત્રોના માનવીય ભાવો વત્તા-ઓછા અંશે ટકી રહ્યા છે. વાયુપુરાણ મુજબ શ્રીકૃષ્ણ સાઠ વર્ષના લાંબા સમય સુધી આ આરોપ નીચે રહ્યા હતા. આ આંકડો પુરાણોની સહજ શૈલી અનુસાર અતિશયોક્તિરંજિત હોય તો પણ આ યુગપુરુષે પોતાના જીવનનાં કેટલાં બધાં વર્ષો મિથ્યારોપણના દોષ નીચે લોકનિંદાનો સામનો કરીને વીતાવ્યાં હશે તેની કલ્પના પણ કંપાવી મૂકે તેવી છે. અને આમ છતાં તેઓ પોતાના જીવનનાં રાજનૈતિક, સામાજિક, પારિવારિક, ધાર્મિક વગેરે ક્ષેત્રોમાં યુગનિર્માતાને છાજે તેવાં કાર્યો સતત કરતા રહ્યા છે તેનો વિચાર કરીએ છીએ ત્યારે જ શ્રીકૃષ્ણનું કૃષ્ણત્વ એટલે શું તેની કંઈક સમજ પડે એમ છે. શ્રીકૃષ્ણનાં યુગસંજેક અને યુગપરિવર્તક કાર્યોએ જ તેમને માનવમાંથી મહામાનવ, દવ, અવતાર, અવતારી પુરુષ, ભગવાન કે પરબ્રહ્મ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. અમન્તક મણિના પ્રસંગમાં એ વાતની સતત પ્રતીતિ થયા કરે છે કે શ્રીકૃષ્ણ એક ઇતિહાસપુરુષ હતા. યાદવોની વેરવૃત્તિ અને ગળાકાપ સત્તાલાલસાના કારણે તેમને ઘણું સહન કરવું પડ્યું હતું . તેમને શિશુપાલ, પૌંડ્ર કે જરાસન્ધ જેવા બાહ્યશત્રુઓ જ નહિ પરંતુ અક્રૂર, સત્રાજિત, બલરામ જેવા સ્વજનોનો પણ વિરોધ સહન કરવો પડ્યો હતો.
સ્યમન્તક મણિને લગતો સૌથી પ્રાચીન ઉલ્લેખ યાસ્કના નિરૂક્તમાં મળે છે." તેમાં જીરુ: શબ્દને ધારણાર્થક ત્ (મ્યા..) ધાતુમાંથી નિષ્પન્ન માન્યો છે. ટ્રો રતિઃ | ટહુ ધાતુ ધારણાર્થક હોવા બાબતે યાસ્ક લોકપ્રમાણ આપતાં ‘એ#Rી તે મામ્ ' (અક્રૂર મણિને ધારણ કરે છે.) એ ઉક્તિ ટાંકે છે. અહીં ચમક મણિનો જ નિર્દેશ છે. નિરક્તના ટીકાકાર દુર્ગાચાર્યની ટીકામાં આનું વિશેષ સ્પષ્ટીકરણ મળે છે. * યાસ્કાચાર્યનો આ નિર્દેશ એ વાતને સિદ્ધ કરે છે કે તેમના સમયે લોકો અક્રૂર અને મણિ અંગેની વાત જાણતા હતા.
સ્યમન્તકોપાખ્યાનનું અધ્યયન કરતાં એક બીજી બાબત પણ નોંધપાત્ર છે. વિવિધ પુરાણોમાં આ મણિના પ્રભાવ અંગે કહ્યું છે. વાયુપુરાણ મુજબ જે રાષ્ટ્રમાં સ્યમન્તક મણિ હોય ત્યાં કાલાનુસાર વરસાદ પડે છે અને રોગોનો ભય સતાવતો નથી. હરિવંશ અને બ્રહ્મપુરાણમાં એક વિશેષ બાબત દર્શાવી છે કે આમન્તક મણિ દ્વારા ચાંદીની પ્રાપ્તિ થતી હતી. જ્યારે ભાગવતપુરાણ જણાવે છે કે તેમાંથી દરરોજ આઠ ભાર સોનું ઝરતું હતું.
૧૫. નિરુક્ત, ૨.૨.૭ (શ્રીમદભગવદુર્ગાચાર્યકૃત ત્રાજ્વર્યાખ્યવ્યાખ્યાનુસારી), સં. પંડિત મુકુન્દ શમ બક્ષી, નિર્ણયસાગર
મુદ્રણાલય, મુંબઈ, ઈ.સ. ૧૯૩૦ १६. अक्रूरो नाम राजा वृष्ण्यन्धकाधिपतिः स, मणिं स्यमन्तकनामानं भक्तितुष्टेन भगवता भास्करेण प्रदतं, ददते शिरसा धारयतीति एवं
ઢો િત ધારણાર્થsfમમાઉન્ત શિષ્ટT: 1 નિરુક્ત, ઉપર્યુક્ત, દુર્ગાચાર્યની ટીકા, ૨.૨.૭
For Private and Personal Use Only