________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં સ્યમન્તકોપાખ્યાનની સમીક્ષા
ચમન્તકના પ્રભાવ અંગેની આવી વિગતો પુરાણોમાં મળે છે પરંતુ “સાચાં રત્નોની સાથે અનિષ્ટો આવે છે.’’ આવી લૌકિક માન્યતા પણ પ્રવર્તે છે, જે સ્યમન્તકની બાબતમાં સાચી પડતી જણાય છે. સ્યમન્તક મેળવનાર પ્રસેન અને તેનો ભાઈ સત્રાજિત બન્ને હત્યાના ભોગ બન્યા છે. રાષ્ટ્રના હિત માટે તેને મેળવવાની ઇચ્છા માત્ર કરવાથી શ્રીકૃષ્ણ બબ્બે વખત વિધ્યારોપના ભોગ બન્યા છે. મણિની ચોરી કરનાર શતધન્યા પણ મૃત્યુને ભેટયો છે. પ્રસેન પાસેથી મણિ પડાવી લેનાર સિંહનું મૃત્યુ થયું છે અને સિંહ પાસેથી મણિ લેનાર જામ્બવાનનો શ્રીકૃષ્ણના હાથે પરાભવ થયો છે. મણિને સંતાડીને રાખનાર અક્રૂરે પણ પોતાનાં સુખશાન્તિ ગુમાવ્યાં છે અને શ્રીકૃષ્ણના ભયના ઓથાર નીચે તે સતત જીવતો રહ્યો છે. તેણે દ્વારકાને પણ છોડી દેવાની સ્થિતિમાં મૂકાવું પડયું છે. આમ, સ્યમન્તક સાથે કોઈક પ્રકારે પણ સંબંધ ધરાવનાર વ્યક્તિને અનિષ્ટનો ભોગ બનવું પડયું છે.
For Private and Personal Use Only
૧૧