________________
Shri Mahavir Jain Aradhana Kendra
८
www.kobatirth.org
મનસુખ કે. મોલિયા
કેટલાક લોકો કહેવા લાગ્યા કે અક્રૂર દ્વારકા છોડીને ગયા છે તેથી આ ઘોર આપત્તિઓ આવી પડી છે. અક્રૂરના પિતા શ્વલ્ક અંગે પણ એવી માન્યતા જોડાયેલી હતી કે તેઓ જ્યાં જ્યાં જતા હતા ત્યાં વરસાદ પડતો હતો અને અનિષ્ટો શમી જતાં હતાં. દ્વારકાના કુકુર અને અંધક વંશના લોકો અક્રૂરને પ્રસન્ન કરીને કાશીમાંથી દ્વારકા તેડી લાવ્યા. અક્રૂરના આગમનથી દ્વારકામાં વરસાદ પડયો અને અનિષ્ટો શમી ગયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારકામાં અક્રૂરની અનુપસ્થિતિને લીધે અનિષ્ટો આવવા અંગેની આ માન્યતા ધરાવનાર લોકોની ભાગવતકારે હાંસી ઉડાવી છે. તેઓ કહે છે, “આવું કહેનારા લોકો અગાઉ કહેલી વાતને વિસરી જઈ રહ્યા છે. જેમના દેહમાં બધા મુનિઓનો નિવાસ છે એવા પરમાત્માની જ્યાં હાજરી હોય ત્યાં અનિષ્ટો કઈ રીતે આવી શકે ?
अक्रूरे प्रोषितेऽरिष्टान्यासन्वै द्वारकौकसाम् । शारीरा मानसास्तापा मुहुदैविक भौतिकाः ||
इत्यङ्गोपदिशन्त्येके विस्मृत्य प्रागुदाहृतम् ।
મુનિવાસનિવારો વિ ઘટેતારિદર્શનમ્ ।। ભાગવત.૧૦,૫૭,૩૦-૩૧
ભાગવતપુરાણમાં શ્રીકૃષ્ણ સાક્ષાત્ નારાયણ છે. અક્રૂરના ચાલ્યા જવાથી દ્વારકામાં વિઘ્નો આવે અને તેના નિવારણ માટે અક્રૂરને તેડી લાવવાનો પ્રયાસ કરવામાં આવે તે વાત વિસંગત બની રહે છે. તેથી ભાગવતકાર લોકોની આ પ્રકારની માન્યતા વ્યર્થ છે એમ નોંધે છે. આમ છતાં લોકોના આગ્રહને વશ થઈને શ્રીકૃષ્ણ અક્રૂરને તેડી લાવ્યા તે વાત પણ નોંધે છે. મૂળ કથાનક સાથે જોડાયેલી આ વાતને તેઓ છોડી શક્યા નથી. આ
ઉપાખ્યાનમાં પોતાની માન્યતાનો રંગ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેમાંની કેટલીક બાબતોને સર્વાંશે છોડી
ન શકાય તેવી છે એવું ભાગવતકારના પ્રયાસથી જણાય છે. આ અપરિહાર્ય વિગતોમાંથી આ પ્રસંગની ઐતિહાસિકતા ધોતિત થાય છે.
વિષ્ણુપુરાણમાં અક્રૂરને તેડી લાવવાનો મત ધરાવતા લોકો તો ત્યાં સુધી જણાવે છે કે અપરાધી વ્યક્તિ ગુણવાન હોય તો તેની બહુ તપાસ કરવી જોઈએ નહિ. અક્રૂરના અપરાધોને ભૂલીને પણ તેને અભયવચન આપી દ્વારકામાં લાવવા જોઈએ એવો લોકમત ઊભો થયો હતો. અક્રૂરની પાસેના મણિને લીધે તેની પાસેથી અઢળક સંપત્તિ અને તેણે કરેલા દાન-દક્ષિણાથી ભરપૂર યજ્ઞોને લીધે લોકોએ તેનો પક્ષ લીધો જણાય છે. દ્વારકામાં રહેલા શ્રીકૃષ્ણવિરોધી અને અક્રૂરરપક્ષપાતી લોકોએ અનિષ્ટોની આપત્તિ દૂર કરવા અક્રૂરનો પક્ષ સબળ બને તેવા પ્રયાસો કર્યાનું પણ જોવા મળે છે.
વાયુપુરાણમાં સ્પષ્ટ નિર્દેશ સાંપડે છે કે શ્રીકૃષ્ણ સામેના પોતાના સંઘર્ષમાં અક્રૂર લોકોનો ઉપયોગ કરી રહ્યા હતા. અક્રૂરે શતધન્વાને વચન આપતી વખતે કહ્યું હતું. ‘‘શ્રીકૃષ્ણ સામે સંઘર્ષ કરવાનો પ્રસંગ આવ્યે હું તારા પક્ષે રહીને મદદ કરીશ. તેમાં દ્વારકાવાસીઓ મારા પડખે ઊભા રહેશે.''
वयमभ्युपपत्स्यामः कृष्णेन त्वं प्रधर्षितः ।
મમ ત્ર દ્વારાઃ સર્વાં વશે તિષ્ઠત્ત્વસંશયમ્ || વાયુપુરાણ, ૯૬.૧૬
આ મુદ્દાની સમીક્ષા કરતાં કહી શકાય કે શ્રીકૃષ્ણનો પ્રભાવ સમગ્ર યદુવંશમાં જે રીતે વધતો જતો હતો તેનાથી અસહિષ્ણુ લોકોએ તેમને કલંકિત કરવા પુષ્કળ પ્રયત્નો કર્યા હતા, જેનું નેતૃત્વ અક્રૂર કરી રહ્યા હતા.
For Private and Personal Use Only