________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં સ્યમન્તકોપાખ્યાનની સમીક્ષા
જ પરિષ્કૃત છે. તેના કર્તા સામાન્ય પુરાણની રચનાને બદલે અત્યન્ત પ્રશિષ્ટ સાહિત્યનો કાવ્યગ્રંથ રચતાં હોય એમ આ પુરાણની રચના કરે છે. તેમણે સ્યમન્તકોપાખ્યાનને યદુવંશની વંશાવલીમાં સ્થાન આપવાને બદલે શ્રીકૃષ્ણના ચરિત્રવર્ણનમાં મૂકેલ છે. શ્રીકૃષ્ણને પૂર્ણ પરમાત્મા તરીકે આલેખવાનો તેમને ઉદ્દેશ હોઈ આ કથાનકમાં તેમણે કેટલાક ફેરફારો કરવાનો સભાન પ્રયાસ કર્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે. આમ છતાં પણ આ કથાનક સાથે જોડાયેલી પ્રાચીન પૌરાણિક ઘટનાઓ અને તેમાંથી પ્રગટ થતું શ્રીકૃષ્ણનું માનવીય વ્યક્તિત્વ પૂર્ણ રીતે દૂર કરી શક્યા નથી.
મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે પુરાણવિદ્યાને એકસૂત્રિત કરીને પુરાણસંહિતાની રચના કરી તેમાં આખ્યાન, ઉપાખ્યાન, ગાથા અને કલ્પોક્તિ એમ કુલ ચાર ઉપકરણોનો આધાર લીધો હતો. વાયુપુરાણમાં તેનો નિર્દેશ આ પ્રમાણે થયો છે.
आख्यानैश्चाप्युपाख्यानैर्गाथाभिः कल्पजोक्तिभिः ।
પુરાળસંહિતા પદ્મ પુરાયંવિશરતઃ ॥ વાયુપુરાણ, ૬૦.૨૧
૩
ઉપરનો શ્લોક વિષ્ણુપુરાણ ૩.૬.૧૫માં પણ મળે છે, પરંતુ તેમાં ઋત્વનોòિમિઃ ના સ્થાને ૫શુદ્ધિમિઃ પાઠ વાંચવા મળે છે. વિવિધ વંશોમાં થયેલ પુરુષોના ચરિત્રને વર્ણવતો એક કે બે શ્લોક જેટલો અંશ ક્રમશઃ વિકાસ પામીને બૃહદ્દાકાર કથાનકમાં પરિણમવાની પ્રક્રિયા પુરાણગ્રંથોમાં જોવા મળે છે. આ પ્રક્રિયા દરમ્યાન અતિશયોક્તિરંજિત બાબતો ઉમેરાતી હોય છે તો પણ કોઈક જગ્યાએ તેનાં મૂળતત્ત્વોનો પ્રતિધ્વનિ પણ સચવાઈ રહેતો હોય છે. ભાગવતપુરાણ સિવાયના અન્ય પુરાણગ્રંથોમાં સ્યમન્તકોપાખ્યાનમાં શ્રીકૃષ્ણનું માનવીય વ્યક્તિત્વ સ્પષ્ટ રીતે જળવાઈ રહ્યું છે. ભાગવતપુરાણમાં પણ શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાનો પ્રતિધ્વનિ બુલંદ નથી તો પણ તેનો અણસાર તો સ્પષ્ટ રીતે મળે છે. શ્રીકૃષ્ણ પૂર્ણ અવતારી હોવા છતાં આ કથાનકના મૂળમાં રહેલા માનવીય ભાવોની રેખાઓને સાવ ભૂંસી શકાઈ નથી. ભાગવતપુરાણમાં બે અધ્યાયોમાં નિરૂપિત આ પ્રસંગનો ટૂંકસાર આ પ્રમાણે છે.
For Private and Personal Use Only
યદુવંશમાં અનમિત્રના પુત્ર નિઘ્નને સત્રાજિત અને પ્રસેન નામના બે પુત્રો હતા. સત્રાજિત સૂર્યનો પરમ ભક્ત અને મિત્ર હતો. સૂર્ય દ્વારા તેને મૂલ્યવાન સ્યમન્તક રત્નની પ્રાપ્તિ થઈ હતી. યદુરાજ ઉગ્રસેન માટે શ્રીકૃષ્ણે મણિની માગણી કરી હતી, પરંતુ સત્રાજિતે મણિ આપવાની ના પાડી દીધી હતી. એક વાર સત્રાજિતનો ભાઈ પ્રસેન મણિ ધારણ કરીને વનમાં ગયો ત્યારે એક સિંહે તેની હત્યા કરી નાખી. પછી જામ્બવાન નામના રીંછે સિંહની હત્યા કરીને મણિ લઈ લીધો. પ્રસેન પાછો ફર્યો નહિ. તેથી સત્રાજિતે શ્રીકૃષ્ણ પર પ્રસેનની હત્યા અને મણિની ચોરીનો આરોપ મૂક્યો. દ્વારકાવાસીઓ પણ કર્ણોપકર્ણ વાતો કરવા લાગ્યા. પોતાના પરનું આ મિથ્યા કલંક દૂર કરવા માટે શ્રીકૃષ્ણ કેટલાક લોકોને પોતાની સાથે લઈને મણિની શોધમાં નીકળી પડયા. પછી જામ્બવાનની ગુફા પાસે આવી પહોંચ્યા અને પોતાની સાથેના માણસોને ગુફાની બહાર બેસાડી તેઓ ગુફામાં ગયા. જામ્બવાન સાથેના અઠ્ઠાવીશ દિવસના યુદ્ધના અંતે તેને હાર આપીને શ્રીકૃષ્ણ સ્યમન્તક અને જામ્બવતીને મેળવી બહાર આવ્યા. ગુફાની બહાર રહેલા લોકો તો બાર દિવસો વીત્યા ત્યારે જ શ્રીકૃષ્ણનું અમંગળ થયાનું માનીને દ્વારકામાં ચાલ્યા ગયા હતા. પરંતુ શ્રીકૃષ્ણ હેમખેમ પાછા આવ્યા. તેમણે સાત્ત્વતોની સભામાં સઘળી હકીકત વર્ણવી અને સત્રાજિતને મણિ પરત કર્યો. આમ, શ્રીકૃષ્ણ પોતાની પર લાગેલા મિથ્યા આરોપમાંથી મુક્ત થયા.
શ્રીકૃષ્ણ પર મિથ્યા દોષારોપણ કરવા બદલ સત્રાજિત લજ્જિત થયો. તેમની પ્રસન્નતા માટે તેણે પોતાની ઉત્તમ