________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનસુખ કે. મોલિયા
મત્સ્યપુરાણ', બ્રહ્મપુરાણ', હરિવંશ', પદ્મપુરાણ અને અગ્નિપુરાણ ગ્રંથોમાં કામ આ કથાનકનો અભ્યાસ કર્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણ હજારો વર્ષોથી સમગ્ર ભારતવર્ષની પ્રજા પર એવું આકર્ષણ જન્માવ્યું છે કે સામાન્ય માણસને તેમની પ્રત્યેક અલૌકિક લીલાઓમાં અપાર શ્રદ્ધા છે અને છતાં પણ તેમની ઐતિહાસિકતા અંગે લેશ પણ શંકા નથી. જ્યારે ઇતિહાસકારો, સંશોધકો અને વિદ્વાનો પર્યાપ્ત પ્રમાણોના અભાવે તેમની ઐતિહાસિકતા અંગે સાશક છે અને આ અંગે તેમનામાં એકમતીનો અભાવ છે. શ્રીકૃષ્ણ ખરેખર ઐતિહાસિક પુરુષ છે કે માત્ર કવિકલ્પનાનું એક પાત્ર છે તેનું સમાધાન શોધવાનો આ પ્રયાસ છે. વિવિધ પુરાણોમાં મળતા સ્યમન્તકોપાખ્યાનનો અભ્યાસ કરતાં સતત લાગ્યા કરે છે કે શ્રીકૃષ્ણ એક ઐતિહાસિક વ્યક્તિ હતા. ભગવાન શ્રીકૃષ્ણની અલૌકિક દિવ્યલીલાઓ તેમને અવતારી પુરુષ સિદ્ધ કરતી હોવાથી તેમની ઐતિહાસિકતાની સિદ્ધિમાં તે બાધક બને છે. પરંતુ સયમન્તકોપાખ્યાનમાં શ્રીકૃષ્ણ અને તેમની સાથેનાં અન્ય પાત્રો જેમ કે અર, બલરામ, સત્યભામા, શતધન્હા, કૃતવર્મા, યાદવો વગેરે પૂર્ણ રીતે માનવભાવોથી યુક્ત જણાય છે. આ પ્રસંગે શ્રીકૃષ્ણ પર મિથ્યા આરોપ લગાડવામાં આવે છે અને તેમાંથી મુક્ત થવા માટે તેમને એક સામાન્ય વ્યક્તિની માફક સતત સંઘર્ષ અને પુરુષાર્થ કરવો પડે છે.
શ્રીકૃષ્ણના ચરિત્રમાં તેમના દિવ્યજન્મથી દેહોત્સર્ગ સુધીના પ્રસંગોમાં ચમન્તક મણિનો પ્રસંગ એ તેમના જીવનની એવી ઘટના છે કે જે સૌથી પ્રાચીન પૌરાણિક અંશ તરીકે મળે છે. અમઃકોપાખ્યાનનું સ્થાન આ બાબતે વિશેષ ગષણીય છે. જે પુરાણોમાં શ્રીકૃષ્ણની દિવ્યલીલાઓ વર્ણવવામાં આવી નથી તેવાં પુરાણોમાં પણ આ વૃત્તાન્ત પ્રાપ્ત થાય છે. પુરાણોના અભ્યાસુઓ જાણે છે કે વાયુપુરાણ, મત્સ્યપુરાણ અને બ્રહ્મપુરાણ વંશાવલીઓની પ્રાચીન પૌરાણિક પરમ્પરાનું પ્રતિનિધિત્વ કરતાં પુરાણો છે. આ પુરાણોમાં યદુવંશના વર્ણનપ્રસંગે સ્યમન્તક મણિનું વૃત્તાન્ત મળે છે. વંશવર્ણન દરમ્યાન જે તે વંશના મહાપુરુષોનાં વિશિષ્ટ કાર્યોનો ઉલ્લેખ કરવો એ પ્રાચીન પરમ્પરા છે. અગ્નિપુરાણ યદુવંશનું વર્ણન અતિ સંક્ષેપમાં આપતું હોવા છતાં ચાર શ્લોકોમાં સ્યમન્તક મણિનો પ્રસંગ નોંધે છે. હરિવંશ, વિષ્ણુપુરાણ અને પદ્મપુરાણમાં અમુક સ્વતંત્ર અધ્યાયોમાં શ્રીકૃષ્ણચરિત્ર વર્ણવાયું છે છતાં મ્યમન્તક મણિના પ્રસંગને તેમાં સ્થાન આપવાને બદલે યદુવંશવર્ણનમાં મૂકવામાં આવેલ છે. આ બધા પરથી એ સિદ્ધ થાય છે કે યદુવંશના એક મહાપુરુષના રૂપમાં શ્રીકૃષ્ણની સાથે આ ઘટના ઘણા જ પ્રાચીન સમયથી જોડાયેલ હશે. તેથી પુરાણોએ આ પ્રસંગને તેમના જીવનની વિવિધ ઘટનાઓ સાથે મૂકવાને બદલે યદુવંશવર્ણનના પ્રસંગે જાળવી રાખેલ છે. એક માત્ર ભાગવતપુરાણ આ ઘટનાને શ્રીકૃષ્ણચરિત્રના મધ્યમાં દશમસ્કન્ધમાં મૂકે છે. ભાગવતપુરાણ પરવર્તી કાળની રચના છે એ સર્વસ્વીકૃત છે. વળી, આ પુરાણની શૈલી અન્ય પુરાણો કરતાં ઘણી
૪. મત્સ્યપુરાણ, ૪૫.૩-૨૧, કલ્યાણ વિશેષાંક, સંખ્યા-૧, વર્ષ : ૧૮, ગીતાપ્રેસ, ગોરખપુર, ઈ.સ. ૧૯૮૪
બ્રહ્મપુરાણ, અ. ૧૬ અને ૧૭, સં. મનસુખરાય મોર, ગુરૂમંડલ ગ્રંથમાલા, પુષ્પ-૧૧, કલકત્તા, પ્રથમ સંસ્કરણ, ઈ.સ. ૧૯૫૪ હરિવંશ, ૧.૩૮.૧૨ થી ૧.૩૯.૪૨, સં. પંડિત રામચન્દ્ર કિંજવડેકર, ચિત્રશાળા મુદ્રણાલય, પૂના, પ્રથમ સંસ્કરણ, ઈ.સ. ૧૯૩૬
પદ્મપુરાણ, ૧.૧૩.૭૨ -૯૨, સે. ખેમરાજ શ્રીકૃષ્ણદાસ, નાગ પબ્લિકેશન્સ, દિલ્હી, દ્વિતીયાવૃત્તિ, ઈ.સ. ૧૯૯૬ ૮. અગ્નિપુરાણ, ૨૭૫.૪૦-૪૪, સં. હરિનારાયણ આપે, આનન્દાશ્રમ સંસ્કૃત ગ્રન્થાવલિ, ક્રમ-૪૧, આનન્દાશ્રમ મુદ્રણાલય,
પૂના, ઈ.સ. ૧૯૦૦
For Private and Personal Use Only