________________
Shri Mahavir Jain Aradhana Kendra
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
www.kobatirth.org
પિતળી' લોટો ટેકરો ની
ચળે રે (૨)
અમાદરાની બેનો દોઇટ મેલી' ચળે રે (૨) વણીયાદરીની શોરીઓ ઢીલીયો કૈસ રે (૨) પિતેળી લોટો ટેકરો ની ચળે રે (૨) અમાદરાના વીરા દોઇટ મેલી ચળે રે (૨) વણીયાદરીના શોરા ઢીલાઢેસ રે (૨) પિતેળી લોટો ટેકરો ની ચળે રે (૨) અમાદરાના દાદા દોઇટ મેલી ચળે રે (૨) વણીયાદરીના ડોહા ઢીલા કૈસ રે (૨)
ડુંડીયાં દાબેલાં'' ભેખોળસેં (૨) ડુંડીયોનો દારૂ 'લી વેવોઈણ (૨) એક વાળી' લીજોષ 'લી વેવોઈણ (૨) એક વાળી લીજો 'લી મંજલી (૨) બીજી વાળીમે લૈરાં 'લી' વેવોઈણ (૨) ત્રીજી વાળીયે લેરાં 'લી વેવોઈણ (૨) ડુંડીયાં દાબેલાં બેખોળમેં (૨)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. દારૂ પીને છાકી !
દારૂ ગાળવાની બંધી છે તેથી દારૂ પીનારા છાનામાના દારૂ ગાળે છે. એટલે દારૂ ગાળવાનો સામાન કોતરોની ભેખડોની ગુફા-બખોલમાં સંતાડી રાખે છે. દારૂ ગાળવા માટે મહુડાં એક વાસણમાં ભરીને ભેખડમાં અથાવા મૂકી રાખ્યાં હતાં. તેનો દારૂ ગાળ્યો. પછી વેવાણને પીવા બોલાવી. વેવાણને પહેલી વાળી આપી. બીજી વાળી લેતાં વેવાણને લહેરો આવવા માંડી. ત્રીજી વાળીએ તો વેવાણ છાકી પડી.
૫૭
૨૦. રતુગળ મહુડી
ડુંગરમાં ઠેઠ ટોચે મહુડી આવેલી છે. તેનું નામ છે રતુગળ મોવડી. કેમકે તેનાં મહુડાં રાત્રે ગળે છે. એટલે કે મળસ્કુ થવા આવે તે વખતે મહુડાં પડે છે. તે વખતે રાતનું અંધારું હોય છે તેથી તે રતુગળ મહુડી કહેવાય છે. આ મહુડીનાં મહુડાં વીણી, દારૂ ગાળે છે અને બંને પીએ છે. એટલે કે વેવાણ સાથે સખ્ય જામે છે.
For Private and Personal Use Only
૧. પિત્તળનો ૨. ના, નહિ, ૩. ચડે, ૪. દોટ, ૫, મૂકી, ૬. છોરીઓ-છોકરીઓ, ૭. ઢીલીઢસ, ૮. ભાઈ, ૯. ડોસા, ૧૦. દારૂ ગાળવા મહુડાં આથવાનું સાધન, ૧૧. સંતાડેલાં, ૧૨. ભેખડમાં, ૧૩. વેવાણ, ૧૪. એક માપ-કપ જેવું, ૧૫. લેજો, ૧૬. લહેર આવી બેભાન થવા લાગી – બેભાન થઈ ગઈ-ઢળી પડી