SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ શંકરભાઇ સોમાભાઇ તડવી ૭. પરણવા માટે અડપલાં નદી કિનારે કણજીનાં વૃક્ષો છે. તેના મૂળ પાસે પાણી ભરવાની વૅરી ખોદેલી છે. એ વૅરી ભાઈ ખોદી આપે છે. પણ પેલી વેવાણ બૅરી ખોદી છે તે પૂરી પૂરી દે છે. ત્યારે પૂછે છે : આમ શા માટે કરે છે ? હા, હવે સમજ પડી. એ તો ભાઈ ઉપર મોહિત થઈ ગઈ છે. ભાઈ સાથે વાત કરવાનું બહાનું મળે તે માટે તે વૅરી પૂરવાનું અડપલું કરે છે. કણજીના મૂળીયોમેં વેરી રે ધૂઈ મારું નાનું દેવરિયું. કોણ શેલ વૅરી ખોદી આલે રે ધૂઈ મારું નાનું દેવરિયું. જવેરભઈ વૅરી ખોદી આલે રે ધૂઈ મારું નાનું દેવરિયું. ખોટું ખોટું ને પૂરી નાખે રે ધૂઈ મારું નાનું દેવરિયું. ઓલી વેવાણ ! એમ શુંકવા કરે રે ધૂઈ મારું નાનું દેવરિયું. ઓલી જમની ! એમ શુંકવા કરે રે ધૂઈ મારું નાનું દેવરિયું. ઓલી જમની! પUણવાના સાળા રે શૂઈ મારું નાનું દેવરિયું. ૮. કેરીની માયા ક્યાંકથી કાગડો કેરીની ગોટલો લાવ્યો હશે. તે ઘર પાસે પડ્યો. તે લઈને વાડમાં રોપી દીધો. એવી આશાથી, ઊછરવાનો હશે તો ઊછરશે. પણ ગોટલો બળવાન હશે તે એમાંથી ફણગો નાખ્યો ને ધીમે ધીમે આંબાનું વૃક્ષ થઈ ગયું. પછી કેરી લાગી. તે ખાવા વેવાણ આવી. ભાઈએ કાચી કેરી આપી. વેવાણને કેરી ખાધા પછી, આ કેરીઓ કાયમ ખાવા મળે એ માટે ભાઈ સાથે પ્રેમસંબંધ બાંધી દીધો. For Private and Personal Use Only
SR No.536149
Book TitleSwadhyay 2001 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year2001
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy