________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૪
www.kobatirth.org
૩. હોળીમાતા પરદેશી ! હોળી ગીતો
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકરભાઇ સોમાભાઈ તડવી
કપાસની મોસમ પૂરી થવા આવી હોય, વસંતની વાયરીઓ વાતી હોય, બધે રંગ, રાગ અને મસ્તીનું વાતાવરણ સર્જાતું હોય. એ છે હોલિકોત્સવનું ટાણું.
મેવાસ-પાલના નસવાડી, જબુગામ-જેતપુર અને છોટાઉદેપુર જેવા તાલુકાઓની વાત કરીએ તો ત્યાં મહા માસથી હોળીનો દંડ રોપવામાં આવે છે, એટલે મહાને તેઓ ‘ડાંડનો’ મહિનો કહે છે અને ફાગણને ‘હોળીનો'.
હોળીનો તહેવાર આદિવાસીઓ ખૂબ ધામધૂમથી ઊજવે છે. તે દિવસે ઉપવાસ કરી ધાણીચણા અને ખજૂર-કોપરું ખાય છે. રાત્રે હોળીપૂજન પછી જમે છે.
સંધ્યાટાણે આખું ગામ ગાજી ઊઠે છે. ગામમાં હોળીપૂજન માટે પટેલ વધામણું લાવે છે. આગળ ઢોલી અને પાછલ વધામણું અને તેની પાછળ ગીત ગાતી છોકરીઓ ને સ્ત્રીઓ, બધું સરઘસ હોળી પેટાવવાની જગ્યાએ આવે.
હોળીની પશ્ચિમ દિશાએ ખાખરાના ઝાડની ડાળીઓના બે ખીલા રોપે. તેને ભીંડીની દોરીથી બાંધે. દોરીમાં આંબાનાં પાન, મૉર વગેરે ભરાવે. આ ખીલા આગળ ઈંડું, પાપડ-પાપડી, કેસૂડાં, દીવો વગેરે મૂકે. કૂકડાનો બલિ આપવામાં આવે, પૂજારો હોય તે પટેલને અને ગામ આગેવાનોના હાથે નાડું બાંધે અને કંકુનો ચાંલ્લો કરે.
સળગતો ઘાસનો પૂરો લઈને હોળી પ્રગટાવનાર હોળીની પાંચ વાર પ્રદક્ષિણા ફરે પછી હોળી પ્રગટાવે. તે વખતે આખો જનસમૂહ ‘હો હો’ કરીને પ્રચંડ હુલુરવ કરે છે.
હોળી પ્રગટે એટલે પાંચ વાર સવળી અને પાંચ વાર અવળી-જમણી ડાબી - પ્રદક્ષિણા કરવામાં આવે છે. પ્રદક્ષિણા ફરતાં ફરતાં હોળીમાં ધાણી, ચણા, આંબાનો મૉર, મરવા, મહુડાં, કેસૂડાં વગેરે નાખવામાં આવે છે. બાધા-માનતા રાખી હોય તે કોપરાની કાચલી કે નાળિયેર નાખે છે.
ગઈ સાલ હોળી પછી પરણ્યા હોય તે યુવક-યુવતીઓ અને આ સાલ હોળી પહેલાં પરણ્યાં હોય તે યુવક-યુવતીઓ ઉપવાસ કરે છે. યુવક નાળિયેર હોમે છે અને યુવતીઓ કોપરાની કાચલી હોમે છે.
હોળીના બળતા દાંડને ધારિયા વડે કાપે છે. દાંડની ધજા ઊડીને કઈ બાજુએ જાય છે તે ઉપરથી ગામની સુખાકારીનું અનુમાન કરવામાં આવે છે. જો ધજા ગામ ઉપર આવે તો ગામ ઉપર આફત ઊતરશે એમ મનાય છે. ઊડતી ધજાને અધ્ધરથી ઝીલી લેવા પડાપડી થાય છે. જેના હાથમાં ધજા આવે તે હોળીમાં નાખી દે છે અને બીજે વરસે પોતાના તરફથી નવી ધજા ચડાવે છે.
For Private and Personal Use Only
હોળી પ્રગટતાંની સાથે ઢોલ વાગે છે. સ્ત્રીઓ ગીતાવલી શરૂ કરે છે. પુરુષો મોટા ઢોલ લઈ નાચતાં નાચતાં ફરે છે. ખેડૂતો ઘાસ કે જુવારની કડબના પૂળા લઈ હોળીની જ્વાળામાં સળગાવે છે અને હોલવે છે. આમ પાંચ વખત કરે છે, અને ફરતાં ફરતાં નાચે છે.
૧.
ઉગમણા દેશની દેવી
આદિવાસીઓમાં દિવાળી કરતાંયે મોટો તહેવાર હોળીનો છે. આદિવાસીઓમાં અખાત્રીજ, દિવાસો અને