________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
દિવાળી એ તહેવારો હિંદુ પંચાંગની તિથિ પ્રમાણે ઊજવાતા નથી. માત્ર હોળીનો તહેવાર જ હિંદુ પંચાંગની તિથિ પ્રમાણે આદિવાસીઓ ઊજવે છે.
આદિવાસીઓ પરમુલકમાં કમાવા ગયા હોય, ચાકર રહ્યા હોય તે છૂટા થઈને હોળી ઉપર ઘેર આવી જાય છે. તેથી કહેવાય છે : ‘આવે હોળી, પરવારે કોળી !'
ઉગમણેથી આઈવાં રે
હોળી ભલે હોલિકા રાક્ષસી ઉપરથી ઉદ્ભવી હોય, પણ આદિવાસીઓ હોળીને માતા માને છે. હોળી ઉગમણેથી આવનારી ‘જોગણી’ માતા કહેવાય છે.
ઓળીમાતા પરદેશી રે !
કેહુડિયો રંગ લાઈવાં રે
ઓળીમાતા પરદેશી રે !
આંબા° મૂઉડાં લાવી રે
ઓળીમાતા પરદેશી રે !
પાપોડ પાપડી લાવી રે
ઓળીમાતા પરદેશી રે !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. હોળીમાતા શું લાવ્યાં ?
આદિવાસી મુલકમાં ચોમાસામાં આછું પાતળું અનાજ પાકે. શિયાળો રોજી-રોટીની શોધમાં જાય. ઉનાળામાં આદિવાસીઓને પૂરક ખોરાક પૂરો પાડનારાં મહુડાં, ડોળી અને તાડી મળે. એટલે આદિવાસીઓ હોળીમાતાને સત્કારવા ખૂબ ઉત્સુક હોય છે. વનમાં અને ખેતરોમાં આંબા ફળે છે અને આદિવાસીઓને કેરીના બદલામાં નાણાં મળે છે અને દાણા પણ મળે છે.
શેનોને રસ લાયવાં રે ?
ઓળીમાતા પરદેશી રે ! સીહોળિયો રસ લાયવાં રે,
ઓળીમાતા પરદેશી રે ! મોવડિયો રસ લાયવાં રે,
ઓળીમાતા પરદેશી રે !
૬૫
હોળીમાતા આપણે માટે રસકસ લઈને આવ્યાં છે. કેસૂડાંનો કેસરી રંગ, મહુડાંનો મધિયો રસ અને પૃથ્વી પરના અમૃતફળ-કેરીનો મીઠો રસ લાવ્યાં છે. ચાલી, આપણે હોળીમાતાને વધાવીએ !
કેરીઓ૪ રસ લાયવાં રે
ઓળીમાતા પરદેશી રે !
For Private and Personal Use Only
૧. પૂર્વદિશાએથી, ૨. આવ્યાં, ૩. હોળીમાતા, ૪.પરદેશી ગણાય એવી-કેમકે એક વર્ષે આવે છે, ૫. કેસૂડાંનો કેસરી રંગ, ૬. લાવ્યાં, ૭. કેરીઓ, ૮.મહુડાં, ૯. પાપડ, ૧૦. શાનો, ૧૧. લાવ્યાં, ૧૨. ચીસોડિયો-કેસૂડિયો, ૧૩. મહુડિયો-મહુડાનો, ૧૪. કેરીઓનો