________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકરભાઇ સોમાભાઇ તડવી
૩. હોળી ચાલી ! કેસૂડાં જેવા રંગથી ઉષા સાથિયા પૂરે છે એ ઉગમણી દિશામાંથી હોળીમાતા આવ્યાં છે. ઝટ કરો !. હોળીમાતા આ ચાલ્યાં !
પ્રકૃતિબાળ આદિવાસીઓ વસંતમાં ગાંડાં બને છે. વસંતમાં તહેવારોની હારમાળા લઈ આવતી હોળી આદિવાસીઓને મન અન્નપૂર્ણા છે. હોળી આવે ત્યારે જ, આદિવાસીઓનું પોષણ જેના પર નિર્ભર છે તે વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એટલે આદિવાસીઓ હોળીમાતાને આવકારે છે.
આદિવાસીઓની તાલાવેલી તો જુઓ ! સૌ ઉત્સાહઘેલાં થઈને બોલે છે. હોળીમાતા આજે આવી છે ને કાલે તો જતી રહેશે ! ગામના પટેલ, ઝટ કર. હોળીમાતાને વધાવી લે. પટલેણ ! ઝટ ઝટ હોળીમાતાને પૂછ લે. આ જાય, આ જાય કહેતામાં તો હોળીમાતા જતાં રહેશે !
ગામના પટલિયા ઓળી ઓળી કરતા,
ઓળી આ સાલી રે ! ગામના વંતરિયા, ઓની ઓળી કરતા,
ઓળી આ સાલી રે ! ગામના કોટવાળ, ઓળી ઓળી કરતા,
ઓળી આ સાલી રે ! ૪. હોળી વધાવો - હોળીમાતા આ ચાલ્યાં ! ઉલ્લાસભય લોકો પટેલને કહે છે : હોળી વધાવ. જોતજોતામાં હોળી જતી રહેશે.
ગામના પટલ, ઓળી વધાવ,
ઓળી આ ચાઈલી રે. ગામના વંતરિયા, ઓળી વધાવ,
ઓળી આ ચાઈલી રે. બીજું પાઠાંતર :
ઓળી આજ ને કાલ
ઓળી વૈ૦ સાઈલાં રે !" ગામના પટલ, ઓળી વધાવ,
ઓળી વૈ સાઈલાં રે ! ગામની પટલેણ,૧૨ ઓની વધાવ,
ઓની વૈ સાઈલાં રે !
૧. પટેલ, ૨. હોળી, ૩. ચાલી, ૪. વરતણિયા-ચોકિયાત, ૫. ભંગી અથવા ગામની ખબર પહોંચાડનાર ટપાલી, ૬. પટેલ, 9. હોળી, ૮. ચાલી, ૯. વરતણિયા-ગામ ચોકિયાત-ગામનો પટાવાળો, ૧૦. વહી, ૧૧. ચાલ્યાં, ૧૨. પટલાણી
For Private and Personal Use Only