________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શંકરભાઇ સોમાભાઇ તડવી
૧૦. માલવનનો હીંચકો આંગળી આપતાં કાંડુ ઝાલે જેવો ઘાટ થાય છે. તાડી પીવા આવેલી યુવતીને યુવક પોતાની સાથે હીંચકે હીંચવા પછી પોતાની સાથે નાસી છૂટવા વિનવે છે.
દેવસ્થાનમાં હીંચકો બાંધેલો છે. માલૂણમાં ઝાડી છે, વળી દેવોની બીકને લીધે એમાં કોઈ નહિ આવે, એમ યુવક કહે છે.
મા'લુનમેં હીંચલો બાંધેલો રે,
હો 'લી જવાનણી !" હો ભૂંડી, માલુનમેં
હીંચલો બોંધેલો રે લોલ. હીંચેલે હીરની દોરી * *
હો 'લી જવાનણી ! હો ભૂંડી, હીંચેલે
હીરની દોરી રે લોલ. હીંચેલે બેસી વાતો કરે
હો 'લી જવાનણી ! હો ભૂંડી, હીંચેલે બેસી
વાતો કરે રે લોલ. શૉનીબેલી વાતો કરે રે
હો 'લી જવાનણી ! હો ભૂંડી, શૉની તું
વાતો કરે રે લોલ ? જતાં રે'વાની વાતો કરે
હો 'લી જવાનણી ! હો ભૂંડી, જતાં રેડવાની
વાતો કરે રે લોલ.
૧૧. રીંછડા બેડાનો સંસાર નયને નયન મળ્યાં પછી પરિચય ધીમે ધીમે ગાઢ બનતો જાય છે. ગામમાં ને ગામમાં રહેતાં હોય અથવા નજીક નજીકના ગામનાં હોય ત્યારે દિવસનાં કામોમાં સાથે રહેવાનું બને છે, મહુડાં વીણવા કે ડોળીઓ વીણવા સાથે જવાનું થાય છે. મહુડાં સવારે, બપોરે અને મળસ્કે પણ પડતાં હોય છે. વળી ડોળીઓ વધારે વીણવા ૧. માલુણ – માલવન, ગામાત દેવદેવીઓનું સ્થાનક, ૨. હીંચકો, ૩. બાંધેલો, ૪. અલી-ઓ, ૫. જુવાનડી, ૬. નફ્ટ (હેતથી બોલે) ૭. હીંચકે, ૮. રેશમની, ૯. શાની, ૧૦. જતાં રહેવું - ગામ મૂકીને પારકા મુલકમાં જતાં રહેવું
For Private and Personal Use Only