________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
મળસ્કે જવું પડે છે. પરિચય પામેલાં આવા કામ વખતે સાથ કરે છે. સાથે મળીને મહુડાં વીણવા કે ડોળીઓ વીણવા જાય છે. નિકટતા વધતાં, જાતીય જીવન પણ માણે છે. રીંછો રહેતી હતી એવા ટેકરે મહુડી છે. ત્યાં રાતે મહુડાં પડે છે. બંને સાથે મહુડાં વીણવા જાય છે. ત્યાં સહજીવન માણે છે. પછી તો બંનેને પતિપત્ની તરીકે જોડાઈ જ જવું પડે છે. સંસાર માંડીને સંસારી બને છે. બાળકો થાય છે અને બાળકોને ઉછેરવા હાલરડાં પણ ગાય છે.
રીંશળે બેળે, રતુગળ મોવડી રાતની ગરેલી, રતુગળ મોવડી વેવોની આવેલી, રતુગળ મોવડી ★ રંતુગળ મોવડી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નૃત્યગીતો જેતપુર પાવી ગામેથી સાંભળીને ઊતારેલાં છે.
માહિતી દાતા :
શૉરાં હૈયાં લીધાં, રતુગળ મોવડી ખૉયો બોંધેલી, રતુગળ મોવડી વલો ગાવેલો રે, રતુગળ મોવડી રાતની ગરેલી, રતુગળ મોવડી
૨. રોળા
રોળા એ જેતપુર પાવી અને છોટાઉદેપુર તાલુકાના પાલપ્રદેશનું હાલેણી નૃત્ય જ છે. સ્ત્રીઓ કે પુરુષો એકબીજાની કેડે હાથના કંદોરા ભીડીને ગીતો ગાતાં જઈ નાચે છે. તેને રોળા રમવા કહે છે. આ હાલેણીનૃત્યમાં સ્ત્રીઓ અગર પુરુષો આઠ-નવની સંખ્યામાં ટુકડી બનાવીને ગોળાકારે નાચે છે. આ નૃત્યમાં સ્ત્રી-પુરુષો અલગ અલગ અગર પોતપોતાનાં નોખાં જૂથમાં જોડાઈને એક જ વર્તુળમાં નાચે છે. આ રોળા નૃત્ય લગ્ન વખતે જ થાય
છે. ગવાતાં ગીતોને રોળા કહે છે.
૪૩
૧. ઝીણકીબહેન જીંગાભાઈ
૨.
કાશીબહેન હતુભાઈ
૩.
સવિતાબહેન અંબાલાલ ગંગાબહેન હતુભાઈ
૪.
આ બધાં ગીતો સ્ત્રીઓ અને પુરુષોમાં ગવાય છે. આ ગીતોનો વિસ્તાર પૂર્વે દેવળિયા તા. છોટાઉદેપુર, પશ્ચિમે ઢેબરપુરા તા. સંખેડા, ઉત્તરે ખાંડિયા-અમાદર તા. જેતપુર પાવી, દક્ષિણે છત્રાલી તા. જેતપુર પાવી સુધી
છે.
For Private and Personal Use Only
૧. રીંછો રહેતી હોય એવો ટેકરો, ૨. રતુગળ મહુડી, ૩. રાત્રે મહુડાં પડેલાં, ૪. વેવાણ, ૫. છોકરાં-છૈયાં (બાળકો) થયાં, ૬. ખોય-બાળકોને સુવરાવવાની ઝોળી, ૭. બાંધેલી, ૮. હાલરડું ૯. ગાયેલું