________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોરબંદર
૯૯
થયા તેનું રાજતિલક ગોસ્વામીબાલકના હાથે સંપન્ન થયાની નોંધ મળે છે. આમ છાયાથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ રહેલો આ રાજવંશ રાણા વિકમાતજીથી પરિવર્તન પામે છે. કહેવાય છે કે વિકમાતજીએ ૧૮૩૭માં નર્મદા કિનારે જઈને શૈવધર્મ સ્વીકાર્યો અને નર્મદામાંથી પોતાની સાથે શિવલિંગ પધરાવી આવી પોરબંદરમાં ‘ભોજેશ્વર મહાદેવ'ની સ્થાપના કરી. અકસ્માત એ છે કે કથા અને મંદિર હોવા છતાં એમાં શિલાલેખ નથી ! રૂપાળીબાની ક્યાતીમાં આ ધર્મપરિવર્તન થયું છે. ગાંધીજીના દાદા ઓતમચંદ ગાંધી સાથેના ઝઘડાનું એક કારણ ધર્મ હોય તો ગાંધીકટ્રબ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે એટલે રૂપાળીબાએ અને વિકમાતજીએ વૈષ્ણવમાંથી શૈવ બનવાનું પસંદ કર્યું હોય ! રમુજી કથા એવી છે કે નિયમ મુજબ કચેરીએ જતા પહેલાં વિકમાતજી શ્રીનાથજીની હવેલીમાં દર્શન કરવા ગયા ત્યારે તેમની ભેટાઈમાં જમૈયો ખસેલો હતો, આ જોઈને મુખિયાજીએ કહ્યું કે “શ્રીઠાકોરજી બાલસ્વરૂપ છે, જમૈયો બહાર કાઢીને આવો પ્રભુ ડરી જાય !' આ સાંભળતાં વિકમાતજી તુરત જ પાછા ફરી ગયા ! જમૈયાથી ડેરે એવો ભગવાન મારે ન જોઈએ !' તે દિવસે જ નર્મદા કિનારે રવાના થયા અને શૈવધર્મ સ્વીકાર્યો ! અત્યાર સુધી રાજફરમાનમાં ‘શ્રીનાથજી સેવક રાણા' લખાતું હતું ત્યાં આ સમયથી “શ્રીબીલનાથ સેવક રાણા' લખાવું શરૂ થયેલ છે!
૧૮૩૭ પછી બે વર્ષ બાદ ૧૮૩૯માં પોરબંદરમાં કેદારેશ્વર મહાદેવ મંદિર અને ૧૯૮૦માં ભાવેશ્વર મહાદેવનું મંદિર રાજ તરફથી બંધાયાના શિલાલેખો મળે છે.
૧૯૦૦માં વિકમાતજીનું અવસાન થયું તે પહેલાં તેમની બન્ને રાણીઓ અને બન્ને કમારોનાં અવસાન થયેલાં છે એટલે વિકમાત પછી પોરબંદરની ગાદીએ એમનો પૌત્ર ભાવસિંહજી આવે છે, તે વર્ષ છપ્પનિયા દુકાળનું છે. છપ્પનિયા દુકાળના રાહતકામ નિમિત્તે ભાવેશ્વર મહાદેવ મંદિર, ભાવસિંહજી હાઇસ્કૂલ, ભાવસિંહજી હોસ્પિટલ, હજૂર કૉર્ટની ઈમારત, ગામબહાર ખંભાળા તળાવ અને ભાવપરા ગામ વગેરે ૧૯૦૪ સુધીમાં પૂરાં થયાં.
૧૯૦૮માં ભાવસિંહજીનું અવસાન થાય છે ત્યારે રાજકુમાર નટવરસિંહજી આઠ વર્ષના છે, તેથી રાજવહીવટ અંગ્રેજશાસન નીચે મુકાય છે. ૧૯૨૦માં નટવરસિંહજી પોરબંદરની ગાદીએ આવ્યા અને ૨૭ વર્ષનો સુંદર વહીવટ આપી ૧૯૪૭માં આઝાદ ભારતમાં પોરબંદરરાજ્ય વિલીન પામે છે. આમ રાજધાની તરીકે પોરબંદર કુલ ૧૬ર વર્ષ રહ્યું છે. રાજધાની દરમિયાન ૧૮૯૧-૯૨માં સ્વામી વિવેકાનંદ, ૧૯૨૩માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને ‘મહાત્મા’ બન્યા પછી કુલ બે વાર ૧૯૧૫ અને ૧૯૨૮માં ગાંધીજીએ પોરબંદરની મુલાકાત લીધી છે.
For Private and Personal Use Only