________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરોત્તમ પલાણ
પ્રતિમાઓ જુદા જુદા અલંકાર અને છંદોની પ્રતીક રચના હોવાનું માનવામાં આવે છે. મધ્યકાળમાં ઉદ્દભવેલી કાછશિલ્પની પરંપરામાં આ પથ્થરની પ્રતિમાઓ છે. અહીં બેસીને રાજવી સરતાનજીએ પોતાના કાવ્યગ્રંથોની તથા છૂટક પદોની રચના કરી હતી. જીવનનાં છેલ્લાં આઠ વર્ષ સરતાનજી અહીં રહ્યા છે. રાજવહીવટ કુંવર હાંલોજીએ સંભાળ્યો છે, જેનાં તામ્રપત્રો મળે છે. છેલ્લા વર્ષમાં હાંલોજી અકસ્માત અવસાન પામે છે અને સરતાનજીને રાજવહીવટ હાથમાં લેવો પડે છે. બીજા જ વર્ષે પૌત્ર અથીરાજજીને રાજતિલક કરી સરતાનજી દેહ છોડે છે.
સુદામામંદિર અને પાછળ સરતાનબાગની વચ્ચે પોરબંદરમાં રાજધાની આવી તેના મંગલ આરંભ તરીકે રાણા સરતાનજીએ રામમંદિરની સ્થાપના કરી છે, જે રામઝરૂખા તરીકે પ્રસિદ્ધ છે. રામઝરૂખાની ગાદી પરંપરા ૧૭૮પથી મળે છે.
(૯) ઈ.સ. ૧૮૩૧-આ સમયથી રાજમાતા રૂપાળીબા અને તેમના પુત્ર મહારાજ વિકમાતજીનું દીર્ઘ શાસન પોરબંદરમાં આરંભ પામે છે. આ શાસનના કુલ છ શિલાલેખો પ્રાપ્ત છે. પોરબંદરને રાજધાની બનાવનાર રાજવી કવિ સરતાનજીનો ૧૮૧૩માં દેહવિલય થયો તે પછી તેનો પૌત્ર અથીરાજજી “ખીમાજ' નામથી પોરબંદરની ગાદીએ આવ્યો. કુછડી ગામ પાસે આવેલાં પ્રાચીન મંદિરોનો જિર્ણોદ્ધાર કરી આ ખીમાજીએ પોતાના નામથી ‘ખીમેશ્વર' એવું નવું નામ આપ્યું ! કુલ ૧૮ વર્ષના શાસન પછી ખીમાજી મૃત્યુ પામ્યા ત્યારે બાળ ભોજરાજની ઉંમર આઠ વર્ષની હતી, તેને ‘વિકમાતજી' નામ આપી ગાદીએ બેસાડ્યો અને રાજમાતા રૂપાળીબાએ રાજગાદી સંભાળી. ૧૮૩૧થી ૧૮૪૧ના દશ વર્ષ રૂપાળીબાના છે, તે સમય દરમિયાન તેમણે પોરબંદરના વિકાસનાં અગત્યનાં કાર્યો કર્યા અને રાજ્યની બન્ને સીમા ઉપર - ઓખામઢીમાં સત્યનારાયણ મંદિર અને માધવપુરમાં માધવરાયજીની હવેલી નવાં બંધાવી આપ્યાં. પોરબંદરમાં ૧૮૩૫માં રામેશ્વરમંદિરને સહાયનો શિલાલેખ, ૧૮૩૭માં ઝુંડાળામાં બહુચરમાતાજીનું નવું મંદિર બંધાવી આપ્યાનો શિલાલેખ, ૧૮૩૯માં કેદારેશ્વરમંદિરના જિર્ણોદ્ધારનો શિલાલેખ અને ૧૮૪૦માં પોતાના પુત્ર ભોજરાજજી ઉપરથી પોરબંદરના પાદરમાં ‘ભોજરાજસર’ નામથી મીઠા પાણીનું તળાવ, જેનો શિલાલેખ હાલ જૂનાગઢના સક્કરબાગ સંગ્રહાલયમાં સચવાયેલો છે, વગેરે લેખો છે.
આ રૂપાળીબા સામે જ મહાત્મા ગાંધીજીના દાદા ઓતમચંદ ગાંધીને વાંધો પડ્યાની વાત, ખાસ કરીને ગાંધીજીનું જીવનચરિત્ર લખનાર પ્રભુદાસ ગાંધી વગેરે કરે છે, પરંતુ તે વાતમાં કંઈ તથ્ય જણાતું નથી ! ૧૮૪૧માં રૂપાળીબાનું અવસાન થયું તે પછી ૧૯ વર્ષ રાણા વિકમાતજી પોરબંદરની ગાદીએ રહ્યા છે. વિકમાતજીના જીવનમાં બનેલી એક મહત્ત્વની ઘટના તે તેમણે કરેલું ધર્મપરિવર્તન છે ! જેઠવાવંશ પોતાને હનુમાનપુત્ર મકરધ્વજના વંશજ ગણાવે છે, છેવટ સુધી એમની રાજધજામાં હનુમાનજી રહ્યા છે. આ હિસાબે એમનો રાજધર્મ રામભક્તિ સુવિદિત છે, પરંતુ રાજવી કવિ સરતાનજી સિવાય અદ્યાપિ કોઈ જેઠવા રાજવીએ રામમંદિર બનાવ્યાનો ઉલ્લેખ નથી ! જેનાથી સાલવાર ઇતિહાસ મળે છે તે ઘૂમલીના સિંહ જેઠવા છે. આ સિંહ ગાદીએ બેઠા ત્યારથી આ પંથકમાં “શ્રીસિંહ સંવત’ નામનો એક પ્રાદેશિક સંવત પણ ચાલ્યો હોવાના શિલાલેખો મળે છે. સદભાગ્યે ઘણા શિલાલેખોમાં વિક્રમ સંવત સાથે સિંહ સંવત મળે છે એટલે સિંહ સંવત ક્યારે ચાલુ થયો તે નક્કી કરી શકાય છે. આ હિસાબે વિક્રમ સંવત ૧૧૭૦માં સિંહ સંવત-૧ છે. આ સિંહે ઘૂમલીમાં નવલખા મંદિર, જે એના શિલ્પસ્થાપત્યથી ગુજરાતભરનું એક અદ્વિતીય મંદિર ગણાય છે તે મહાદેવ મંદિર બંધાવેલું છે. બીજા અનેક રાજવીઓએ શિવમંદિર બંધાવ્યાં છે, જ્યારે રાજમાતા ફલાંજીબાઈએ પોરબંદરમાં શ્રીનાથજીની હવેલી અને રૂપાળીબાએ પુષ્ટિ સંપ્રદાય મુજબની વૈષ્ણવ હવેલી માધવપુરમાં બંધાવ્યાનો શિલાલેખીય પુરાવો છે. છાયાની ગાદીએ જે પ્રથમ રાજવી
For Private and Personal Use Only