________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮
રવિ હજરનીસ અને મુનીન્દ્ર જોશી
નિષિદ્ધિ ખુલ્લી જગ્યામાં આધુનિક બાંધેલી ઓટલી વચ્ચે યષ્ટિરૂપે જડી દીધેલી છે. એ પાષાણમાંથી નિર્મિત. મિશ્રઘાટની હોઈ, સમગ્ર માપ ૧.૪૬ x ૦ર૭ ૦.૨૩ સે.મિ. છે. નીચેથી ઉપર તરફ જતાં ક્રમશ: લેખ કંડારેલ ચોરસઘાટ, ઉપર અષ્ટકોણ, તથા વૃત્તાકાર, પુનઃઅષ્ટકોણ પટ્ટીકા, તે પર ખગાસનમાં અંકિત શિલ્પ સાથેની અષ્ટકોણ પટ્ટી અને ચારે તરફના ચોરસ ભાગમાં ચારે બાજુ પર્યકાસનસ્થ પ્રતિમા શોભે છે. જેની ઉપરના ભાગે અનુક્રમે ચોરસ અને વૃત્તાકાર આમલક તથા ટોચ પર કળશ બતાવેલ છે.
સૌથી નીચેના ખગાસનસ્થ મૂર્તિના ચોરસ ભાગમાં દેવનાગરી લિપિમાં લેખ કોતરેલો છે. લેખ પ્રમાણમાં સુવાચ્ય ન હોવા છતાં લખાણ નીચે મુજબ હોય તેમ લાગે છે. લેખ ચાર પંક્તિનો છે :
संवत १२३२ भाग સિરયુરિવાર/૨/(?) -ટ: રતસિંદુ: “ (૩) – ટોતિઃ ||
પ્રસ્તુત લેખમાં રત્નસિંહ, દેવલોકગતઃ તથા સંવત ૧૨૩ર સ્પષ્ટ વાંચી શકાય છે. નિષિધિકા તેની મિતિ પરથી સંવત ૧૨૩૨ (ઈ.સ. ૧૧૭૬)નો સમયકાળ બતાવે છે. જે ઐતિહાસિક અને પુરાતત્ત્વની રીતે મહત્ત્વનું છે. લેખમાં ઉલ્લેખિત રત્નસિંહ નામથી મહદઅંશે તે રાજપૂત હોવાનું ફલિત થાય છે, જે શ્રેષ્ઠી, સામંત કે તત્કાલીન સમયમાં મોભાનું સ્થાન ધરાવનાર જૈનધર્માવલંબી હોવાનું સુસ્પષ્ટ છે. પ્રસ્તુત નિષિધિકામાં કંડારેલ ખગ્રાસન અને પર્યકાસનસ્થ તીર્થકર તેના દિગંબર સંપ્રદાયનો નિર્દેશ કરે છે.
લેખમાં જણાવેલ રત્નસિંહ તે કોણ ? એનો ઉત્તર તો ગ્રન્થપ્રશસ્તિઓ કે ગુર્નાવલીઓ મળી આવે તો થઈ શકે. આ અંગે વધુ સંશોધન અપેક્ષિત છે.
નોંધ લેખનમ બો)ની
નોંધ : “દધિપુરનગર(દાહોદ)ની સલેખ નિષિધિકા”ની માહિતી આપવા બદલ દાહોદના શ્રી ભરત સોની, શ્રી સૈફી કડીવાલા અને સર્વેક્ષણમાં સાથે જોડાવા માટે શ્રી નટુભાઈ પટેલ તેમ જ શ્રી બારિયાના, લેખકો ઋણી છે.
For Private and Personal Use Only