________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃતમ-જ્ઞાનાનિ - સંપાદક : ડૉ. જે. કે. ભટ્ટ, પ્રકાશક : વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાનમ્, ગુર્જર પ્રદેશ શાખા, શ્રીઅરવિંદ નિવાસ, દાંડિયા બજાર, વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૩, પૃષ્ઠ : ૪ + ૮૨, મૂલ્ય : રૂા. ૧૭
મીના પાઠક
સંસ્કૃતભાષા વિશ્વની સમગ્ર ભાષાઓનું મૂળ છે. સંસ્કૃતભાષા સંપૂર્ણ ભાષા છે. વેદો, ઉપનિષદો, પુરાણોથી માંડીને સંસ્કૃત સાહિત્યનું સર્જન અવિરતપણે થતું આવ્યું છે. કોઈ સાહિત્યવિભાગ એવો નથી કે જેમાં સંસ્કૃતનો સ્પર્શ ન હોય.
વીસમી સદીને ‘આધુનિક સંસ્કૃત સાહિત્યના યુગ' તરીકે ઓળખીએ તો એમાં કશું જ ખોટું નથી. અનેક મૂર્ધન્ય વિદ્વાનોએ ગુજરાતી, ઉર્દૂ સાહિત્યની સમકક્ષ સંસ્કૃતમાં ગઝલો, હાઇકુ, દુહા, કવ્વાલી, ભાંગડા, ગરબા વગેરની રચના કરી સંસ્કૃત વાડ્મયને સમૃદ્ધ બનાવ્યું છે.
સંસ્કૃત ગરબાની રચના સૌ પ્રથમ વડોદરાના શ્રી પંડિત પંચાનન બદરીનાથ શાસ્ત્રી દ્વારા થઈ. ‘સંસ્કૃતભાષામાં ગરબા રચાયેલા નથી તેથી સંસ્કૃતભાષા સંપૂર્ણ ન કહેવાય' એવી એક ભાઈ દ્વારા ટકોર કરાતાં શ્રીશાસ્ત્રીજીએ એ ભાઈને બેસાડીને ૩ થી ૪ મિનિટમાં જ ગરબાની રચના કરી તેમને ગાઈ સંભળાવ્યો. ગરબાના શબ્દો હતા :- ‘તીર સ્મરામિક ગોવિન્દ્ર યામુન તર સ્મરામિ'. ત્યાર પછી આજ સુધી અનેક ગરબાઓની રચના થઈ. બધા વિદ્વાનોરચિત ગરબાઓનું જો સંકલન કરવામાં આવે તો સંખ્યા લગભગ ર૦૦ ઉપર પહોંચી જાય. ખરેખર ગરબો ગુજરાતની વિશિષ્ટતા છે તો સંસ્કૃત ગરબો વડોદરાનું નજરાણું છે.
પ્રકાશિત પુસ્તક ‘સંસ્કૃતમહાનાનિ'માં ગરબાઓમાં ઘણું જ વૈવિધ્ય જોવા મળે છે. તેમાં કૃષ્ણલીલા, દત્તોપાસના, શિવોપાસના, માતાજીની સ્તુતિ, દેશપ્રેમ, રાષ્ટ્રભક્તિ તેમ જ રાસ, લોકગીતો વગેરે વિવિધ વિષયોને આવરી લેતા ગરબાઓનું સંકલન કરવામાં આવ્યું છે. સંસ્કૃત ગરબા ફિલ્મીગીતો અને પ્રસિદ્ધ ગુજરાતી ગરબાના રાગ અને તાલમાં રચાયેલાં હોવાથી ગેય અને ગમ્ય છે. સંસ્કૃત ગરબા છેલ્લા ૨૦-૨૫ વર્ષથી ગૂંજતા બંધ થઈ ગયા હતા. જો કે તેનું સર્જન ચાલુ હતું પરંતુ ગલીએ ગલીએ તેનું ગાન બંધ થઈ ગયું હતું, તે હવે નવી ૨૧મી સદીમાં ફરીથી ગૂંજવા લાગ્યો છે. આનો શ્રેય વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાન, ગુર્જર પ્રદેશ શાખા, અરવિંદ નિવાસને ફાળે જાય છે. વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાને સંસ્કૃત ગરબાનો ભાવાર્થ, ટીપ્પણી સહિત પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરી સમાજની ખૂબ મોટી સેવા કરી છે. અરવિંદ આશ્રમના પ્રાણ સમાન શ્રી રમણભાઈ પાઠકે ખૂબ પરિશ્રમ વેઠી ગરબામાં પ્રાણ પૂરી તેને ઘૂમતો કર્યો છે.
પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય,
વડોદરા.
અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમી રહેલું વિશ્વસંસ્કૃત પ્રતિષ્ઠાન, અરવિંદ નિવાસ વિશ્વસ્તરે ઉચ્ચ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે અને વડોદરાનો ગરબો વિશ્વમાં ઘૂમતો રહે એવી અભ્યર્થના.
ગુજરાત । ગૌરવદિન નિમિત્તે પ્રકાશિત પુસ્તક ખરા અર્થમાં ગુજરાતનું ગૌરવ બની રહ્યુ છે. સર્વ સંસ્કૃત વિદ્વાનો પોતાની લેખનીમાં પ્રાણ પૂરી સંસ્કૃતની યશગાથા ચરમસીમાએ પહોંચાડે એ જ અપેક્ષા.
For Private and Personal Use Only
મીના પાઠક