________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન
૧૦૭
સંત સમાગમ કીજે ... – લેખક : ભરત પંડ્યા, પ્રકાશક : જય ગુરુદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, 'કર્મયોગ', ડી/૫૮, શાસ્ત્રીનગર, નાના મવા રોડ, રાજકોટ-૫, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૧, પૃ. ૫૮, મૂલ્ય રૂ. ૫૦૦
“સંત સમાગમ કીજે ...' એ ડૉ. ભરત પંડ્યાનું પ્રથમ પુસ્તક છે. ગુરુવર્યશ્રી ડૉ. બળવંત જાની અને ડૉ. ઊર્મિલાબેન શુક્લને અપર્ણ કરાયેલ આ પુસ્તકમાં લેખક સ્વામીનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓમાંના એક એવા ભક્તકવિ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવન, કાર્ય, સાહિત્ય અને એમની સાથે જોડાયેલ કેટલીક વાતો/પ્રસંગોનો સમીક્ષાત્મક અભ્યાસ રજૂ કરે છે.
પુસ્તક કુલ ત્રણ પ્રકરણોમાં વહેંચાયેલ છે : (૧) બ્રહ્માનંદ સ્વામીનું જીવનવૃત્તાંત, (૨) બ્રહ્માનંદ સ્વામીનું સર્જનવિશ્વ : એક દષ્ટિપાત અને (૩) બ્રહ્માનંદનાં પદો : ઇયત્તા અને ગુણવત્તાની દષ્ટિએ ઉત્કૃષ્ટ રચનાઓ. - પ્રથમ પ્રકરણ બ્રહ્માનંદ સ્વામીને જન્મ અને બાળપણ, બહુવિધ જ્ઞાનપ્રાતિ, જીવનપરિવર્તન, દીક્ષા, મંદિર નિર્માણ પ્રવૃત્તિ, સહજાનંદ સ્વામી સાથે સખાભાવ, સહજાનંદ સ્વામીનો વિયોગ, બ્રહ્માનંદ સ્વામીનો દેહવિલય જેવા મુદ્દાઓને આવરી લે છે. નાનપણમાં લાડુદાન એવા લાકડા નામથી ઓળખાતા બ્રહ્માનંદ સ્વામીનો જન્મ વિક્રમ સંવત ૧૮૮૨ના મહાસુદ, પાંચમના શુભ દિવસે ચારણકુળમાં થયો હતો. બાળવયે જ ઈશ્વરભક્તિ, કવિત્વશક્તિ અને અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું, “પારખું લિધા વિના કોઈની પ્રતિભાથી ન અંજાતા” બ્રહ્માનંદ સ્વામીની મંદિરનિર્માણ જેવી વિભિન્ન પ્રવૃત્તિઓ અને લાક્ષણિકતાઓને લેખકે વિસ્તારથી તારવી આપી છે.
બીજા પ્રકરણના આરંભે ગુજરાતના મધ્યકાલીન ભક્તિસાહિત્યને સમૃદ્ધ કરનાર આ સંપ્રદાયનું પ્રદાન વિશેષ રહ્યું છે એવો ઉલ્લેખ કર્યા પછી લેખક શ્રી બ્રહ્માનંદ સ્વામીનો ઉત્કૃષ્ટ કોટિનો ગ્રંથ “બ્રહ્મવિલાસ”નો પરિચય આપે
છે. ત્યારબાદ શ્રીસુમતીપ્રકાશ, નીતિપ્રકાશ, બ્રહ્માનંદ છંદરત્નાવલિ, ધર્મવંશપ્રકાશ, સંપ્રદાયપ્રદીપ, સતીગીતા, શિક્ષાપત્રી જેવા અદ્વિતીય ગ્રંથોનો કૃતિલક્ષી અભ્યાસ પ્રાપ્ત થાય છે.
ત્રીજા પ્રકરણમાં બ્રહ્માનંદનાં પદોમાંથી ઇયત્તા અને ગુણવત્તાની દષ્ટિએ કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓને મૂલવવાનો સફળ પ્રયત્ન થયો છે. બ્રહ્માનંદનાં પદોમાં જોવા મળતું છંદ અને ઢાળનું વૈવિધ્ય, ભાષાસૌંદર્ય, ઓજસ, માધુર્ય અને પ્રાસાદિકતા જેવા કાવ્યગુણો તેમજ એમની ભાષામાં જોવા મળતાં એક પ્રકારનાં જોમ અને ખુમારીની લેખકે સદષ્ટાંત ચર્ચા કરી છે.
આગળનાં બંને પ્રકરણો માહિતીપ્રચુર છે જ્યારે ત્રીજા પ્રકરણમાં લેખકે બ્રહ્માનંદનાં કેટલાંક પદોમાંથી ઉત્તમ પંક્તિઓ તારવીને સરળ ભાષામાં સમજૂતી આપી છે.
“ઝૂલત શ્યામ હિંડોળે, રાધે સંગ ઝૂલત શ્યામ હિંડોળે- દશ્ય જોતાં જ બંને સખી મંત્રમુગ્ધ બની ગઈ હશે, ઘવાયેલી ગોપીનો આનંદ ક્યાંય સમાતો નહીં હોય, આનંદવિભોર બનીને પાસે ઊભેલી સખીને (કદાચ ચૂંટી ભરીને) કહ્યું હશે : સખી જોને શોભા ઘનશ્યામની'' (પૃ. ૫૦). આ પ્રકારનાં રમ્ય અને જીવંત શબ્દચિત્રો વડે ગોપીઓના મુગ્ધ ભાવોને લેખકે હળવી શૈલીમાં અંકિત કર્યા છે.
પુસ્તકમાં કેટલીક જગ્યાએ જોવા મળતાં પુનરાવર્તન અને વિગતદોષો વાચકમનમાં દ્વિધા ઊભી કરે છે. દા.ત., “તેમની પાસેથી ૮O૦ જેટલાં છૂટક પદો મળ્યાં છે (પૃ. ૧૧); તેમની કાવ્યરાશિમાં આઠથી દસ હજાર પદો દષ્ટિગોચર
For Private and Personal Use Only