________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૨
www.kobatirth.org
વસ્તુ વિના હાટ હાટ વિના પાટણ થાંનક(સ્થાનક) પાવૈં(નજીક) ગૃહ કિસ્સો ... પય વિના ધેનુ મેઘ વિના મહિયલ મન જીત્યા વિના મુની(નિ) કિસ્સો ... શાસ્ત્ર વિના અભ્યાસ કિસ્સો
સંઘ વિના સિદ્ધિ રળ્યા(કમાયા) વિના રિદ્ધિ અરિહંત વિના બીજો જાપ કિસ્સો ...
વાસ(વસ્તિ) વિના ગ્રામ હાક વિના ઠાકુર છંદ વિહુણો કવિન કિસ્સો ...
તેલ વિના દીપ દીપ વિના મંદિર
"
લક્ષ્યમી(લક્ષ્મી) વિના જેમ ગૃહ કિસો ડરસણ(દર્શન) વિના મુ(ખ)
રસ વિના વાણી આપ્યા વિના ઉપગાર(ઉપકાર) કિસો
જલ વિના કમલ કમલ વિના કાયા
ઉત્તમ વિના આચાર કિસો કુમકુમ વિના કામ
વિઘન(વિઘ્ન) વિના દામનિ મદ્દ વિના માતંગ કિસો ...
વાંસ વિના સિબિકા ગુણ વિના ગુણિકા
દાન વિના દાતાર કિસો ...
માય(યા) વિના માત(તા) માત વિના બાળક
પુત્ર વિના પયપાન કિસો ...
સંયમ વિના સિ(શિ)ક્ષા ગુરુ વિના દીક્ષા
અન્ન વિના આયત કિસો ...
પ્રજા વિના કરણ(રાજા) પુત્ર વિના વંસજૂ(વંશજ)
ભેષ(ખ) વિના દરીસણ(દર્શન) કિસો
ફલશ જીવદયા વના ધર્મ
જીવન પ્રાણ જમ(જેમ) પંડ ન રાખે(ખે)
જીવન નાવડું સઢ વિહુણો જીવ ...
જિન ચરણદાસ ભૂદર કહે સો વીતરાગ વાણી લહે
ઇતિ શ્રી જીવદયા ઉપર છંદ સંપૂર્ણ
પેથાપુર મેં લીપી(ખી) કૃત્ય
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
ઉષા બ્રહ્મચારી
પ્રસ્તુત ‘જીવદયાનો છંદ' નામક જૈન હસ્તપ્રતમાં જીવનની વાસ્તવિકતાને તળપદી ગુજરાતી ભાષા અને શબ્દોમાં ખૂબ જ સહજતાપૂર્વક સરળ રીતે રજૂ કરી છે. દરેક વસ્તુ કે વ્યક્તિનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે અહીં