SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવયાંનો છંદ' એક અનોખી જૈન કૃતિ વ્યક્ત કર્યું છે. પ્રત્યેક એકબીજાના પૂરક છે તેવું દર્શાવવા ઘણાં બધાં દષ્ટાંતો રજૂ કર્યા છે. દા.ત. ચંદ્ર અને રાત્રી, પત્ની અને પતિ, અશ્વ અને વેગ, પાણી અને સરોવર, પ્રાણ અને શરીર એ જ પ્રમાણે જે વ્યક્તિ ઉત્તમ હોય અને તેનામાં આચાર વિચાર સાથે જીવદયા ન હોય તો તેનો ધર્મ નિરર્થક છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમજ જીવનમાં જીવદયાનું મહત્ત્વ દર્શાવ્યું છે. બીજાં કેટલાંક જાણીતાં દષ્ટાંતો આપ્યાં છે જેમકે, ફળ વિના વૃક્ષ, પાંખ વિના પંખી, ગુરુ વિના જ્ઞાન અને અક્ષર વિના પુસ્તક, કંઠ વગરનું ગાન, મીઠા વગરનું ભોજન, સુંદરી વિનાની સેજ, વસ્ત્ર વિના મનુષ્ય, સ્ત્રી વિના સુખ તેમ કૃપા(દયા) વિના તપસ્વી નકામો છે. એકબીજા વિના અધૂરી એવી અન્ય યાદીમાં આયુધ વિના ક્ષત્રિય, શૂર વિના સંગ્રામ, વિદ્યા વિના સદ્દગુરુ, સભા વિના પંડિત, સુગંધ વિના ફુલ, અંગ વિના આભૂષણ, અર્થવિહીન ગુણગ્રંથ, પય વિના ધેનુ તેમજ મન જીત્યા વગરના મુનિનું મહત્ત્વ નથી. વધુમાં જણાવ્યું છે કે શાસ્ત્ર શિખ્યા વિનાનો અભ્યાસ, સંપ વગર્ની સિદ્ધિ અને કમાયા વગરની રિદ્ધિ નકામી છે. જીવનમાં મહત્ત્વની એવી સિદ્ધિ-રિદ્ધિ મેળવવા સંપ અને મહેનત અનિવાર્ય જૈનધર્મનું મહત્ત્વ દર્શાવતાં જણાવ્યું છે કે અરિહંતના નામ સિવાયનો બીજો જાપ કેવો? જેમ તેલ વિનાનો દીવો અને દવા વિનાનું મંદિર નકામું છે તેમ લક્ષ્મી વગરનું ઘર પણ અધૂરું છે. રસ વિનાની વાણી તેમજ કોઈને કંઈ આપ્યા વગર ઉપકાર કેવી રીતે શક્ય છે. આગળ દર્શાવ્યું છે કે દાન વગરનો દાતાર પણ કેવો હોય ? જેમ માતા અને બાળક એકબીજા વિના અધૂરાં છે તેમ બાળક વગરનું પયપાન પણ અશક્ય છે. સંયમ અને શિક્ષા, ગુરુ અને દિક્ષા પણ એકબીજો માટે મહત્ત્વનાં છે. જેમ પ્રજા વિના રાજા અને પુત્ર વિના વંશ શક્ય નથી તે મુજબ ભેખ ધર્યા વગર દેવનાં દર્શન પણ દુર્લભ છે, એ મુજબ જીવદયા વગરનો ધર્મ પણ અશક્ય છે. આમ જીવનમાં જીવદયા અનિવાર્યપણે આવશ્યક છે. શરીરમાં જો પ્રાણ ન હોય તો તે જીવનની નાવ સઢ વિનાની નાવ સમાન છે એમ અંતમાં જણાવ્યું છે. જિનના ચરણદાસ એવા ભૂદર કહે છે કે વીતરાગવાણીથી સઘળું પામી શકાય છે. પેથાપુર ગામમાં આ હસ્તપ્રત લખવામાં આવી છે એમ પણ અંતે છે. આ હસ્તપ્રતમાં જીવદયા વિષયક અગિયાર છંદમાં મનુષ્યજીવનમાં એકબીજો સાથે સંકળાયેલાં, પરસ્પરનાં પૂરક એવાં અગત્યનાં દૃષ્ટાંતો આપી જીવદયાનું મહત્ત્વ પુરવાર કર્યું છે. કેટલાક જૂની ગુજરાતી ભાષાના શબ્દો જેવા કે રયણ, કંત, અસ્ત્રી, આઉધ, લષમી, આણ, હાટ, થાનક, લક્ષ્યમી, ડરસણ, ઉપગાર, વંસજૂ વગેરે પ્રયોજાયો છે. અહીં “ખ” ને બદલે ‘ષ” અને “શ’ને બદલે ‘સ' નો પ્રયોગ પણ કરાયો છે જે લહિયાની ખાસિયત દર્શાવે છે. આમ પ્રાચ્યવિદ્યા મંદિરના હસ્તપ્રતસંગ્રહમાંથી પ્રાપ્ત થતી ઉપરોક્ત કૃતિ સદ્દગુણોનું મહત્ત્વ દર્શાવે છે. જૈનધર્મમાં આચાવિચારની સાથે જીવદયાનું સ્થાન અગત્યનું છે એ વાત પ્રસ્તુત હસ્તપ્રતની દરેક કાવ્યપંક્તિમાં સ્પષ્ટપણે દષ્ટિગોચર થાય છે. કૃતિની ભાષા સરળ અને પ્રવાહી છે. જે કહેવાનું છે એ ભારપૂર્વક પણ સહજતાથી કહેવાયું છે. સામાન્યજન પણ સમજી શકે એવી ભાષા-લોકભાષાનો પ્રયોગ ધ્યાનાર્હ છે. મધ્યકાલીન કૃતિમાં જોવા મળતો ભક્તિનો રંગ અહીં સચોટપણે પ્રગટ થયો છે. દેશ-દેશ, મનુષ્ય-મનુષ્ય વચ્ચે આંતરધ્વંદ્વ વધતાં જાય છે, માનવીનાં મન ટૂંકાં થતાં જાય છે, ત્યારે આવા કપરા-સાંપ્રત સમયમાં, જૈનધર્મના અભ્યાસી અને સૌ કોઈને રસ પમાડે એવી, પ્રાસાદિક શૈલીમાં લખાયેલ આ કૃતિ નોંધપાત્ર મૂલ્ય ધરાવે છે. For Private and Personal Use Only
SR No.536149
Book TitleSwadhyay 2001 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year2001
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy