________________
Shri Mahavir Jain Aradhana Kendra
७८
www.kobatirth.org
પ્રફુલ્લ એમ. પુરોહિત
નાટયશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં ભરતમુનિ લખે છે કે ‘એવું કોઈ જ્ઞાન, એવું કોઈ શિલ્પ, એવી કોઈ વિદ્યા અથવા કલા, એવો કોઈ યોગ અથવા કર્મ નથી કે જે નાટયમાં દેખાય નહીં. જેમ કે
બ્રહ્માજીના કહેવાથી વિશ્વકર્માએ નાટ્યગૃહનું નિર્માણ કર્યું. જેમ કે
ततश्च विश्वकर्माणं ब्रह्मोवाच प्रयत्नतः ।
कुरु लक्षणसम्पन्नं नाट्यवेश्म महामते ।। *
न तज्ज्ञानं न तच न सा विद्या न सा कला । नासी योगो न तत्कर्म नाट्येऽस्मिन् यन्न दृश्यते ॥*
નાટ્યમંડપ બનાવવાના સમયે વાસ્તુપૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ. યથા
श्रूयतां तद्यथा यत्र कर्तव्यो नाट्यमण्डपः ।
तस्य वास्तु च पूजा च यथा योज्या प्रयत्नतः ॥
જ્યારે નાટયમંડપ ઇત્યાદિ કાર્યોનો આરંભ વાસ્તુરાાસ્ત્રના આધારે તેમ જ પ્રમાણાનુસાર કરવો જોઈએ. જેમ કે -
નાટયશાસ્ત્ર, ૧.૧૧૬
એજન, શ્લોક ૭૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ततो वास्तु प्रमाणेन प्रारभेत शुभेच्छया "
આ સિવાય પણ નાટયશાસ્ત્રમાં અનેક સ્થાને વાસ્તુનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત શોધપત્રમાં સંસ્કૃત નાટકોમાં જ્યાં જ્યાં વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ થયેલો દેખાય છે તેને સંક્ષેપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃતના વિદ્વાનોએ સાહિત્યને દશ્ય અને શ્રાવ્ય તેમ બે અંગોમાં વિભાજિત કરેલ છે. દૃશ્યકાવ્યમાં જેનાથી આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદનું માધ્યમ દૃષ્ટિ છે. સાહિત્ય અથવા કાવ્યના આ અંગને નાટક કહે છે. જ્યારે સંસ્કૃત નાટકોની રચના કરવામાં આવી હશે ત્યારે વાસ્તુરાાસ્ત્ર ઘણું પ્રચલિત હશે. એક વાત ચોક્કસ છે કે દેશ-કાલ ક્રમથી પરિવર્તન થતું રહે છે. સંસ્કૃત નાઠકોમાં જે ભવનો(પ્રાસાદ)નાં વર્ણન પ્રાપ્ત થાય છે તે વાસ્તુશાસ્ત્ર આધારિત હોવાં જોઈએ, જે નીચે મુજબ છે.
મણિહર્યુંભવન
૪.
૫.
૬. એજન, ૨.૨૪
13.
એજન
મણિહર્મ્યૂભવનનો ઉલ્લેખ વિક્રમોર્વશીયમ્ નાટકમાં પ્રાપ્ત થાય છે. આ ભવનના નામથી જ ખ્યાલ આવે છે કે આ ભવનિર્માણમાં મણિમય ઉપકરણોનો ઉપયોગ ઘણો થયો હોવો જોઈએ. ખાના દાદર ગંગાની તરંગ સમાન સફેદ સ્ફટિકર્માણના બનેલા હતા. યથા—
For Private and Personal Use Only