________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતા પ્રજાપતિ
પુસ્તકના અંત તરફ પ્રયાણ કરતા તરસ્યાને બે બુંદ પાણી મળ્યા જેટલો સંતોષ જરૂર અનુભવાય છે. ‘Øપરસો’ અને ‘દ્વિસન્તાનળાવ્ય’ જેવા લેખોમાં નવા મુદ્દા આપણા ધ્યાનમાં આવે છે. લેખકની રજૂઆત પરથી તે પ્રકારની સાહિત્યકૃતિઓનો આસ્વાદ કરવાની પ્રેરણા મળે છે એ પ્રશંસનીય છે.
‘વક્રોક્તિવિભાવના’ લેખમાં જોઈ શકાય છે કે મૂળ સંસ્કૃત કારિકાઓ અને ઉદાહરણોને સંદર્ભનોંધમાં નાખી દઈ સમસ્ત લેખમાં તેના અનુવાદો જ વ્યાપ્ત થયેલા છે. મૂળ પાઠની અવગણના કર્યા વગર ગુજરાતી ભાષાનો માત્ર માધ્યમ તરીકે ઉપયોગ થવો જોઈએ. ‘નાટયશાસ્ત્રીય ગ્રંથોમાં રસસંખ્યાવિવાદ' લેખમાં ઘણા પાયાના ગ્રંથોનો અભ્યાસ લેખકે રજૂ કર્યો છે પરંતુ માત્ર રસવિષયક એવા રસપ્રદીપ, રસતરંગિણી, રસાર્ણવસુધાકર જેવા ગ્રંથોનું ગભીર અધ્યયન અને તેની સમાલોચના અહીં અપેક્ષિત રહે છે. ‘હાસ્યન સમાપયેત્’ ન્યાયપ્રમાણે વિદૂષકનાં લક્ષણોવાળા લેખથી પુસ્તક સમાપ્ત થાય છે.
ગ્રંથાવલોકન કરતી વખતે નિમ્નલિખિત મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા છે :
(૧) લેખોની વ્યવસ્થિતપણે માંડણી, ગતિ અને સમાપનની ચોક્કસ પદ્ધતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પરિસંવાદોના શીઘ્ર આમંત્રણને નકારી ન શકાય પરંતુ પ્રકાશન સમયે શીઘ્રતાનો આગ્રહ છોડી વિષયને ન્યાય આપવો આવશ્યક છે.
(ર)
સંદર્ભગ્રંથોનો અભ્યાસ કરવો અને પોતાના સિદ્ધાંતના સમર્થન માટે તેમાંથી અવતરણો નોંધવાં એ સંશોધનની પ્રક્રિયાનો ભાગ જરૂર છે, પણ તે જ મુખ્ય ધ્યેય બની ન જાય તેની કાળજી અનિવાર્યપણે રાખવી જોઈએ. (જો કે લેખક તેમના લેખોને સંશોધનલેખો હોવાનો દાવો કરતા નથી. પુસ્તકના મુખપૃષ્ઠ પર અભ્યાસલેખો હોવાની સ્પષ્ટતા કરે છે.) સંદર્ભગ્રંથોની લાંબી સૂચિ આપવા પાછળ વાચકોને અભિભૂત કરવાનો લેખકનો આશય હોય એમ લાગતું નથી.
(૩) સંદર્ભસૂચિ, સંદર્ભગ્રંથો અને પાદટીપની ત્રિરૂપ વિવિધતાથી દૂર રહી એકરૂપતાનો આગ્રહ લેખકે રાખવો જોઈતો હતો. Ibid કે op.cit. જેવી યુક્તિઓનો પ્રયોગ ન કરી આખીને આખી માહિતીનું પુનરાવર્તન (પૃ. ૮૧, નોંધ૬, ૭) અને કેટલીક અધૂરી માહિતીની વિસંગતતા નિરાશાજનક છે. કેટલાક સંદર્ભહીન લેખો સમાચારપત્રના વાંચનથી વિશેષ આનંદદાયક નથી બની શક્યા. સંદર્ભનોંધોમાં દરેક સ્થળે ડૉ., શ્રી, શ્રીમતી, પ્રા., પ્રો., સ્વ., આચાર્ય, પં., મ.મ. જેવી ઉપાધિઓ દર્શાવવામાં બિનજરૂરી ચીવટ દાખવી છે.
(૪) નાટકોના નામાભિધાનના ટૂંકા સ્વરૂપના પ્રયોગમાં એકરૂપતા જળવાઈ નથી (પૃ. ૭૯-૮૧). આવા સમયે M. Srimannarayana Murtiના 'Methodology In Indological Research' (Pub : Bharatiya Vidya Prakashan, Delhi, 1991) જેવાં પુસ્તકોની આવશ્યકતા અને યથાર્થતાનો અનુભવ થાય છે.
For Private and Personal Use Only
(૫) નામ કરણનો (પૃ. ૨), સ્પષ્ટતા ની (પૃ. ૫), નિઘંટ્ (પૃ. ૬૮), ગવરાવતો (પૃ. ૩૧), બનાવરાવેલા (પૃ. ૯૧), બનાવરાવ્યો (પૃ. ૯૮) (જોડણીકોશમાં ‘ર’ અને ‘ડ’નો વિકલ્પ છે. આ પ્રકારના પ્રયોગ સામાન્ય બોલીમાં ભલે થતા હોય પણ પુસ્તકમાં ઉપહાસને પાત્ર બને છે.) જેવા ગુજરાતીના અને વાલ્મીò મવઃ (પૃ. ૧૨), જ્ઞાનનુર્વિદ્યા મં (પૃ. ૨૪), હું માતુ: સરૂ મન (પૃ. ૩૨, એક અક્ષર ઓછો), રાન્તાવન્ય પશ્ય (પૃ. ૪૭),કૃતિ (પૃ. ૫૦), મેઽસ્તુ (પૃ. ૧૦૮, અષ્ટદલપદ્મબંધની આકૃતિ) જેવા સંસ્કૃતના અઢળક મુદ્રણદોષો પાને પાને વ્યાપેલા છે. નો, ની, નુ, ના જેવા સંબંધસૂચક પ્રત્યયોનો ખોટો ઉપયોગ, અલ્પવિરામ અને પૂર્ણવિરામ આપવાની બેકાળજી અને એક જ શબ્દની જોડણીની વિવિધતા ખેદ ઉપાવે છે.