________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
ભાસર્વજ્ઞ કહે છે કે આ યોગ્ય નથી. અહીં અનુભવનો વિરોધ આવે છે. કોઈ પટમાં પાંચ રંગ હોય તેમાં આપણને પાંચેય રંગોનું જ્ઞાન થતું નથી, પરન્તુ ચિત્રરૂપનું જ જ્ઞાન થાય છે. વળી એક જ થાંભલામાં લાખ પરમાણુ હોય તો જ્ઞાન પણ લાખ્ખો થાય પરન્તુ આપણને તો એક જ જ્ઞાન થાય છે થાંભલાનું.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર આકાર જેમણે જાણ્યા નથી એવી સ્થિતિ હોવાથી જ્ઞાનને પોતાને ખબર નથી. જુદા જુદા આકારો તેમાં પડેલા છે. તો પછી અનેક પરમાણુઓમાં સ્થૂલાદિ આકારનું જ્ઞાન ક્યાંથી થાય ? અવયવીનું જ્ઞાન તમારા સિદ્ધાન્ત પ્રમાણે થશે નહિ અર્થાત્ દરેક જ્ઞાનનો એક એક આકાર હાય છે તે જ્ઞાનો પરસ્પરનાં જ્ઞાનોને જાણતાં નથી. જેમ કે ઘટજ્ઞાનનું સન્તાન પટજ્ઞાનના સન્તાનને જાણતું નથી.
નિરંજન પી. પટેલ
ભાસર્વજ્ઞ બૌદ્ધોને પ્રશ્ન કરે છે કે તમે આકારભેદે જ્ઞાનભેદ માનો છો, પરન્તુ પરમાણુઓ સ્થૂળરૂપે જ દેખાય છે, તે કેવી રીતે કહી શકાય ? તમે સાબિત કરી આપો.
બૌદ્ધો પ્રત્યુત્તરમાં કહે છે કે બુદ્ધિમાં જ આકાર ધારણ થાય છે. બાહ્ય અર્થ (પદાર્થ) હોતો નથી. વિજ્ઞાનવાદી બૌદ્ધો વસ્તુ-પદાર્થ જ્ઞાનમાં જ રહે, તેનું બાહ્ય અસ્તિત્વ હોતું નથી એમ માને છે.
ભાસર્વજ્ઞ તેનો પરિહાર કરતાં કહે છે કે એક જ બુદ્ધિ અનેક આકારોના જ્ઞાનને કેવી રીતે દેખાડે ? તમે અભિન્ન સ્વરૂપવાળા જ્ઞાનમાં ચિત્રરૂપ માનો છો એટલે કે એક આકાર(સ્વરૂપ)વાળું જ્ઞાન હોય તેનું ચિત્રરૂપ માનો તો પછી અવયવીએ શો અપરાધ કર્યો, જેનું તમે ખંડન કરો છો.'
બૌદ્ધો કહે છે કે એક જ સ્વરૂપવાળા જ્ઞાનની ચિત્રાકારતા અમે ઇચ્છતા નથી. પ્રત્યેક જ્ઞાનમાં જુદા જુદા આકારવાળાં જ્ઞાન થાય એ બધાં જ્ઞાન એક સાથે ઉત્પન્ન થાય તેવાં અનેક વિજ્ઞાનને અમે ચિત્ર કહીએ છીએ.૦
I
ભાસર્વજ્ઞ આ મતનું નિરસન કરતાં કહે છે- આ યોગ્ય નથી કારણ કે, પ્રત્યેક જ્ઞાન પોતાનો જ અનુભવ કરે, એક જ્ઞાન બીજા જ્ઞાનના આકારને અનુભવી શકે નહિ. દા.ત. લાલ આકારવાળું જ્ઞાન, લીલા આકારવાળું જ્ઞાન પોતપોતાનું જ્ઞાન કહે, ચિત્રરૂપ છે એવું ન કહે. જો તમે ચિત્રરૂપને માનો તો અવયવીનો પણ સ્વીકાર કરવો પડે કારણ કે અવયવીને માન્યા સિવાય ચિત્રરૂપને સમજાવી શકાય નહિ અર્થાત્ એક જ્ઞાન બીજા આકારના જ્ઞાનનો અનુભવ કરી શકે નહિ. એક સાથે અનેક જ્ઞાન ઉત્પન્ન થાય તે ચિત્ર એમ માનો તો પણ ચિત્રરૂપ સમજાવી શકાય નહિ કારણ કે દરેક જ્ઞાન પોતાના જ્ઞાનને કહે, ઘટજ્ઞાનનું સન્તાન. પટજ્ઞાનનું સન્તાન એકબીજાને અનુભવી શકે
નહિ.
બૌદ્ધો કહે છે કે એક જ સન્તાનમાં ઉત્પન્ન થતાં એવાં બે જ્ઞાનો કલ્પનાને ઉત્પન્ન કરે, જેમાં ચિત્રાકારનો નિશ્ચય થાય એમ માનો તો શો વાંધો ?
૧૭.
મેવ સ્તમ્માવિજ્ઞાનમનુમૂયતે ન પ્રતિપરમાણુમિત્રાન્યપરસંછ્યાતાનિ જ્ઞાનાનીતિ । ન્યા. ભૂ., પૃ. ૧૧૪
૧૮.
વિજ્ઞાનવાદી બૌદ્ધો બાહ્ય પદાર્થનો અભાવ માને છે. માત્ર વિજ્ઞાનનું જ અસ્તિત્વ સ્વીકારે છે. બાહ્ય થાંભલા જેવા પદાર્થને પરમાણુઓથી ભિન્ન કે અભિન્ન એ બેમાંથી કોઇ પણ રીતે સમજાવી શકાય નહિ. અંદરનું વિજ્ઞાન જ ઘટ પટાદિના આકારો ધારણ કરીને ઘટાદિનું જ્ઞાન કરાવે છે. વિજ્ઞાનમાં જ ઘટજ્ઞાન પટજ્ઞાન એવા ભેદો થાય છે. પ્રમાણવાર્તિક, ૨-૨૨૦, પ્રત્યક્ષપરિચ્છેદ
П
૧૯. યુદ્ધિપ્લેના સતા વયં ચિત્રાવારા મવેત્ । ગમિત્રાત્મનશ્ચિત્વાત્યુપામે
સત્ત્વવવિના હ્રોઽપરાયઃ વૃતો, યેનાસૌ સર્વજો પ્રસિદ્ધોઽપિ નિષિતે । ન્યા. ભૂ., પૃ. ૧૧૫ ૨૦. પ્રમાણવાર્તિક, ૨-૨૧૦, પ્રત્યક્ષપરિચ્છેદ
For Private and Personal Use Only