________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનસુખ કે. મોલિયા
योऽस्मभ्यं सम्प्रतिश्रुत्य कन्यारत्नं विगद्य नः । Tષર્મિ સત્રા િશ્નદ્ માતરમન્વિત | ભાગવત. ૧૦.૫૭.૪
સત્રાજિતની હત્યા અને મણિની ચોરી કરાવતી વખતે અક્રૂરે શતધન્વાને વચન આપ્યું હતું કે શ્રીકૃષ્ણ સાથેના વિગ્રહ વખતે તે મદદ કરશે. પરંતુ જ્યારે શતધન્વાએ મદદની માગણી કરી ત્યારે અક્રૂર કે કૃતવર્મા કોઈ મદદે આવ્યા નહિ. ઊલટાનું બન્ને જણા શ્રીકૃષ્ણના મહિમાનું ગાન કરવા લાગ્યા, જે તે બન્નેના આ કથાનકના વ્યવહાર સાથે જરાય સુસંગત નથી. કૃતવર્માએ શતધન્વાને કહ્યું, “ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામનો સામનો કરવા હું શક્તિમાન નથી. તેમની સાથે વેર બાંધનાર કોણ સુખે સૂઈ શકે ? તેમની સાથેના દ્વેષથી કંસ પોતાના અનુયાયીઓ સાથે માર્યો ગયો હતો અને જરાસંધ સત્તર વખત તેમનાથી હારીને રથ વગરનો બનીને પાછો ફર્યો હતો.” અક્રૂર પણ અનન્ત, અનાદિ, આત્મસ્વરૂપ અને અદ્ભુત કર્મો કરનાર ભગવાનના ગુણોનું સંકીર્તન કરે છે અને શતધન્વાને મદદ કરતો નથી. તે વિશ્વના સર્જન, રક્ષણ અને સંહાર કરવાનું ઈશ્વરનું ત્રિવિધ કમે, માયા, ગોવર્ધનધારણ વગેરે લીલાઓ ઈત્યાદિ અલૌકિક કર્મોને યાદ કરીને તેમને નમસ્કાર કરે છે.
य इदं लीलया विश्वं सृजत्यवति हन्ति च । चेष्टां विश्वसृजो यस्य न विदुर्मोहिताजया ।। यः सप्तहायनः शैलमुत्पाट्यैकेन पाणिना । दधार लीलया बाल उच्छिलीन्ध्रमिवार्भकः ।। नमस्तस्मै भगवते कृष्णायाद्भुतकर्मणे । મનન્તાયાદ્વિમૂતાય ફૂટસ્થાયામને નમ: || ભાગવત. ૧૦.૫૭.૧૫-૧૭
શતધન્વા દ્વારકા છોડીને મિથિલા તરફ નાસી જાય છે ત્યારે અક્રૂર જ મણિને સંતાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. શતધન્યાના મૃત્યુ પછી તે દ્વારકા છોડીને જતો રહે છે અને મણિના પ્રતાપે પ્રાપ્ત થતી સંપત્તિથી પુષ્કળ યજ્ઞો કરીને સુરક્ષાનું કવચ ઊભું કરે છે. કથાનકના અંતે શ્રીકૃષ્ણ તેને ખૂબ સમજાવે છે ત્યારે માંડ માંડ તે મણિને જાહેર કરે છે.
અકૂરના પાત્રની આ બધી લાક્ષણિક્તાઓમાં તેનું લાલચુ, ધૂર્ત, વિશ્વાસઘાતક, કાયર, સ્વાર્થી અને કૃષ્ણદ્રોહી વ્યક્તિત્વ છતું થાય છે. તેના મુખમાં મૂકવામાં આવેલા શ્રીકૃષ્ણ મહિમાના ઉપર્યુક્ત શબ્દો કૃત્રિમ બની રહે છે. આ શબ્દો અફૂરના નહિ પરંતુ ભાગવતકારના પોતાના છે, કારણ કે સમગ્ર વૃત્તાંત દરમ્યાન અક્રૂર જે પ્રકારે વર્તન કરે છે તેની સાથે તેઓ ક્યાંય પણ સુસંગત નથી. વિશ્વના સૃષ્ટિ, રક્ષણ અને સંહાર કરનાર પરબ્રહ્મ શ્રીકૃષ્ણના સાચા સ્વરૂપને ઓળખવા છતાં તેમના પર અતિશય હીન કક્ષાનો આરોપ મૂકવામાં અફૂરની કોઈ અગમ્ય લીલા છે એવો બચાવ કરી શકાય તેમ નથી. પોતાના આરાધ્ય દેવને કલંકિત કરવામાં તેનો કોઈ સહેતુ શોધી કાઢવો અશક્ય છે. શ્રીકૃષ્ણને થયેલી સત્યભામાની પ્રાપ્તિને સહન નહિ કરીને તેઓ આજીવન લોકનિંદાના શિકાર બને તેવું પડ્ય– ઘડવામાં તેનું કયું ભક્તકર્મ હોઈ શકે ? આમ, અમન્તકોપાખ્યાનમાં અક્રૂરના પાત્રની અસલિયત તેના અનાવૃત્ત સ્વરૂપમાં પ્રગટ થઈ ગઈ છે. ભાગવતકારે તેનું વ્યક્તિત્વ બેવડા પ્રકારે એટલા માટે નિરૂપ્યું છે કે એક તરફ તેઓ એક્રરને પરમ ભાગવત માને છે, તો બીજી તરફ આ ઉપાખ્યાનના મૂળમાં ધરબાયેલા પ્રાચીનતમ
૯.
ભાગવતપુરાણ, ૧૦.૫૭.૧૨-૧૩
For Private and Personal Use Only