________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
જયંત ઉમરેઠિયા
અદ્ભુત રસ લે ચાખી મનવા ! અદભુત રસ લે ચાખી.
વ્રજ શી છાતી રાખી, મનવા ! અદ્ભુત રસ લે ચાખી -જેવી કાવ્યપંક્તિઓમાં કવિ મનુષ્યને ઉપદેશાત્મક વાણીમાં સજાગ થવાની સલાહ આપે છે. બદલાયેલા સમયની તાસીરને “વર્તમાનકાળ'' કાવ્યમાં કવિ આ રીતે નિરૂપે છે.
આ યુગલક્ષણ એવું કેવું માનસ અવળું થાય ! આદર્શો ભુલાય ! ... આ યુગલક્ષણ કામી તે પ્રેમી લેખાતા ! શૂર-રૂપ શઠ હા ! પૂજાતા વિકારપોષક વચનો જેનાં .
વક્તા શા વખણાય ! --- આ યુગલક્ષણ “હૃદય-નિર્ઝરણ”નાં “સમગ્ર” કાવ્યોમાં જોવા મળતું કવિનું દર્શન, છંદ, પ્રાસ, સંગીત વગેરે કાવ્યોની જમા બાજુઓ છે. અહીં વૃક્ષ, પક્ષી, નદી, તારા, આકાશથી માંડીને જન્મ, સમય, જગત, મૃત્યુ આદિ કાવ્યોનો વિષય બન્યાં છે અને પ્રકૃતિકાવ્યોમાં તો કવિની પ્રતિભા હોરી ઉઠે છે, એટલે જ પ્રકૃતિ સાથે તાદાભ્ય સાધતું કવિમન વારંવાર દષ્ટિગોચર થાય છે.
હળવે રહી પછી છેડલે આંસુ પ્રિયાના લૂછજે,
મુજ નામથી હળવે રહી સહુ ખબરઅંતર પૂછજે. કેટલીક પંક્તિઓ સુવિચારરૂપે સંઘરી રાખવા જેવી છે. દા.ત.
અર્થ વિના જે જે ઓપતી અર્થ વિનાની આપ
મૈત્રી જે એવી બની હરશે દિલનો તાગ દડદડ, ભડભડ, ટપટપ જેવા રવાનુકારી શબ્દો અને ટમટમ ટપકે, મઠમ ઠમકે જેવી પંક્તિઓમાં વર્ણાનુપ્રાસનો ઉપયોગ એ કાવ્યોને તાજગી બક્ષે છે.
કવિશ્રી જોશીપુરાનાં “સમગ્ર” કાવ્યો એક જ ગ્રંથરૂપે ઉપલબ્ધ થાય છે એ દષ્ટિએ હરકોઈ અભ્યાસ માટે આ પુસ્તકનું મહત્ત્વ વધી જાય છે. “હૃદય-નિર્ઝરણ'નાં કાવ્યોમાંથી પસાર થતાં ભાવક મન હરખાઈ ઉઠશે ! કવિકર્મ અહીં લેખે લાગ્યું છે. સંપાદક ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા તેમજ કડકિયા ટ્રસ્ટને આવું મૂલ્યવાન ભાથું ઉપલબ્ધ કરી આપવા બદલ અભિનંદન. પ્રાચ્યવિદ્યામંદિર,
જયંત ઉમરેઠિયા મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
For Private and Personal Use Only