Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal
Catalog link: https://jainqq.org/explore/032183/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજી રચિત પુષ્પમાળાનું પરિચર્યન શ્રી ભાવપ્રભાશ્રીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજી રચિત પુષ્પમાળાનું પરિચર્યના શ્રી ભાવપ્રભાશ્રીજી શ્રી સુબોધક પુસ્તકશાળા લોકા પરી, ખંભાત - ૩૮૮ ૬૨૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ Pushpamala nu Paricharyan - Shri Bhavprabhashriji પ્રકાશક - પ્રાપ્તિસ્થાન: શ્રી પરમ કૃપાળુ દેવ સંસ્થાપિત શ્રી સુબોધક પુસ્તકશાળા લોંકા પરી, ખંભાત - ૩૮૮ ૬૨૦ પ્રથમ આવૃત્તિ : સંવત્ ૨૦૫૫ : ૧૦૦૦ પ્રત Cost Price : Rs. 60/: Rs. 304. Sale Price ટાઈપ સેટીંગ મુદ્રક : DESCOM : શૈલી કોમ્યુનિકેશન ભાવનગર ફોનઃ (૦૨૭૮) ૪૭ ૧૦ ૮૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળાનું પરિચર્ચના મા જે છે તું મારો જ મળ૦ છે - a YM મ તાર વિજે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળાના પદાર્થ અનુચર - સેવક શૌચતા - પવિત્રતા અધિરાજ - શેઠ કહ્યાગરા - આજ્ઞાંકિત આજીવિકા - ભરણપોષણ પ્રતિભાવવાળું - વિપરીત ઉત્તેજન - પ્રેરણા, સહકાર નિરૂપાધિમય - શાંતિવાળુ (જીવન). પ્રહર - ત્રણ ક્લાક ઉપાધિમય - ખટપટવાળું (જીવન) વિદ્યાસંપત્તિ - વિદ્યારૂપી લક્ષ્મી મર્યાદાલોપન - લાજશરમ છોડવી દોરંગી - ચંચળ,બેરંગવાળું ઉજ્જવાળી - નિર્મળ કરી દુર્ધટ - દુઃખે કરીને - પ્રજ્ઞા - બુદ્ધિ કષ્ટ કરીને બનનાર દીનજનપત્ની - ગરીબની સ્ત્રી ભક્તિપરાયણ - ભક્તિમાં તત્પર પ્રશસ્તમોહ - ગુણનો રાગ અત્યંતર મોહિની - વાસના અને રાગદ્વેષ નિહાર મળત્યાગ પ્રભાત - સૂર્યોદય થતાં ક્ષણ - સમય પહેલાંનો સમય મિતાહારી - પ્રમાણસર જન્મનાર ક્રમાનુક્રમ - એક પછી એક આવે મનન - વિચાર એવી સંકલના Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન આ પુષ્પમાળામાં પરમાત્માએ ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને મોક્ષની વિધિને પ્રકાશી છે. એ એની પ્રભુતાની પ્રતિભા ઝળકે છે. પુષ્પમાળાનું એક એક વચન મોહનીયને ટાળવાની સમર્થતા ધરાવે છે. ઉપયોગપૂર્વક અભ્યાસ કરતાં જરૂર મોહની મંદતાનો લાભ આપણે પામી શકીએ એવી નિઃશંક શ્રદ્ધા જન્માવે છે. પુષ્પમાળા’ રાયથી માંડી રંક સુધીના અને આબાલવૃદ્ધ સર્વ મનુષ્યમાત્રને માટે, અરે ! ધર્માચાર્યને, પરભવ શ્રેયસ્કર ધર્મનીતિ નિઃસ્વાર્થપણે ઉપદેશી છે. એ આપણા હૃદયમાં જગદ્ગુરુ તરીકેની ઝાંખી કરાવે જ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આ પુષ્પમાળા ગુલાબથી અધિક સુગંધી આપનાર ગુણસૌરભથી ભરેલી છે.. એની શૈલી અપૂર્વ છે. સૂત્રાત્મક એના વચનો છે, જેમાં આગમના સાર આવી જાય છે. પ્રથમ ત્યાગીથી લઈને દરેક ભૂમિકાના મનુષ્યની પાસે આ પરમપુરુષ આત્મીયતાથી ઊભા રહીને સમજાવતા હોય તેવી રોચક ને જાગૃતિપ્રેરક શૈલી છે. સરળ, સાદી ભાષાની મધુરતા, મુખાકૃતિની સૌમ્યતા, જ્ઞાનની ગંભીરતા, અંતરાત્માની નિર્દોષતા, જતાં મન હરી લે એવી મહાલ્યવાન છે. જો આપણને અવગાહતાં આવડે તો આ પુષ્પમાળામાં છ પદની સિદ્ધિનો માર્મિક ખુલાસો પણ સમાવેશ પામે છે. આ માળામાં આજની સવાર-બપોર-સાંજની ચર્યાની ગૂંથણી કરી છે. વળી, જીવનનાં દરેક પાસાં કે જીવનની જરૂરિયાતો જેવી કે આહાર, ઊંઘ, આરામ ને આનંદનીયતા વિષે નવાં કર્મ ન બંધાય તેવી દિવ્ય દૃષ્ટિ આપી છે. એ આપણને Page #8 -------------------------------------------------------------------------- ________________ મન, વચન, કાયાના ત્રણ દંડથી કેમ નિવર્તવું તે શીખવે છે. તેમ જ આત્માના કલ્યાણનું, સુખનું પરમ સાધન સત્સંગની પ્રેરણા આપે છે. પ્રભુની વૈરાગ્યમય ભક્તિ, પુનર્જન્મનો વિશ્વાસ, નીતિ, સદાચરણ, નિર્વેરતા, ક્ષમા, સંતોષ, નિરભિમાનતા, દયા, ઇન્દ્રિયદમન, પરોપકાર, શીલ, સત્ય, વિવેક એ આદિ આત્મહિતૈષી વિષયોની સુદઢતા કરાવે છે. એટલા માટે ચાલો, આપણે એને લક્ષપૂર્વક મનન કરીએ. “દસ વર્ષે રે ધારા ઉલ્લાસી....” એ જ્ઞાનધારા પ્રવાહિત થઈ – શબ્દ દ્વારા. તેમાં નિમજ્જન કરીએ. , આ માળામાં પરમાત્માએ આજના જ દિવસનું કર્તવ્ય બતાવી, તેમાં જ આખા જીવનનું કર્તવ્ય બતાવી દેવાની ખૂબી કરી છે. આ માળાનાં વચનોના વિચાર અર્થે, પરિચર્યન અર્થે શ્રી વચનામૃત' ગ્રંથનો આધાર લીધો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માએ બાલ્યવયમાં જે પ્રૌઢવિચારણા અને સૂક્ષ્મબોધ આપ્યો છે તેવો જ અવિરોધપણે સૂક્ષ્મબોધ, વિસ્તારથી મુમુક્ષુભાઇઓના પત્રોનું સમાધાન કરતાં પ્રરુપ્યો છે. શ્રી વચનામૃતજી ગ્રંથનાં આદિ, મધ્ય, અંતનાં કેટલાંક વાક્યોમાં તથા ભાવોમાં કેટલીક સામ્યતા દેખાય છે. તેમાં ઊંડા ઊતરતાં આશ્ચર્યમગ્ન થવાય છે કે અહો ! જન્મજ્ઞાની ! નાની વયમાં પુષ્પમાળામાં ટૂંકાં વાક્યોમાં શ્રુતસાગર કેટલો વિસ્તારથી સમાવ્યો છે ! આ પ્રભુના ઘરની પ્રસાદી, તેના અભ્યાસીને માટે, આત્મોન્નતિનાં ચાહક આપણને શીઘ્ર પ્રશસ્ત ક્રમમાં દોરનાર થાઓ, યોજનાર થાઓ, એમ પરમાત્મા પ્રત્યે વિનવું છું. વિ.સં. ૨૦૫૫ શ્રી સ્તંભતીર્થ, શ્રી સુબોધક પુસ્તકશાળા નોંધ : આ પુસ્તકમાં અવતરણ ચિહ્નમાં મૂકેલાં વચનો શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતજી ગ્રંથમાંનાં છે. . Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સવામી શ્રીમદ્ શ્રી રાજચંદ્રદેવને નમોનમઃ મંગલદાયિની શ્રી જિનવાણીને નમસ્કાર સહ ત્રિકરણયોગે શિરસાવધ હો! “જ્ઞાન, દર્શન,ચારિત્ર, તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય (ભાવાચાર્ય) ભગવાનને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રત, શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન (શ્રુત રસિયા), શંકાશલ્ય દૂર કરનાર, અભિપ્રાયની ભ્રાંતિને હરનાર શ્રુતદાયકને અંતરના બહુમાનથી નમસ્કાર હો ! નમસ્કાર કરું છું !” “તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પરુષોને નમસ્કાર.” Page #11 -------------------------------------------------------------------------- ________________ અભ્યર્થના ૐ નમઃ શ્રી સત્ આવિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ બાળવાર, જ્ઞાનાવતાર પ્રભુ ઘણા જીવો અલખ સમાધિ પામે એવી કરુણા ભાવનાનું ચિંતન કરતાં – પૂર્વભવોથી ચિંતન કરતાં કરતાં આ ભરતક્ષેત્રમાં સૂર્યથી અધિક પ્રકાશમાન, પ્રગટ દેહધારી પરમાત્મારૂપે અવતર્યા છે. તે દિવ્યજ્ઞાનકિરણના તેજપ્રભાવથી જગતજીવોના મોહ-અંધકારને દૂર કરવા અને દુર્લભ માનવજીવનના મુખ્ય કર્તવ્યને (વ. ૬૭૦) સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે...”તે સમજાવવા, આત્માને પવિત્રતાનાં પુષ્પોથી, આત્મગુણને પ્રફુલ્લિત કરવા, નિર્મળ જ્ઞાનધારાના પ્રવાહથી દરેકને ભૂમિકા ધર્મનું ભાન કરાવી ઊર્ધ્વગતિના પરિણામી બનાવવા મંગળદાયક એવી એકસો આઠ સુગંધી વચનરૂપી પુષ્પની મોક્ષગામિની માળા દસમે વરસે મુમુક્ષુ કંઠમાં આરોપે છે. તે કરુણાની માલિની મારા હૃદય પર શોભી રહો એજ હેનાથ! આપની સવિશેષ દયાના અંકુરથી વિનંતી સફળ થાઓ એ આ બાળની આર્ત યાચના હો! Page #12 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળા, રાત્રિ વ્યતિક્રમી ગઇ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.' રહસ્યાર્થઃ અમે ભાવ નિદ્રાથી મુક્ત થયા ને તમે દ્રવ્ય નિદ્રાથી મુક્ત થયા. હવે અમે તમારી ભાવનિદ્રા, મોહનિદ્રા ટાળવા અહીં ભરતક્ષેત્રમાં અને આ પંચમકાળમાં સ્વયંભૂરમણ સમુદ્રથી અધિક કિલ્લોલવાળા દયાના તરંગોથી છલકતા આત્મપ્રદેશો વડે આ પુષ્પમાળાની કલમ ચલાવું છું. તમે આજના દિવસમાં ભાવનિદ્રા ટળવાનો હવે-આ યોગે પ્રયત્ન કરજો. | લક્ષ્યાર્થઃ નિદ્રાથી મુક્ત થયા પછી મોહનિદ્રામુક્ત પ્રભુનાં દર્શન કરતાં અને પોતાના મોહભાવને મૂકવાની રુચિ સહ પ્રયત્નશીલ થવું. જે જે દૃષ્ટિ પ્રભુ આપે છે, અનાદિની ભૂલથી જીવને પાછો વાળે છે, આ જીવના પરમ હિતેચ્છુ, સખા, બંધુ થઈ, આજના દિવસનું કર્તવ્ય સમજાવે છે, તે તે સઘળી પ્રેરણા, દિશાસૂચન-ચર્યાની દોરવણી લક્ષમાં રાખવી. તે દયામૂર્તિનાં શીતળ વચનોને શુક્લ હૃદયથી દાદ આપવી. નિશ્ચય – તે તે આચરવાના નિશ્ચયપૂર્વક વિચાર ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ કરીને પરિણતિ કરવી. આ સરળ અને સુગમ છે, સમજાય એવું છે, શક્ય છે, પ્રયત્નસાધ્ય છે, એવા વિશ્વાસથી વૃત્તિનું અનુસંધાન, “પુષ્પમાળા'માં કરવું. પુષ્પમાળાના દાતાપુરુષમાં વૃત્તિ જોડવી એ જ સર્વોત્કૃષ્ટ ઉપકારકારક અને કલ્યાણ સ્વરૂપ છે. એ રીતે આ પુષ્પમાળા એક જ બસ છે. વ્યતીત રાત્રિ અને ગઇ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. પુષ્પ ૨ થી ૬ સુધીનાં અમૃત વચનો પ્રતિક્રમણ કરાવે છે. આ પ્રતિક્રમણ રાઇસી દેવસી પાક્ષિક ચોમાસી અરે ! સંવત્સરી જ નહીં, પણ ગઈ જિંદગીઆખા ભવનું અંતરનિરીક્ષણ કરવા-દષ્ટિ ફેરવવા અદ્ભુત પ્રતિક્રમણની પ્રેરણા કરે છે. આ ઊંડી, ગહન પણ પોતા પ્રત્યે વળવાની, જીવનની શુદ્ધિની અનોખી રીત છે જે આવા સમર્થ પુરુષ જ આટલી નાની વયમાં બતાવી શકે છે. શુદ્ધ ભાવ વડે કરી પશ્ચાતાપ કરવાથી લેશ પાપ થતાં પરલોક ભય અને અનુકંપા છૂટે છે, આત્મા કોમળ થાય છે, ત્યાગવા યોગ્ય વસ્તુનો વિવેક આવતો ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઈત્યાદિ જે જે દોષ વિસ્મરણ થયા હોય તેનો પશ્ચાતાપ પણ થઈ શકે છે. આમ, એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે.” પ.કૃ. પ્રભુ ખંભાતવાસી મુમુક્ષુ ભાઈઓને ક્ષમાપના પત્ર પાઠવતા, વ્યતીત રાત્રિ અને ગઇ જિંદગી અરે ! ૯૦૦ ભવની જિંદગી પર જાણે ઊંડી દષ્ટિઅંતíનથી અવલોકન કરી રહ્યા છે. વ. ૧૨૮માં તે આપણને તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં લઈ જાય છે અને તે “ભવના બીજ તણો આત્યંતિક નાશ જો” એટલે સુધી, ભવના બીજ-રાગ દ્વેષનો નાશ કરાવનાર થાય એવી શૂરવીરતાનો પુરુષાર્થ પ્રેરે છે. સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિરકૃત કરો. “નિષ્ફળતા વિસ્તૃત કરો. જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે.” (વ.૪૭) Page #15 -------------------------------------------------------------------------- ________________ “કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લેવો અવશ્યનો છે. જેઓ માનવપણું સમજે છે, તેઓ સંસાર શોકને તરી જાય છે”. (શિ. પાઠ-૪) ભક્તોનું અંતર વેદન છેઃ “જન્મ કૃતારથ તેહનો રે, દિવસ સફળ પણ તાસ, જિનવર પૂજો . જગતશરણ જિનચરણને રે, વંદે ધરીય ઉલ્લાસ, જિનવર પૂજો.” ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઇ નહીં. ક્ષણ ક્ષણ જતાં, સુખનાં પ્રયત્ન કરતાં કરતાં અનંતકાળ ગયો, છતાં સુખની સિદ્ધિ થઈ નહી. અર્થાત્ હજુ સુધી ખરું સુખ મળ્યું નહીં. “કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યાં છે.” Page #16 -------------------------------------------------------------------------- ________________ સફળજન્ય એક્ટ બનાવ તારાથી જે ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. એટલે કે એકે ઉત્તમ નિયમ તારાથી સાધ્ય ન થયો હોય, તું કોઈ પણ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત ન રહ્યો હોય તો શરમાવું જોઇએ. અધટિત કૃત્યો થયાં હોય તો શરમાઇને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. અઘટિત કૃત્યો, જે માનવોને ન શોભે તેવાં, સૃષ્ટિક્રમ વિરુદ્ધ, જે દૈત્યો કરે એવાં જે જે કૃત્યો આ કાળમાં થઈ રહ્યાં છે, તે અઘટિત કૃત્યો ગણાય. માનવ માનવની હિંસા કરે તે ઘટિતનગણાય.મન-વચન-કાયાના યોગથી, ખરા ભાવથી તે ન કરવાની તું પ્રતિજ્ઞા લે. પ્રભુ પ્રતિજ્ઞા જ લેવડાવે છે કેમકે અઘટિત કૃત્ય કરનાર મનુષ્ય અવશ્ય નરકાદિ દુર્ગતિમાં જાય. ૧૫ - Page #17 -------------------------------------------------------------------------- ________________ જો તું સવતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડઃ (૧) ૧ પ્રહર - ભક્તિ કર્તવ્ય (૨) ૧ પ્રહર - ધર્મ કર્તવ્ય ૧ પ્રહર - આહાર પ્રયોજન (૪) ૧ પ્રહર - વિદ્યા પ્રયોજન (૫) ૨ પ્રહર - નિદ્રા (૬) ૨ પ્રહર - સંસાર પ્રયોજન ૮ પ્રહર. જો તું સ્વતંત્ર એટલે જેને કંઈ એવી બોજાવાળી જવાબદારી કે નોકરી ન હોય તેને સમયના જાણ પ્રભુ આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવી આપે છે. તે દિનચર્યા (ટાઈમ ટેબલ)નો ગેરઉપયોગ કરું નહીં. આ પ્રભુ પણ એકવીસમા વર્ષે પોતાની દિનચર્યા જણાવે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ “ધર્મકરણીનો થોડો વખત મળે છે, આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે છે, શાસ્ત્રપઠન અને અન્ય વાંચનનો થોડો વખત મળે છે, થોડો વખત લેખનક્રિયા રોકે છે, થોડો વખત આહાર-વિહાર-ક્રિયા રોકે છે, થોડો વખત શૌચક્રિયા રોકે છે, થોડો વખત મનોરાજ રોકે છે, છતાં છ કલાક વધી પડે છે.” (વ.૩૫) ધર્મ અને ભક્તિને કર્તવ્યમાં પ્રભુએ મૂક્યાં કેમ કે ગમે તેમ દુઃખ વેઠીને પણ તે કરવું જ જોઈએ, કારણ કે આપણું જીવન છે. માટે કર્યા વિના ન ચાલે તે કર્તવ્ય. જો ખાવાનો, પીવાનો, ઊંઘવા ઈત્યાદિનો વખત મળ્યો તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યક્તા, ને જે મનુષ્ય જન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં.” (પાનું-૭૮૪) આહાર, વિદ્યા અને સંસાર” એ ત્રણને પ્રયોજનમાં મૂક્યાં, કારણ કે તે આ ભવ પૂરતાં કામો છે. પરભવમાં તે કંઈ કામનાં નથી. નિદ્રા-કર્તવ્ય કે પ્રયોજન – એકેયમાં ન મૂકી – કેમ? તે જરૂરની નથી. માત્ર શરીરનો થાક ઉતારવા નિદ્રા લેવી. પ્રયોજન એટલે જરૂર કે છૂટ અર્થ કરીએ તો જ્ઞાની નિદ્રા લેવાની છૂટ કેમ આપે? કેમ કે તેને તો જીવની વેરણ જાણે છે. આત્માના ભાવ-પ્રાણનો નાશ કરી અચેતનતુલ્ય બનાવનારી છે. માટે જ્ઞાનીને માન્ય નથી. - ૧૭. Page #19 -------------------------------------------------------------------------- ________________ હવે ત્યાગીને પ્રથમ સ્મૃતિ આપે છે: - ૮ જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું રવરૂપ વિચારીને સંસારભણી દૃષ્ટિ કરજે. ત્યાગીને નિજ ધર્મમાં સચેત કરવા દસ વર્ષના ભગવાનના મુખથી અમૃત પ્રવહે છે. કેવો અદ્ભુત વૈરાગ્યસભર બોધ છે! નિર્વિકારી પુરુષનો બોધ છે! જો જીવ એક જ વૃત્તિથી આ વચનનું આરાધન કરે – અમૃતપાન કરે તો કદી મોહમાં ન લપટાય, પતિતભાવને ન પામે. આજના દિવસના કર્તવ્યની આઠમા પુષ્પથી સ્મૃતિ આપવા શરૂઆત કરે છે. તેમાં પ્રથમ ત્યાગીઓને નિજ ધર્મની સ્મૃતિ આપવી યોગ્ય ગણે છે. આ કાળમાં આવશ્યક લાગે છે. કેમ કે આ એક જ “અનપવાદ વ્રત છે.” (વ.૫૦૩) તેના પાલનમાં શિથિલતા ન ચાલે. અજાગૃત રહેવાય તો દયા, વૈરાગ્ય, સત્ય, અપરિગ્રહ વગેરે મહાવ્રત અવરાઈ જાય કે દોષ લાગે. (હા.નોં.૧/૧૯) “અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે, એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી તે જ પરમાત્મા છે.” Page #20 -------------------------------------------------------------------------- ________________ જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે :(૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી? (૩) તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે? નવમા વાક્યનાં ચાર પેટા વાક્યોના પ્રશ્નોમાં નાસ્તિકને સચોટ દલીલથી ને ન્યાયની યુક્તિથી અનુભવપ્રમાણ દર્શાવી વિચાર કરતો કરી મૂકે છે. ચોથો પ્રશ્ન “ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે?” તેના જવાબમાં શિક્ષાપાઠ ૩માં દર્શાવે છે: “પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે.” તે દર્શાવે છે કે પુનર્જન્મ છે. ગતિ-આગતિ, પાપ-પુણ્ય છે. સાતમે વર્ષે જેને બ્રહ્મજ્ઞાન થયું છે. અંતરવૃત્તિનો જેને અનુભવ વર્તે છે તે પુરુષ તો આવતી કાલની વાત જાણી શકે છે. જગતજીવો જે સ્થિતિ સુખ-દુઃખ વગેરેને ભોગવે છે, તેની ઇચ્છા પ્રમાણે કેમ નથી મળતું તે સર્વ તેમના જ્ઞાનમાં ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ દ્રશ્ય છે એટલે સીધું જ પૂછે છે કે “તું” કહીને (૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? (૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી? ૧૭ જે તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્વની આશંકા હોય તો નીચે કહું છું? દસમા પુષ્પથી પંદર સુધી આસ્તિકને મૂળતત્ત્વમાં નિઃશંક થવા, ચૈતન્યત્વની પ્રતીતિ થવા ઉદ્ધોધન કરે છે. ધર્મનો મૂળ હેતુ ટૂંકમાં સ્પષ્ટ કરી લક્ષ દોરે છે. ૧૧ સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ – તું સર્વ પ્રાણીમાં સમાન દૃષ્ટિ રાખજે. કોઇનું દુઃખ, અહિત કે અસંતોષ ન થાય તે રસ્તે ચાલજે. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખજે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કિંવા કોઇ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. કોઇ પણ પ્રાણીની હિંસા કરીશ નહીં. ૧8 કિંવા સત્પરષો જે રસ્તે ચાલ્યા તે. “મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમ આકાંક્ષા છે. અને એ માટે મહાવીરના વચન પરમને પૂર્ણ વિશ્વાસ છે.”(વ.૪૦) “સપુરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ”. (વ.૩૭) જ્યાં ત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે અને તે તમને અત્યારે બોધી જઉં છું... અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે”. આ રસ્તે ચાલવાથી મૂળ તત્ત્વની આશંકા ટળી જશે.” S Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મૂળ તત્ત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે. મૂળતત્ત્વ – “ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ, એક તત્ત્વના મૂળમાં વ્યાપ્યા માનો તેહ’. મૂળતત્ત્વ-ચૈતન્યતત્ત્વ, જ્ઞાનીપુરુષોએ અનુભવ્યું છે, તેમાં ભેદ નથી, પણ દૃષ્ટિભેદ – સમજનારની દૃષ્ટિમાં - સમજણમાં ભેદ છે એટલે ભેદ ભાસે છે એવો આશય સમજી, પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે. “ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક ‘સત્’ જ છે. વાણીથી અકથ્ય હોવાથી, મૂંગાની શ્રેણીએ સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઇક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી.” (વ.૨૧૮) મહાપુરુષોનો આશય સમજી કે “બંધાયેલાને છોડવો. એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વમાન્ય છે.” (૧.૯૪) ૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧પ તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ. થાય તે ભક્તિ , તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. - સંસારમળ એટલે કષાય. તેનો નાશ તારા આત્મામાંથી થાય તેવી ભક્તિ, તેવો ધર્મ તું પાળજે, તેમાં કોઈ મતભેદની જરૂર નથી. ૧૬ ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિમરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. પરતંત્ર મનુષ્ય નિરાશ થઈ જાય. જોકે તેને ધર્મકર્તવ્ય કરવું ગમે છે ને ભાવના પણ છે, તથાપિ પરતંત્રતાને લીધે કરી શકતો નથી, તેને દયાળુ પ્રભુ આશ્વાસન આપે છે, ઉત્સાહ આપે છે. તું મનથી તો પરતંત્ર નથી ને? મન તો તારે સ્વાધીન છે. શરીરથી પરતંત્ર હો તો ભલે પણ બીજાં કામ કરતાં તું મનમાં ભગવસ્મરણ ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ કરી શકે છે. સવિચાર અને અનિત્યાદિ બાર ભાવનાનું ચિંતન કરી શકે છે. તું ઇચ્છે તો થોડે અંશે પણ થાય. એ રીતે આજનો દિવસ પરતંત્રતાથી નકામો ન જતાં રમણીય થાય એમ કરજે. ૧૭ આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. આ કાળમાં ભારેકર્મી જવો છે ને તેને સત્કૃત્ય કરવું ચતું નથી. આ ભવ અને પરભવ બગડે, એવાં દુષ્કૃત્યો, પાપનાં કાર્યો કરવાં ગમે છે. તેને આટલી જ શિક્ષા દીધી કે તે વેળા તું મરણને સંભાર, કે મારે હમણાં જ મૃત્યુ આવી રહ્યું છે. આવાં દુષ્કર્મ કરીને હું ક્યાં જઈશ? અને પાપનાં ફળ, નરકાદિ ગતિમાં હું એકલો જ ભોગવીશ. માટે હે જીવ! આ દુષ્કૃત્યથી પાછો વળ. મરણને યાદ કરે તો ભય પામે, પાપ કરતાં અટકે, સુધરે ને સુખી થાય. Page #26 -------------------------------------------------------------------------- ________________ ፂሪ તારા દુઃખ-સુખના બનાવોની નોંધ આજે કોઇને દુઃખ આપવા તત્પર થાય તો સંભારી જા. કોઇએ તને કડવું (કથન) વચન કહ્યું ત્યારે તને દુઃખ થયું હતું ? કોઇએ તારી સાથે માયા કપટની રમત કરી હોય, કોઇએ તારા પર આળ ચડાવ્યું હોય, કોઇએ તને ખોટું કહી છેતર્યો હોય, તારું ધન-દાગીના વગેરે કોઇ હરી ગયો હોય, તારું માનભંગ થયું હોય, તારી ખોટી ચાડી ખાઇ તને દૂભવ્યો હોય, તારી નિંદા કે અવર્ણવાદ બોલી તને કલેશ ઉપજાવ્યો હોય, તે બનાવોની નોંધ તેં તારા હૃદયમાં રાખી છે, તે યાદ કર. તને જેનાથી દુઃખ થયું, તેવું વર્તન બીજા પ્રત્યે કરીશ નહીં ને વિચારજે કે મારા જેટલું જ દુઃખ તેને થશે. “પરદુઃખ તે પોતાનું દુઃખ સમજવું.” ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૯ રાજા હો કે રંક હો - ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજે કે આ કાયાનાં પુદ્ગલ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાલનો, કસાઇનો અને વેશ્યાન એવો કણ તું ખાય છે. તો પછી? Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રજાનાં દુખ, અન્યાય, કર એને તપાસી જઇ આજે ઓછાં કર. તું પણ હે રાજા ! કાળને ઘેર આવેલો પરોણો છે. મનુષ્ય માત્રને સદાચારમાં નિયુક્ત કરવાની આ એક અપૂર્વ ચાવી છે. અદ્ભુત વિચાર ભૂમિકા છે, કે જે કાયાના મોહે તું પાપ કર્મ કરે છે, સદાચાર પાળતો નથી, તે કાયાને સૂવા માટે માત્ર સાડા ત્રણ હાથ ભૂમિ જ મળનાર છે. તે રાજા! તું ગમે તેટલા મોટા દેશનો માલિક હો, ભૂમિનો ધણી હો, પરંતુ છેવટે તો તે સાડા ત્રણ હાથ ભૂમિનો જ માલિક રહીશ. વળી હે રાજા ! તું કાળના ઘરનો મહેમાન છે માટે પ્રમાદ ન કર. પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ ઓછાં કર. “ભય, વાત્સલ્યથી રાજ્ય ચલાવવું.” * વકીલ હો તો એથી અડધા વિચારને મનન કરી જે. રાજાથી અડધા વિચારને મનન કરી જજે એટલે રાજાની જેમ તારે પ્રજાનું પાલન નથી કરવાનું પણ તું પણ રાજાની જેમ એવા પાપનો કણ ખાય છે. કારણ Page #29 -------------------------------------------------------------------------- ________________ તારી પાસે અધમમાં અધમ, નિર્વશ, ચંડાળ, વ્યભિચારી, કસાઈ અને વેશ્યાના કેસ-સલાહ લેવા એ બધાં જ આવે છે. તેને સલાહ આપવાની ફી તું લે છે તો પાપનો જ કણ ખાધો. એટલા માટે તેને ખોટી સલાહન આપતો, કોઈનો ખોટો પક્ષ લઈ અન્યાય ન આપતો. દુઃખ ન થાય તેનું ધ્યાન રાખજે. વળી તારે પણ, મરણ આવવાનું છે. શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રળવાનું કારણ આજે શોધીને કહેજે. પૂર્વના પુણ્યથી તને શ્રીમંતાઈ મળી હોય તો પૈસાનો કેવો ઉપયોગ તું કરે છે? ખોટો ઉપયોગ મોજશોખમાં કરે છે? કે દાનમાં કરે છે? કારણ કે “લક્ષ્મી ચંચળ છે અને લક્ષ્મી સમાન આત્માને ઠગવાવાળું બીજું કોઈ નથી. તો તું હવે જિનેન્દ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કર. પોતાના પુણ્યને અનુકૂળ ન્યાય માર્ગને પ્રાપ્ત થઈ, ધનનો સંતોષી થઈ, તીવ્ર રાગ છોડી, ન્યાયના પ્રામાણિક ભોગમાં અને દુઃખી, બુભુક્ષિત, દીન, અનાથના ઉપકાર નિમિત્તે દાનસન્માનમાં લગાડ તથા ધર્મને વધારવાવાળા ધર્મસ્થાનકોમાં, વિદ્યા આપવામાં વિતરાગ ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંત લખાવવામાં લગાડી ધનને સફળ કર. લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે.” (દ્વાદશ અનુપ્રેક્ષા) “ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું.” (વ.૪૮). “વિના ઉપયોગ દ્રવ્ય રળું નહીં.” (નીતિ ૩૩૧) ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ. શ્રાવક - શ્રી તીર્થંકરદેવના વચનનો આરાધક, તેની જ આજ્ઞાએ ચાલનાર પ્રભુના અહિંસા પરમો ધર્મના અનુયાયી, અનાજ અને પંદર કર્માદાની વ્યાપાર કરે નહીં કારણ તે બધા ધંધામાં અસંખ્ય જીવોની હિંસા થાય છે. તે હિંસાથી બહુ કર્મ બંધાય છે. તેનાં ફળ દારિદ્ર, રોગ, શોક, વિયોગ વગેરે પરિતાપ વેઠવા પડે છે એટલે તે દુઃખના કારણમાંથી બચાવે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ જે તું કસાઇ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. તને તારો જીવ કેટલો વહાલો છે! તને કોઈ લાકડીથી મારે તો તારા જીવને સુખ થાય? કોઈ તને હાનિ પહોંચાડે તો કેવું દુઃખ થાય? તને સુખ તો જોઈએ છે, ને બીજાને તો તું જાનથી મારે છે, તેમાં તને સુખ ક્યાંથી મળશે? કારણ કહેવત છે, ન્યાયની વાત છે: “કરે તેવું પામે. “વાવે તેવું લણે'. બીજાને સુખ આપ તો તને સુખ મળશે. જે તું સમજણો બાલક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. સમજણો બાળક આજે વિદ્યા ભણવાનું એક બાજુ મૂકીને ટી.વી., મેચ વગેરે જોવામાં ને રમત-ગમતમાં પડ્યો છે. પોતાના ભવિષ્ય જીવનની કંઈ ખબર Page #32 -------------------------------------------------------------------------- ________________ જ નથી. અરે ! વિદ્યા વિના હું મૂર્ખ રહીશ તો આજીવિકા કેમ ચાલશે? ટી.વી જોવાથી બાળમાનસમાં ખોટા સંસ્કાર પડે છે. તે સ્વચ્છંદી-સ્વતંત્ર વિચારનો, અભિમાની અને અક્કડ બનતો જાય છે. તેનામાં વિનય-વિવેક રહેતા નથી. વળી, એટલી તો સમજણ તેને આવી છે કે મારાં આ જન્મદાતા માતાપિતા છે, તેઓ મને પાળી-પોષીને મોટો કરે છે. તેમનો ઉપકાર ઘણો છે, માટે મારે તેમની આજ્ઞા માનવી જોઇએ. માટે કૃપાળુદેવ વિદ્યા અને આજ્ઞા ભણી દૃષ્ટિ કરાવે છે. તે જો લક્ષમાં રાખે તો સંસ્કારી બની શકે. જો તું યુવાન હોય તો ઉધમ અને બહાચર્ચ ભણી દૃષ્ટિ કર. યુવાનનું પ્રથમ શું કર્તવ્ય? તે સમજાવે છે કે તારે હમણાં તો ખરેખર ઉદ્યમ અને બ્રહ્મચર્ય ગુણ - આ જીવનની મૂળ મૂડી સાચવવાનું ધ્યાનમાં રાખવાનું છે. આ બે ઉમદાં રત્નો મેળવીશ તો તું આ ભવ અને પરભવમાં સુખી થઈશ. ધર્મ કમાવાનો ઉદ્યમ - પુરુષાર્થ પણ યુવાનીમાં જ થઈ શકે છે. કેટલાય મહાપુરુષો - બુદ્ધ ભગવાન વગેરે યુવાવયમાં જ ઘરબાર છોડીને ચાલી નીકળ્યા છે. યુવાની Page #33 -------------------------------------------------------------------------- ________________ દીવાની છે. તેમાં મોજ-શોખ વિશેષ પ્રિય હોય છે તેથી ધન કમાવાના પુરુષાર્થમાં આળસ કરે છે. એથી દીન, દુઃખી, દરિદ્રી અને પરાધીન રહે છે, યાચક બની જાય છે. આળસ હોય હજૂર, વધે ન કદી સુખનૂર; ભય પામી એ મૂર્તિથી, રહે પ્રભુ પણ દૂર. આળસ એ મોટો દુર્ગુણ છે. માટે “આળસને ઉત્તેજન આપું નહીં”. કોઈ કામ, હમણાં નહીં પછી કરીશ એવા વાયદા કરનાર આળસુ છે. “હિન્દુસ્તાનના લોકો એક વખત એક વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે, કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે. તેઓ તદન છોડી દેતા નથી, પણ ચાલુ જ રાખે છે. આંગ્લભૌમિઓ સંસાર સંબંધી અનેક કળા-કૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે એ વિચાર કરતાં આપણને તત્કાળ માલૂમ પડશે કે તેઓનો બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું. તેઓએ આગગાડી અને તાર વગેરે વિજ્ઞાની યંત્રોની શોધ ઉદ્યમથી જ કરી છે.” “આગગાડી અને વળી તાર એથી (ઉદ્યમથી) આવ્યાં રે, વળી વધી પડ્યા વ્યાપાર જન-મન ભાવ્યાં રે” ૩૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કરવી એટલે શું કરવું? નૉવેલ વગેરે શૃંગારના પુસ્તકો વાંચવાં નહીં, પિકચર જોવાં નહીં; ખોટી સોબત કરવી નહી. એથી ચિત્ત ચળે છે. એટલે મનશુદ્ધિ રહેતી નથી. તો પછી વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ કેમ રહે? “જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી મનુષ્ય નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઈન્દ્રિયો વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ સર્વસંસારની મોહિની રૂપ છે. એ મોહિની આડે તે ધર્મને સંભારવા દેતું નથી. મન અભ્યાસ કરીને જ જિતાય છે. તેનો મુખ્ય માર્ગ આ છે, કે તે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્ધાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં.” (શિક્ષા. ૬૮). જો અભ્યાસ વડે તું વિષયાસક્તિ ઓછી કરીશ તો તારી આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે.” (પુષ્પ ૮૫-૮૬) માટે આ ગુણ સર્વ ગુણમાં શિરોમણિ છે. જે મહાભાગ્યશાળીને તે ગુણ પ્રગટયો છે તેને દેવો અને ૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રો પણ નમસ્કાર કરે છે. અને મંત્રાદિ સિદ્ધિ પણ તેને સહેજે સાધ્ય થાય છે. મહાપુરુષોએ યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે એમ કહ્યું છે. જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. હવે તારા શરીર પર કરચલી પડી ગઇ. ઘડપણનાં બધાં ચિહ્નો દેખાવા જ લાગ્યાં છે. “એ વૃદ્ધાવસ્થા તો મૃત્યુ કી તરફદારી કરતી હૈ” તે તો તું જો. વૃદ્ધને મોત ભણી દષ્ટિ કેમ કરાવે છે? કારણ કે તેને હજુ જિજીવિષા ઘણી છે, કે હજુ કંઈ એમ હું મરવાનો નથી. હજું હું હરી-ફરીને બધું ખાઈ શકું છું એટલે સહેજે પાંચ વરસતો નીકળી જશે. ને હજુ મારે દીકરાના દીકરાનું કામ બાકી છે તે પણ કરીને જ જઇશ, માટે તમે એવી મરવાની અમંગળ વાતો કરશો નહીં. “મોતની પળ નિશ્ચય આપણે જાણી શક્તા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું” (શિ.પા.૪) ૩૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર - દોષ થયા હોય તેની ક્ષમા ચાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. સ્ત્રીએ પતિવ્રતા ધર્મનું પાલન કરવું એ તેને માટે હિતાવહ છે. તે ધર્મની સમજ માટે શ્રી સીતાજી, શ્રી દમયંતી વગેરે મહાસતીઓનાં ઉત્તમ લક્ષણો તથા ચરિત્રો જોજે. તે ઉચ્ચ કુળની સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવાં. ઉત્તમ સ્ત્રીઓ પતિ પર દાબ રાખે નહીં, કોઈ પુરુષ સાથે હસીને વાત કરે નહીં, ઉઘાડે શિરે બેસે નહીં, અમર્યાદાથી ચાલે નહીં. પતિને પરમેશ્વર માનવા, તેની પાસે નમ્રતા રાખી ભૂલ તરત સ્વીકારી લેવી. સમાન હક્ક નહીં માનવો. તેની આજ્ઞા પાળી, સેવા કરવી. 80 જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઇ આજના દિવસમાં પ્રવેશ કર. “પાપગ્રંથ ગૂંથું નહીં”, “વિરહગ્રંથ ગૂંથું નહીં”, “શાંત રસને નિંદુ નહીં”, “રૌદ્રાદિ રસનો ઉપયોગ કરું નહીં”. ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ અસંભવિત પ્રશંસા એ કાવ્યનું દૂષણ ગણાય. જે સકવિ છે, તે કદી જેનો સંભવ નથી એવી પ્રશંસા પોતાના વર્ણનમાં આપતો નથી, અને પોતાના કાવ્યમાં અયોગ્ય ઉપમા પણ આપતો નથી. આ મહાન બાળવયના કવિ ચકચૂડામણિસ્વરૂપ પુરુષે તેમના કાવ્યમાં કદી અસંભવિત પ્રશંસા કરી નથી (૧) સ્ત્રીનીતિ બોધક (૨) સુબોધશતક આદિઃ આ બે કાવ્ય ગ્રંથ નાની ઉમરમાં તેમણે બનાવેલા ૪૧ જો તું કુપણ હોય તો, – કુપણ તે ધર્મને પાત્ર થતો નથી, જ્ઞાનીની ધર્મશિક્ષા સ્વીકારી શકતો નથી માટે આટલું લખીને અપૂર્ણ રાખ્યું, કંઈ જ શિખામણ નદીધી. શ્રીમદ્દ યશોવિજયજી મ. આઠ દૃષ્ટિમાં ભવાભિનંદી જીવનાં લક્ષણમાં જણાવે છે: “લોભી કુપણ દયામણો જી, માયી મત્સરઠાણ, ભવાભિનંદી ભય ભર્યો જી, અફળ આરંભ અયાણ.” (કપિલા દાસીનું દષ્ટાંત) ૩૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ 88 જે તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણા કર. નેપોલિયન બોનાપાર્ટ એક વખત ફ્રાંસની ધરતીને ધ્રુજાવતો હતો. યુદ્ધમાં હારી જતાં એકાંત જંગલમાં સાઈબીરિયાની નિર્જન ટાપુની સેન્ટ હેલિના જેલમાં તેનું મૃત્યુ થયું. પાસે કોઈ ન હતું ત્યારે કેવી દીનતાની-નિરાશાપૂર્ણ તેની સ્થિતિ હતી! તે તું યાદ કરીને અમલનો અભિમાન મૂકી દે. “તજ રાજમદ હેવાન, નથી અમલ કોઇના બાપનો.” ભાગ્યજોગે તું રાંકમાંથી રાજા થયો, પણ એ અમલ કંઈ તારા બાપદાદાની મૂડી નથી – વારસો નથી. હમણાં પુણ્યનું પાંદડું ખસતાં ખુરશી ખેંચાઈ જશે, ને બીજી એક વાત જ્ઞાનીએ કીધેલી તને કહું કે રાજેશ્રી તે નર્કેશ્રી. માત્ર અમલથી તારી કંઈ મહત્તા નથી. E Page #39 -------------------------------------------------------------------------- ________________ 88 ગઇ કાલે કોઇ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. આવ ને ઉત્તેજન આપું નહીં”. ગઈ કાલના હિસાબ-કિતાબનું કામ, નામું કરવાનું કે કોઈના ત્યાંથી ઉઘરાણી લાવવાનું એવું કોઈ વ્યવહારિક કાર્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કર. પારમાર્થિક ધર્મસાધન કંઈ માળા, ભક્તિ સ્વાધ્યાય, દાન, નિયમનું કૃત્ય પૂર્ણ કરજે. કારણ કે કાલ કરીશ, કાલ કરીશ એમ પ્રમાદથી કામ ઘણું ભેગું થઈ જશે, ને પછી તને પૂરું કરતાં કંટાળો આવશે. માટે આજે પૂર્ણ કર. ૩૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪ આજે કોઇ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. “શક્તિ વગરનું કૃત્ય કરું નહીં.” “કૃત્યનું પરિણામ જોઉં”. આજે ધંધાસંબંધી કાર્યમાં કોઇની સાથે ભાગીદારીમાં જોડાવું હોય યા સ્વયં નવો વેપાર શરૂ કરવો હોય તો સંપત્તિ મારી કેટલી છે ? લાભ થશે કે હાનિ, નુકસાની ખમી શકીશ ? ‘કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાત્તાપયુક્ત હોય છે.” (વ.૨૩૨) માટે કાર્યની શરૂઆત કરતાં પ્રથમ વિચાર કરવો. વળી વિવેકથી સમય આજે કેવો છે તે વિચારજે. “મનુષ્યોનાં મન માયિક સંપત્તિની ઇચ્છાવાળા થઇ ગયાં છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેને પ્રિય છે.’” માટે વિચારીને વર્તજે. “જે કૃત્ય કરવામાં પરિણામે દુઃખ છે, તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો.” “માનાર્થે કોઇ કૃત્ય કરું નહીં.” “કીર્થે પુણ્ય કરવું નહીં.’ 66 ૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. મિથ્યાત્વ એ મોટું પાપ છે. પ્રવૃત્તિ માત્ર મિથ્યાત્વના ઉદયથી અજ્ઞાની જીવને થાય છે ને તેથી પાપબંધ થાય છે. (૧) “અયત્નાથી ચાલતાં પ્રાણીભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય.” (વ-૬૦) (૨) “જોતાં ઝેર છે.” જયાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રિયાપ્રિય ગમો-અણગમો અજ્ઞાનદશામાં થયા કરે છે તેથી આત્માનું ભાવમરણ થાય છે. તે હંમેશવિચારીને વર્તજ. એમાં રાચતો નહીં કેમ કે હવે એવાં ભાવમરણ કરવાં ન પડે. (૩) “માથે મરણ રહ્યું છે.” - પણ તને દેખાતું નથી. સંસારની જંજાળમાં ભૂલી જાય છે. પરંતુ મૃત્યુ કંઈ સંદેશો મોકલીને નહીં આવે. હવે મૃત્યુની સાથે મિત્રતા કોઈનેય નથી. મૃત્યુથી ભાગી છૂટવા માટે આકાશમાં કે દરિયામાં સંતાઈ જવાતું હોય એવું પણ નથી. તો ગમે ત્યારે મૃત્યુ આવવાનું નક્કી છે - નિશ્ચિત જ છે એ વાત સમજી, મનમાં ધારી, પ્રમાદ ન કરીશ. ૪૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. અઘોર કર્મ એટલે શું? કોઈ સજ્જન નિર્દોષ પુરુષ હોય, પણ રાજના કાયદાથી ચોરીનું આળ ચડયું હોય, તેને ફાંસીની સજા દેવી પડતી હોય તો સજા ન દેતાં રાજ છોડી દેજે અને રાજલોભથી બીજા રાજા પર ચડાઈ કરીને અઘોર કર્મ-લાખો જીવોની હિંસા ન કરતાં તે જતું કરજે. અથવા હિંસાના ધંધાની લોન દેવાની હોય તો પ્રધાન હો તો તે પદ ત્યાગી દેજે પણ અઘોર કર્મ તો કરીશ જ નહીં. Page #43 -------------------------------------------------------------------------- ________________ 89 ભાગ્યશાલી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ દુર્ભાગ્યશાલી હો તો અન્યનું બૂરું કરતાં રોકાઇ આજના દિવસમાં પ્રવેશ કરજે. કંઈ પૂર્વ શુભકરણીથી, ધનથી, કુટુંબથી, કે બીજા સંજોગોથી તારું ભાગ્ય ચડતું હોય, અવળાં પાસા નાખતાં પણ સવળું પડતું હોય, બધી તરફથી યશ-કીર્તિ આવી મળતાં હોય, મનની મુરાદ વગર મહેનતે પાર પડતી હોય, વિદ્યાસંપત્તિ સારી સંપાદન કરી શક્યો હોય તો તું આનંદમાં આવી જાય ભલે; પણ છકી ન જતાં તારા આનંદમાં બીજાને ખુશ કરજે. તેમાં તેઓ તરફથી તને હૃદયની સારી શુભેચ્છાઓ મળશે. એ પણ તારા ભાગ્યને ચડતું રાખવામાં શુભ નિમિત્ત છે માટે એકલપેટો થઈને એકલો જ ચડતા ભાગ્યનો આનંદ ના માણીશ, પણ બીજાને આનંદ કરાવજે. કેટલાક ભાગ્યશાળીઓ એવી ભાવનાવાળા નથી પણ હોતા. કારણ, સુખમાં જીવને બીજાનો વિચાર આવવો મુશ્કેલ છે. ૪૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવને કોઈ કાર્યમાં નિરાશા સાંપડી હોય, પૂર્વે અપયશમાં કર્મ બાંધ્યું હોય તેને લઇને દુર્ભાગ્યશાળી હોય તો અન્યનું બૂરું થાય એવો વિચાર પણ ન કરીશ. ઈર્ષા એ મોટો દુર્ગુણ છે. ઇર્ષાથી પુણ્યનો નાશ થાય તેથી તો વધુ દુઃખ ઉપાર્જન થાય. તારા કોઈ અંતરાય કર્મને લઈને તારું ઇચ્છિત સુખ તને ન મળે તો પોતાનો -બ્દોષ ગણી સહનશીલતા રાખજે એટલે અંતરાય કર્મનું બળ હળવું થશે. ૪૮ ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષદૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ધર્માચાર્યનું પદ જોખમવાળું છે, “એ જેવું એકેય જોખમવાળું પદ નથી” - તે પદમાં તો પોતાનું કર્તવ્ય-આચરણનું બરાબર પાલન ન થયું હોય તો દશવૈકાલિકમાં કહેલાં બાવન અનાચરણ ભણી કટાક્ષદષ્ટિ કરજે અથવા મતભેદમાં આવી જઈને જો બે આચાર્યો વિતંડાવાદ વધારે તો શ્રી મહાવીર પ્રભુના શાસનની હેલના થાય. માટે લોક – અહિતપ્રણિત કરવું નહીં, “અસત્ય ઉપદેશ આપવો નહીં.” ધ્યાન અને સ્વાધ્યાય એ મુખ્ય કર્તવ્યમાં પરાયણ રહેવું; અસંગતા ને ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ અપ્રતિબદ્ધતાથી વિચરવું; નિસ્પૃહપણે જગતહિત કરવું; સન્માર્ગ બતાવવો. “તત્ત્વધર્મસર્વજ્ઞતા વડે પ્રણિત કરવો”. “સમ્યફ પ્રકારે વિશ્વભણી દષ્ટિ કરવી.” “નિસ્વાર્થપણે વિહાર કરવો”. “આત્માની જ માત્ર ધર્મકરણી સાચવું.” માટે બન્ને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યફદષ્ટિથી જ જુએ છે અને જેમ તત્ત્વપ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે.” (વ.૭૫૭) મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગ સન્મુખ કરવાની છે.” 8e અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી ઈછી આજના દિવસમાં પ્રવેશ કરજે. અનુચરે શેઠનું લૂણ-નિમકહલાલ કરવા માટે પોતાના કાર્યમાં ચોક્કસ રહેવું. તેમાં બચાવ કે બાંધછોડ કરવી નહીં. નહીં તો પોતે વિશ્વાસભંગ કર્યો કહેવાય. વચન ન પાળવાથી વચનભંગ થયો ગણાય ને તે અનુચરને દેવાદાર બનાવવા સંભવિત થાય. જ Page #46 -------------------------------------------------------------------------- ________________ દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. (પુષ્પમાળા વચન ૧૦૬ની સાથે જુઓ) જ. દુઃખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. આર્થિક પરિસ્થિતિ સારી નબળી હોય તો ભવિષ્યની મોટી આશા રાખી ચિંતાથી વધારે દુઃખી થઈશ નહીં. આજે આહાર-પાણી મળ્યા ને? વા મળશે, ઈશ્વર એટલું આપી રહેશે. માથે ભગવાન જેવો ધણી છે તે દયા કરશે. કીડીને કણ અને હાથીને મણ એ આપે છે તેમ આશા સેવજે. “પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ ૪૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક છે.” “...માટે ભવિષ્યની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે અને એમ થાયતે મહાઆપત્તિરૂપ છે. માટે તે આપત્તિ આવે નહીં, એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.” એટલા માટે “ખોટો ઉદ્યમ કરવો નહીં.” “અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવો નહીં.” “સ્થિતિનો ખેદ કરવો નહીં.” “કોઈ પણ કામની નિરાશા ઇચ્છવી, પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ, આમ કરવાથી સંતોષી રહેવાશે.” “નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં”. “કોઈ કાળે મને દુઃખી માનું નહીં.” “દુઃખ અને ભેદ ભ્રમણા છે.” “હૃદય શોક્તિ કરું નહીં.” (પુષ્પમાળા વચન ૪૨, ૪૩, ૫૦ સાથે જુઓ) ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. દાનધર્મ, તપધર્મ, જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ ઉત્તમ ગૃહસ્થ ધર્મનું અવશ્ય પાલન કરજે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તોપણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે, ૪૬ પુષ્પ સુધી દરેક પ્રવૃત્તિમાં વ્યક્તિગત કર્તવ્ય બતાવ્યું અને આ બંનેમાં આત્મસાધન-આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મની સ્મૃતિ આપે છે. ફક્ત વ્યવહારિક સિદ્ધિ કે અર્થસિદ્ધિ કરી હોય તે કંઇ ખરી કમાણી નથી અને મનુષ્યભવનો અમૂલ્ય સમય તો દિવસો પર દિવસો વીતતા ચાલ્યો જાય છે પછી આવો અવસર ફરી મળવો નથી. પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે ને પછીથી પસ્તાવો થઇ બહુ બહુ શોક થશે. ભગવાન કહે છે : “સમાં ગોયમ્ મા, પમાએ” “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી.” પ્રાણીમાત્રનો રક્ષક બંધવ ને હિતકારી એવો કોઇ ઉપાય હોય તો તે વીતરાગનો ધર્મ જ છે. “વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતાં રહેવું.” ૪૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ જ આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરશે. મહાનીતિ – “ભારે ભોજન કરું નહીં”. “પહોરનું રાંધેલું ભોજન કરું નહીં.” “ઊંઘમાંથી ઊઠી જમવું નહીં.” “કોઇ ભેળો જમું નહીં”, “પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં”. “વિશેષ પ્રસાદ લઉં નહીં.” આહાર ઃ (૧) પ્રમાણ ઉપરાંત ખાવું તે પ્રક્રિયા (૨) બે વખતથી વારંવાર ખાવું તે પ્રક્રિયા (૩) રસેન્દ્રિયની વૃદ્ધિ કરવી તે પ્રક્રિયા. ખાધા પછી ઉલટી ઝાડા થવા તે પ્રક્રિયા. આહારની વાત એટલે ખાવાના પદાર્થોની વાત તુચ્છ છે, તે કરવી નહીં. વિહારની એટલે સ્રીક્રીડા આદિની વાત ઘણી તુચ્છ છે. નિહારની વાત તે પણ ઘણી તુચ્છ છે. શરીરનું શાતાપણું કે દીનપણું એ બધી તુચ્છપણાની વાત કરવી નહીં. આહાર વિષ્ટા છે. વિચારો કે ખાધા પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તો દૂધ થાય છે ૪૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજનો જે આહાર તેને વિષ્ટા તુલ્ય જાણી તેની ચર્ચા ન કરવી. (ઉ. છાયા પાન ૭૨૩) નિહાર “લઘુશંકામાં તુચ્છ થવું નહીં.” “દીર્ઘશંકામાં વખત લગાડવો નહીં.” જ૫ જે તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઇ આજના દિવસમાં પ્રવેશ કરજે. કારીગરઃ સુથાર, લુહાર, દરજી, સોની વગેરે સુંદર અને હંમેશાં સમયસર કામ પૂરું કરતા નથી હોતા. ઘરાકોને એક મહિનાનું કામ હોય તો તેમાં ત્રણ મહિના કાઢે છે. કામ કરવાની શક્તિ છતાં પ્રમાદથી વ્યસનમાં ને વાતોમાં ગેરઉપયોગ કરાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્ચે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. “દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ-વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સતપુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાભ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ થાય છે” (વ.૪૯૬).મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. મૃષા બોલવાથી જ લાભ થાય એવો કંઈ નિયમ નથી, જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ; એમ કંઈ જોવામાં આવતું નથી. તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય અને શાસ્ત્ર પણ ખોટાં થાય. સત્યથી મનુષ્યનો આત્માસ્યુટિકજેવો જણાય છે. ૫૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત થઇ ભગવદ્ભક્તિમાં લીન થઇ ક્ષમાપના ચાચ. પુષ્પ ૪૭ અને ૭૭ બંનેમાં સ્મૃતિ શબ્દ વાપર્યો છે. શિક્ષાબોધ કે હિતશિખામણ આપું છું એમ શબ્દ કેમ ન વાપર્યો? પુષ્પમાળામાં છેલ્લે તો જણાવ્યું છે કે આ માળા વિચારવાથી મંગળદાયક થશે. તો પછી બોધ આપું છું એમ કાં ન કહ્યું ? શું તેમાં રહસ્યાર્થ છે? વ.૧૨૨માં પણ સ્મૃતિ શબ્દ ધર્મકથાના અર્થમાં વાપર્યો છે. “અરસપરસ તેમ થવાથી ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભરે.’ આ સ્મૃતિ શબ્દમાં ઘણો ગૂઢાર્થ સમાયો લાગે છે. દસમે વરસે જેણે કર્મોદયનો ગર્વ ભાંગી નાખ્યો છે અને તે પુરુષના અંતરમાં ‘આ મારો શિષ્ય છે અને હું તેનો ગુરુ છું.’ એવા ગુરુપણાનો ભાવ નથી, કર્તાપણું નથી, જ્ઞાનનું અભિમાન નથી, માત્ર નિષ્કામ કરુણાથી હિતની વાત કહેવી છે – સ્મૃતિ આપવા રૂપે ! અહો ! કેટલી જ્ઞાનગંભીરતા ! આટલી લઘુવયમાં !! આત્મા તો જ્ઞાનસ્વરૂપ ૫૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ છે. તેને જ્ઞાન બહારથી લાવવાનું નથી. પોતે કોણ છું તેનું અજ્ઞાન હોવાથી મારું શું કર્તવ્ય ? તે ભૂલી ગયો છે. એટલે ભાઈ કરીને વહાલપથી લે, હું તને યાદ કરી આપું છું; એ રીતની શૈલીની અપૂર્વતા છે. આમ, પ્રભુ દયાળુએ ૪૬માં વાક્ય સુધી સ્વધર્મની સ્મૃતિ આપી. તે અંતર્યામી ભગવાન જાણે છે કે જીવ પ્રમાદી છે. આચરવામાં કાર્યર છે. એટલે વળી પ્રેરે છે કે-“એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી–ગ્રહણ કરી? તો હવે આગળ ભગવદ્ભક્તિમાં લીન થા. “અબંધ પાપ ક્ષમાવું.” “ક્ષમાવવામાં માન રાખું નહીં.” જ૮ સંસારપ્રયોજનમાં જે તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. બ્રેક મારે છે કે અટક, બીજાનું અહિત કરતાં અટક. કારણ બીજાનું અહિત કરતાં પહેલાં તારું જ અહિત થઈ જશે. અન્યને દુઃખ આપનાર કદી સુખી થતો નથી. બીજા પ્રત્યે દયા રાખનાર, સર્વ જીવનું સુખ ઇચ્છનારને સ્વાધીન સુખ, પS Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્મરક્ષા, ઉજ્વળ યશ, ક્લેશરહિતપણું અને ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ દેખી તેનું શરણ ગ્રહણ કરો. જલ જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હોય - તો અટકજે. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપવાથી તેના કામની, જુલમની માઝા નથી રહેતી. તેના પાપને પોષણ મળે છે ને તેના પાપનો ભાગીદાર તું થાય છે. વળી, તારામાં પણ તેવા ક્વચિત્ કુસંસ્કાર પડે માટે અટક. પોતાના ધનના સ્વાર્થ ખાતર, માન મેળવવા અર્થે કે સત્તાને માટે વા પુત્રાદિના સુખને અર્થે જુલ્મી-કામી-અનાડીનો પક્ષ લઈ, તેને તે કામમાં સાથ આપી તેને ચડાવી બીજાને નુકસાન કરતો, વૈર ઊભું કરતો અટક. પર Page #55 -------------------------------------------------------------------------- ________________ ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિધાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. પ.કૃ.દેવે આત્મજાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું: “બીજા મુનિઓનો પ્રમાદ છોડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામા કાળ વ્યતીત કરાવવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો. ચા તથા છીંકણી વિના કારણે હંમેશા લાવવી નહીં. તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો.” મુનિ મોહનલાલજીએ કહ્યું:- મહારાજશ્રી તથા શ્રી દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાનો જોગ ક્યાંથી બને?” .દેવે તેના ઉત્તરમાં કહ્યું, “યોગ બની આબેથી અભ્યાસ કરવો, અને તે થઈ શકે છે; કેમકે વિક્ટોરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે છતાં બીજા દેશની ભાષાનો અભ્યાસ કરે છે.” જ્ઞાન લહો શાણી થઈ, કરો સફળ અવતાર, ધિક્કારી અજ્ઞાનને, રાખો જ્ઞાનથી પ્યાર. ૫૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાવે ભણો વિદ્યા ભલી, વાંચો પુસ્તક સાર ; નીતિ વધે બહુ દિલમાં ઊપજે શુભ વિચાર. ખબર પડે છે જૂઠની, તેમ જ સત્યની સાર, માટે ભણીને નેહથી, લહો જ્ઞાન વિચાર, રાયની વિનતી સાંભળી, કરો ઉર વિચાર તો તો મળે સુખ સર્વદા રીઝે જગદાધાર. - સ્ત્રીનીતિબોધક (પ.કૃ.દેવ) પ૧ - જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે; ' માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. આ દુઃષમ કાળમાં મનુષ્યો મંદ પુણ્યવાળા છે ને આયુષ્ય તેથી ટૂંકું છે. સો વર્ષનું આયુષ્ય તો બહુ થોડા મનુષ્યોને હશે. હવે ટૂંકી જિંદગી છે એમાં તે જંજાળ બહુ વધારી મૂકી છે. આ વિજ્ઞાનવાદનો જમાનો છે એટલે પંચેન્દ્રિયના સુખસગવડના સાધનો, શરીરની શાતાનાં સાધનો વિપુલ પ્રમાણમાં ગોઠવીને જે તેં ૫૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ ઊભી કરી છે તેને મેળવવામાં, ભોગવવામાં, સંરક્ષણમાં ગળાબૂડ ખેંચી ગયો છે. એટલે જંજાળમાં જીવન પસાર થઈ જાય છે તેથી દુઃખી છે, ભયભીત છે. વિષયોમાં રંગાઈ જઈ તારી શાન-ભાન વિસરી રહ્યો છે, ને આત્માને ભૂલી કુટુંબ પરિવારની જંજાળમાં આયુષ્યના છેડા પર્યત રોકાઈ મનુષ્ય જિંદગી ટૂંકાઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે તેની ખબર રહેતી નથી. જંજાળ ઓછી તેમ વખત ઘણો બચે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે.” (વ.૫૭૦) હવે જાગી જા અને બધી જંજાળ ટૂંકી કરી દે મનથી તેનો ભાર ઉતારી નાખ. “સુખ અંતરમાં છે તેની શોધ કરને સદ્ગુરુને શરણે જા તો થોડી જિંદગીમાં પણ તને અંતરસુખનો અનુભવ થશે. એટલે સુખરૂપ જિંદગી લાંબી લાગશે.” પરિક્ષીત રાજાને આઠ દિવસનું આયુષ્ય બાકી રહ્યું તેમાં જાગી ગયા અને જંજાળ મૂકી દઈ ભગવથામાં લીન થયા. આઠ દિવસનું આયુષ્ય તેને ઓછું ન પડયું.” પ૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ પશુ સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તોપણ એ સુખમાં ગણતાએ દુખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. સ્ત્રી, પુત્ર, કુટુંબ - એ બધાં સુખ તને મળ્યાં હોય તેથી બહારથી તું સુખી દેખાય પણ એ બધાની તને માનસિક તાણ-ભય, સંકલ્પ, વિકલ્પ કેટલાં રહે છે? તેની ચિંતામાં તું કેવો ઘેરાઈ જાય છે? તે ગૌણતાએ દુઃખ છે એમ ગણજે. માનસિક અશાતાનું મુખ્યપણું એ સુક્ષ્મ સમ્યક દૃષ્ટિવાનને જણાય છે.” કુટુંબ સમુદાયથી મહત્તા મેળવવા માટે તેનું પાલન-પોષણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવા પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઈને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે. છતાં, એથી આપણું મંગળ શું થાય છે? (શિ.પાઠ ૧૬) પ૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ8 પવિત્રતાનું મૂળ સદાચાર છે. સદાચરણની જાગૃતિ ન હોય તો આત્મશુદ્ધિ ન થાય. એથી સદાચારની દઢતા રખાવે છે. (ઉપ. છાયા) “દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ, પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચાર સેવવા કહેલા છે તે યથાર્થ છે, સેવવા યોગ્ય છે. સદાચરણ ટેક સહિત સેવવાં. મરણ આવ્યું પણ પાછા હઠવું નહીં. વિષય કષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં, તો પછી ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે ?. અકાર્ય કરતાં પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે કરતાં રહેતો નથી. માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું. દઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં.” Page #60 -------------------------------------------------------------------------- ________________ પજ મન દોરંગી થઇ જતું જાળવવાને, – પ્રભુ શું કરું? મન દો-રંગવાળું થતું જાળવવા પ્રભુવચનોમાં વિચારશક્તિને ખીલવું. “અલ્પઆહાર, અલ્પવિહાર, અલ્પનિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે.” * “મનને સ્થિતિસ્થાપક રાખવું.” સતપુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમનાં ચારિત્રનું કથન, કીર્તન અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો. (વ.૨૯૫) પ૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ પપ વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઇ આજના દિવસમાં પ્રવેશ કરજે. “ભયભાષા ભાખું નહી”, “અપશબ્દ બોલું નહીં”, “કોઈને શિખડાવું નહીં”, “અસત્ય મર્મભાષા ભાખું નહીં”, “ત્વરિત ભાષા બોલવી નહીં”, “મિથ્યા ભાષણ કરું નહીં”, “જમતાં મૌન રહું.” તું શાંતપણે ધીમેથી પણ કડવું વચન ન કહી દેતો. સાચાને તો હું સાચું જ કહેવાનો. અરે ભાઈ! “સત્ય પણ કરુણામય બોલજે.” નહીં તો સત્ય પણ અસત્ય કહેવાશે. વળી, જગતમાં પવિત્ર વચનોની - કોમળ વચનોની અસર સામા મનુષ્ય પર સારી પડે છે, ને હલકા શબ્દોની અસર તે બોલનાર પર અપ્રીતિ ઊપજાવે છે, જેથી મન તૂટે છે. મન તૂટવાથી સામાનો પ્રેમ તારા પરથી જતો રહેશે. માટે આ પ્રતિજ્ઞા પાળજે, ને એના બરાબર પાલન માટે- “વ્યવહારકામમાં પ્રયોજન સિવાય લવારી કરવી નહીં.” “સમજીને અલ્પભાષી થવું.” “ક્રોધી વચન ભાખું નહીં.” “ઉતાવળે સાદે બોલવું નહીં”. “વચનને રામબાણ રાખવું.” “ક્લેશ સમય મૌન રહેવું”. “વચનને અમૃતરૂપ રાખવું.” ૬૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૬ કાચા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું એમ આજે વિચારજે. અયોગ્ય પ્રયોજન એટલે “એના રાગથી એવા અંધ થઈ ગયા છો કે, ભક્ષ્ય, અભક્ષ્ય, યોગ્ય, અયોગ્ય, ન્યાય, અન્યાયના વિચારરહિત થઈ આત્મધર્મ બગાડવો, યશનો વિનાશ કરવો, મરણ પામવું, નરકે જવું, નિગોદને વિષે વાસ કરવો – એ સમસ્ત નથી ગણતાં.” (દ્વાદશાનુપ્રેક્ષા) એમાં આનંદ માનો છો. માટે સમજો કે આ કાયા મળમૂત્રથી ભરેલી છે. “એથી કાયાને નિરપરાધી રાખું” એ રીતે મનદંડ, વચનદંડ, કાર્યદંડથી નિવર્તવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આ ત્રણ પુષ્યમાં ઉપાય દર્શાવ્યો છે. વચનથી જીવ ઘણાં કર્મો બાંધે છે. માટે વાણી બોલતાં ન આવડે તો વેર-ઝેર વધે છે. માટે આપણાં આ ધર્મશિક્ષક વચન બોલતાં શીખવે છે. “વચનને સ્વાધીનરૂપ રાખું.” Page #63 -------------------------------------------------------------------------- ________________ તારે હાથે કોઇની આજીવિકા આજે તૂટવાની હોય તો, – સ્વાર્થે કોઈની આજીવિકા તોડવી નહીં. વ્યવહાર એવો છે કે નોકર વગેરે ચોરી, જૂઠ વગેરે થી નુકસાન કરી જતો હોય તો પ્રથમ તેને શિખામણ આપી સુધારવા પ્રયત્ન કરવો. પછી ભય બતાવવો. તેમ છતાં ન સમજે તો તેની દયા ચિંતવી નોકરીમાંથી યોગ્ય રીતે રજા આપવી પડે તો નીતિનું ઉલ્લંઘન કર્યું ન ગણાય. સામાન્ય ગુનાથી તેને મોટી સજા આપવી તે નીતિ વિરુદ્ધ ગણાય. પ૮ આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. આહારક્રિયાની જરૂર છે પણ તે જીવન ટકાવી પરલોક સુધારવા માટે જરૂરી છે. આહારની સંજ્ઞા વધારી આ ભવ હારી જવા માટે નથી. પ્રભુએ આજના ૬૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યની સ્મૃતિ આપી. હવે આહારની સમજ-શિક્ષા આપવાની તો બાકી છે એટલે એ માટે કહેવા આવ્યા. હવે બપોરના બાર વાગ્યાનો સમય થયો છે. તે સમયે ભગવાન આપણી પાસે આવીને ઊભા રહ્યાં અને કહે છે કે તું આહાર લેવા બેઠો તો જોજે, મિતભોજન કરજે. પ્રમાણથી વધુ ન આરોગતો અને તું ધારે તો આહારનું પ્રમાણ મારું કેટલું છે તે સમજી શકે, અને તું જો, અકબર જેવો બાદશાહ પણ ભોજનનું પ્રમાણ જાળવી શકતો હતો. માટે તેને તું યાદ કર. પ૯ જે આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઇશ્વરભક્તિપરાયણ થજે, કે સશાસ્ત્રનો લાભ લઇ લેજે. ખોરાક લીધા પછી તને તરત સૂવાનું મન થશે ને તે ખાઈને સૂવાની ટેવ પાડી દીધી એટલે તને કહેવું પડે છે કે તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે કે સન્શાસ્ત્ર વાંચન કરી આત્માને ઉપશમમાં દોરજે. ૬૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. જોકે મને ખ્યાલ છે કે તારી કઠણાઈનો, કેમ કે આદતો ફેરવવી તે તને બહુ મુશ્કેલ લાગવાનું છે. પણ કઠિનમાં કઠિન કાર્ય પણ માણસ જો અભ્યાસ કરે તો સિદ્ધ થાય. તેમ ફેરવવાની ટેવો પર તીખી નજર રાખે તો ફેરવી શકે છે. તેમાં કંઈ નાસીપાસ થવાની જરૂર નથી. માટે અભ્યાસનું લક્ષ રાખ, નહીં તો મારી પાસે આવ. અમે નિદ્રાને જીતી છે. એ મોહરાજાની પટરાણી છે. મોહરાજાની પટરાણી બહુ જ જબરી છે. એના સ્વામીના દાસ બનાવીને મોહના રાજ્યમાં જ રાખે છે. તેને જીતવાનો અભ્યાસ તે કર્યો નથી. તું શીખ્યો પણ નથી. “અભ્યાસ સર્વનો ઉપાય છે.” આ એ સર્વેશ્વરનું વચન અન્યથા કેમ હોય? આપણને કાં વિશ્વાસ નથી, કાં તો નિદ્રાદેવીની પ્રીતિ કે પક્ષ હોય તો જ નિદ્રા નથી જતી એમ કહીએ છીએ. ૬૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૧. ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. વ્યવહાર-સંબંધસંસારમાં પુણ્ય-પાપના ઉદયરૂપ છે. તેમાં સુખ-દુઃખ, લાભહાનિ, ખેદ-આનંદ, પ્રીતિ-અપ્રીતિનાં કારણો અનેક બનવા યોગ્ય છે. તે વખતે સુખ-દુઃખ, લાભ-હાનિનાં કારણ બીજાને માની વેરભાવ ઉત્પન્ન થાય છે. એટલે મનમાં વેરની ગાંઠ વાળે છે કે આણે મારા પ્રત્યે અનુચિત વર્તન કર્યું છે. મારું બહુ બગાડયું છે. એને હવે હું જોઈ લઈશ અથવા આનું મોટું હું કદીયે નહીં જોઉં તેમ જ કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું એવો વેષભાવ તે કોઈ પ્રત્યે મનમાં ધારી રાખ્યો હોય તો આજે જ નિર્મૂળ કરી દેવો જોઈએ. નહીં તો બીજા ભવમાં તે નડે છે. એવાઢેષભાવથી તેમને ઘેર સ્ત્રીરૂપે, પુત્રરૂપે, નાના જંતુરૂપે વખતે જન્મ લેવો પડે છે. માટે દાન દઈને, માન આપીને, ક્ષમા માંગીને, પગે પડીને તેના ગુણ ગાઇ,તેનું અગત્યનું કામ કરી દઈને, તેના પ્રત્યે પ્રેમભાવ દર્શાવીને તે વૈરની ગાંઠ નિર્મૂળ કરજે. પરંતુ હવે સાવચેતી રાખજે. સામો કઠણ પ્રકૃતિનો હોય તો ક્ષમા ન આપે, આડું જુએ, વેર બુદ્ધિ એકપક્ષી પણ રાખ્યા કરે તો તેવી વ્યક્તિથી ૬૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ સાવચેત રહેજે, (કમઠનું દૃષ્ટાંત) કારણ તેના તીવ્ર શ્વેષભાવના પરિણામ હોવાથી ખોટું નુકસાન પહોંચાડે. કોઈવાર જીવનું જોખમ પણ ઊભું થાય માટે તેની પ્રકૃતિ સમજી રાખજે, ને તેનો ઓછો સહવાસ કરજે. “વેરભાવ કોઈથી રાખું નહીં” “વૈરીના ગુણની પણ સ્તુતિ કરું.” “વાત્સલ્યતાથી વેરીને પણ વશ કરું.” અપરાધી પર પણ ક્ષમા કરું”. ૬૪ તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ કરે છે. હવેથી નવું વેર બીજા કોઈ સાથે બાંધીશ નહીં, કારણ “વેષભાવએ ઝેરરૂપ” –આત્માને અહિતકારી છે અને વેરના કડવા વિપાકનો વિચાર કરી “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.” કારણ કે ક્રોધરૂપ અગ્નિથી તારું હૃદય બળ્યા કરશે ને હવે આયુષ્ય કેટલું છે? કેટલો કાળ તું જીવવાનો છે? પછી તો અંધારી રાત છે. ક્રોધાદિ કષાયથી પશુગતિમાં એકલું દુઃખ-ભૂખ, તરસ, માર વગેરેનું ભોગવવું પડે છે. “ક્રોધાદિ ભાવ આલોક પરલોકમાં આ જીવના ઘાતક છે.” માટે તત્ત્વને સમજ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકશે. ६४ બહોળી લમી મળવાં છતાં આજે અન્યાયથી કોઇનો જીવ જતો હોય તો અટકજે. પાંચ, દશ લાખની લક્ષ્મી ખાતર અન્યાય કરી કોઈના જીવને જોખમ પહોંચાડતો અટકી જા. જાસાચિઠ્ઠીથી કે લાંચ-રૂશવત લઈ કોઈની જિંદગીને જોખમ પહોંચાડીશ નહીં. લક્ષ્મી તો નાશવંત છે. ૨૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૫ વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે. આપણે સમય એ કેટલી કીમતી વસ્તુ છે તે ખરી રીતે જાણતા નથી. આ મનુષ્યભવનું એક પળનું આયુષ્ય એક અમૂલ્ય કૌસ્તુભમણિથી પણ વધુ મૂલ્યવાન છે. બીજા બધા અવતાર કરતાં માનવદેહ બહુ જ મોંઘો છે માટે તેની પળપળનો સઉપયોગ કરવો જરૂરી છે. નિદ્રા, વિકથા, પ્રમાદમાં ન ગુમાવાય તે ખ્યાલ રાખજે. “સાઠ ઘડીના અહોરાત્રમાં ૨૦ ઘડી નિદ્રામાં ગાળીએ છીએ; બાકીની ચાળીસ ઘડી ઉપાધિ, ટોલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બેચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપયોગ લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય?” (શિ.પાઠ ૫૦) “જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. પણ જો દેહાથમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસંદેહ દેખાય છે.” (વ.૭૨૫) Page #70 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંતરમોહિની વધારીશ નહીં. વૈરાગ્યમેવાભયમ્' “વૈરાગ્ય એ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે”. “મમત્વ એ બંધ” “બંધ એ જ દુઃખ” સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી અને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે. દુઃખ અને ક્લેશનું બીજ છે તેને શાંત કર, તેનો ક્ષય કર. (વ.૬૮૯) સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો (સુખનો) હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે.” (વ.પ૬૬) માટે જંજાળમોહિનીથી આજે અત્યંતર મોહ, મારાપણું વધારીશ નહીં. “જગતમાં–ઘરમાં રહેવું પડે તો બાહ્યભાવે વર્તજે. હુંતોઅહીંનો મહેમાન તેમ સમજી ઉપલક પ્રવૃત્તિ કરજે, ને અંતરંગમાં આસક્તિરહિત રહેજે. એથી ત્રિવિધ તાપ જે સંસારમાં ભરપૂર છે તેની આંચ તને નહીં લાગે. તું શીતળ રહી શકીશ. Page #71 -------------------------------------------------------------------------- ________________ નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. રજાનો દિવસ એટલે સ્વતંત્રતાનો દિવસ. આજ પૂરતી સ્વતંત્રતા મળવા તને ભગવાનનો અનુગ્રહથયો તો તેનો લાભ લઈ લેજે. એક પ્રહર ભક્તિકર્તવ્યમાં ગાળજે કાં વિદ્યાપ્રયોજન રાખજે. પણ રજાના દિવસે નિદ્રા અત્યંત લેતો નહીં. “નવરાશના વખતમાં નકામી કૂટ અને નિંદા કરો છો તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય.” સમય સોનેરી છે. તે વખત મોજશોખમાં, રંગરાગમાં વ્યર્થ ન ગુમાવીશ. કારણ “પળ એ અમૂલ્ય ચીજ છે. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું નુકસાન છે.” માટે “નવરાશના વખતમાં સંસારની નિવૃત્તિ શોધજે.” કારણ, આવી મોકળાશ તને કાલે નહીં મળે. તો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી વચનામૃતનો સત્સંગ જરૂર કરજે. તે તને આ ભવાબ્ધિ તારનાર નૌકારૂપ થશે. મહાત્મા શંકરાચાર્યનું વચન છે: “ક્ષણમપિ સજ્જનસંગતિરેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા.” Page #72 -------------------------------------------------------------------------- ________________ “એક ક્ષણ પણ મહાભ્ય જેનું પરમ છે એવા પરમાત્માનાં વચનોમાં જ તલ્લીનતા થાય તો મનુષ્યભવ સફળ થઈ શકે એવો યોગ મળ્યો એમ હું માનજે. વ્યવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઇ આત્મદશા વિચારજો”. “મોતની પળ નિશ્ચય આપણે જાણી શક્તા નથી. માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું”. १८ કોઇ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઇ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. નિષ્પાપી ગમ્મત જેવી કે અંતાક્ષરી, સમસ્યા-કોયડા, કવિતા, વિનોદ, સંગીતકળા-હરીફાઈ, બાગમાં ફરવા જવું, ક્રિકેટ-હરીફાઈ આદિથી આનંદ મેળવજે. પણ જેગમ્મતથી કોઈને નુકસાન થાય, અહિત થાય, તારા ભાવ મલિન થાય, કોઈ જીવ દુભાય એવો તુચ્છ આનંદ ન ભોગવતો. વિષયોનો આનંદ તુચ્છ અને અનાનંદરૂપ છે, નિષ્પાપી સાધન મુખ્ય તો હરિકથા-કીર્તન છે. જે વડે આત્માને ઊંચી શ્રેણીમાં લક્ષ થાય છે. જીવનનું ધ્યેય બદલાય છે જેથી તે ખરો Page #73 -------------------------------------------------------------------------- ________________ આનંદ છે. વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિથી લાગેલા થાકને ઉતારવાતને આનંદ જોઇએ છે ને આનંદ માટે તું પાપના સાધન ગોઠવે છે. પંજાબી હોટલમાં ખાણીપીણી માટે જાય છે ત્યાં અભક્ષ્ય વસ્તુ ખાઈને, અપેય પીણાં – દારૂ વગેરે પીને મોજ માણે છે. પણ એ મોજ આ જીવને અસંખ્ય જીવની હિંસા કરાવી દુર્ગતિમાં પહોંચાડનારી છે. એટલે એ આનંદ નથી પણ પારાવાર દુઃખ ઊભું કરનાર હોવાથી તેને એ આનંદ ભારે પડી જશે. ઉપરાંત અણગળ પાણી અને વાસી ખાણીપીણી જ હોટલોમાં હોય છે તે અનેક રોગ જન્માવનાર બને છે. માટે શાણપણ લાવીને આ વાત ખ્યાલમાં લે. વળી કળિયુગનો આનંદ ટી.વી.માં ને તેની સિરિયલ જોવામાં સમાયો છે. તેવાં અસભ્ય નિંદનીય દશ્યો જોવાથી વૃત્તિ-વિચારો મલિન થાય છે જેથી પાપકર્મ બંધાય છે. “પાપજન્ય કર્મ વડે આત્માની અધોગતિ થાય છે'. વૃતિને મલિન કરનારદુર્જનનો સહવાસ પણ છે. ત્રીજું, નહીં વાંચવાલાયક પુસ્તકો નૉવેલ વગેરે છે. તું સમજું છો તો આ મારી શીખ માની લે અને આનંદ માટે ઓવા બધાય પ્રકારો ત્યાગ કરી દે. “મનોરમ્યમાં મોહ માનું નહીં.” ૭૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજે નથી. સુયોજક કૃત્યો જેવાં કે ધર્માલય-વિદ્યાલય સ્થાપવા, યાત્રિકની ભોજનશાળા ખોલવી, દાનશાળા, પાંચને માટે થઈને ધર્મશાળા આદિ કૃત્યોમાં દોરાવું હોય અથવા સાતક્ષેત્રની યોજના કરવાની હોય; જેવાં કે મંદિર બંધાવવું, જિનમુદ્રાની પ્રતિષ્ઠા કરાવવી, મંદિરનો જીર્ણોદ્ધાર, જ્ઞાનશાળાઓ બંધાવવી, તીર્થોદ્ધાર, તીર્થરક્ષા, સંઘભક્તિ, પાંજરાપોળ-જીવદયાનાં કાર્યોથી આ આત્માનું પારલૌકિક શ્રેય રહ્યું છે માટે તેમાં જોડાવાનો મંગળ દિવસ આજે જ છે. કાલ પર રાખવાથી મનની ભાવના મનમાં રહી જાય. “ધારણા ધરી રહે છે.” “યોજેલી યોજના કે વિવેક હૃદયમાંથી જતો રહે એવી સંસારમોહિની છે.” સુયોજક – તે કાર્યોની યોજના એવી હોય કે જે વડે અનેક જીવો ધર્મમાર્ગે દોરાય, ધર્મઉન્નતિ થાય. જ્યાં સુધી એ કૃત્યો ભવિષ્યમાં વિદ્યમાન રહે ત્યાં સુધી પરંપરાએ તેના વડે ભક્તિપૂજા, સત્સંગ-સ્વાધ્યાય આદિ ઉત્તમ કૃત્યો થતાં રહે, અનેક સાધર્મિક પોસાય તે ૭૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ વડે, તેવી યોજના કરનારને તથા વ્યવસ્થા કરી સંભાળનારને એ પુણ્યનો છઠ્ઠો ભાગ મળે છે. તે ઉત્તરોત્તર ભવભક્તિનું કારણ થવા યોગ્ય છે. માટે “ધર્મી, સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધારણ કરજે.” અધિકારી હો તોપણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે. અધિકારતને ભાગ્યજોને મળ્યો તો પ્રજાહિતનો સાથે લક્ષ રાખજે. “સત્તાનો ગેરઉપયોગ કરીશ નહીં” કારણ: અમલ કોઇના બાપનો નથી. પુણ્ય અસ્ત થતાં એ અધિકાર તારા હાથમાંથી સરી જશે. અધિકારથી અભિમાન વધે, કર્તવ્ય, ફરજ ચૂકી જવાય તો “વધવાપણું સંસારનું નરદેહને હારી જવો માટે વિચાર કરીને ગરીબોને મદદ કરજે. દીન દુઃખિયાના આંસુ લૂછજે. “ન્યાયવિરુદ્ધ કૃત્ય કરીશ નહીં.”તું નિશ્ચય માન કે પ્રજાએ ચૂંટી કાઢેલ, સેવા માટે નીમેલ હું તેમનો માનીતો (નોકર) સેવક છું. પ્રજાએ મને સેવા કરવા અધિકાર આપેલ છે. ૭૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૧ વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. “જ્યાં સુધી ગૃહવાસ છે ત્યાં સુધી કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે તે યથાન્યાયપૂર્વક કરવી ઘટે પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાયત્યાગ કરવા ન ઘટે, કેમ કે તે તો માત્ર વ્યામોહ છે. એ શમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ તો શુભાશુભ પ્રારબ્બાનુસાર છે.” આ વિવેક સમજી “ઘરનું, જ્ઞાતિનું કે બીજાં તેવાં કામોનું કારણ પડયે ઉદાસીનભાવે, પ્રતિબંધરૂપ જાણી તે પ્રવર્તન ઘટે છે.” “વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે.” “બાહ્યભાવે જગતમાં વર્નો અને અતરંગમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો.” “ધર્મઆજ્ઞા સર્વશ્રેષ્ઠ માનવી.” જ્ઞાનીએ જ્યાં જે નીતિરીતિ બાંધી છે તેનો ઉપયોગપૂર્વક તારી બુદ્ધિ વડે જે જયાં યોગ્ય હોય તે વિવેકથી આચરણ કરવાની “સપ્રતિજ્ઞા' હું આપું છું તે તું માની લે. આજે હું “વ્યવહારમાં પણ સદ્ગતિ ધર્મને જ સેવીશ.” “ગૃહવાસ જ્યાં સુધી સર્જીત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો.” “સત્ય વચન ભંગ કરું નહીં, શિર જતાં પણ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રતિજ્ઞા ભંગ ન કરવી.” “એકપક્ષી મતભેદન બાંધવો.” “ધીરજ મૂકવી નહીં.” ક્લેશ સમય મૌન રહે.” સમય વિના વ્યવહાર બોલવો નહીં.” “ગુણસ્તવન સર્વોત્તમ ગણું.” “સગુણનું અનુકરણ કરવું.” “નવરાદિકમાં સ્નાન કરું નહીં.” “સર્વ ધાક મેળાપમાં (સર્કસ) જઉં નહીં.” “ઝાડ તળે રાત્રે શયન કરું નહીં.” “કૂવાકાંઠે રાત્રે બેસું નહીં.” “ઐક્યનિયમ (મંડળ-નાત-જાતના-આશ્રમોના વગેરેના) તોડું નહીં.” “તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં.” “કુસંગ ત્યાગું છું.” “અયોગ્યદાન ત્યાગું છું.” “અન્યને મોહિની ઊપજાવે એવો દેખાવ કરું નહીં.” “અસત્ય આજ્ઞા ભાખું નહીં.” “અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં.” “જોશભેર ચાલું નહીં.” “ખોટો ભપકો કરું નહીં.” “દાસત્વ-પરમ-લાભ ત્યાગું છું.” “કંઠ, કલાલ, સોનીની દુકાને બેસવું નહીં.” “તારા ધર્મ માટે રાજકારે કેસ મૂકું નહીં.” “ખોટા સોગન ખાઉં નહીં.” “ખોટી આશા કોઈને આપું નહીં.” “અસત્યવચન આપું નહીં.” “દુઃખી કરીને ધન લઉં નહીં.” “ખોટો તોલ તોળું નહીં.” “સાદા પોશાકને ચાહું.” “મધુરી વાણી ભાખું.” “મનોવીરત્વની વૃધ્ધિ કરું.” “સત્ય વચન ભંગ કરું નહીં.” “સત્ પ્રતિજ્ઞા – વ્યવહારમાં પણ નીતિસહ વિવેકી રહેવાથી સત્ પ્રત્યે – પરમાત્મા પ્રત્યે – લઈ જાય છે,” પરમાત્માએ બતાવેલી વ્યવહારશિક્ષા અને ૭૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારધર્મ અંગીકાર કરે, આજ્ઞા પાલન કરે તો એથી હૃદયશુદ્ધિ થાય ને તો જ ભવિષ્ય ધર્મપ્રાપ્તિ થાય. વિવેકી રહેવાથી પરિણામે આત્મા પરમાનંદમાં વિરાજમાન થાય. માટે “વચન સપ્તશતિ પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. તેમાં વિવેકી ધોરણ-ઉત્તમ ક્રમ બતાવ્યો છે એટલે વ્યવહારમાં વિવેકી રહેવું એ પ્રતિજ્ઞારૂપ સ્વીકારવા કહે છે. વળી, પંડિતો કહે છે કે વિવેક વગરના મનુષ્યો પશુ સમાન છે. સાયંકાળ થયા પછી વિશેષ શાન્તિ લેજે. સાયંકાળ એટલે સૂર્ય અસ્ત થયા પછી રાત્રિભોજન ત્યાગ કરવાનું બને તો સારું. કેમ કે “રાત્રે જમનારને માટે અગ્નિ સળગાવવી પડે છે તેમાં અનેક સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. તેમજ સર્પના ઝેરનો, કરોળિયાની લાળનો અને મચ્છરાદિક સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ થઈ પડે છે.” (શિ.પાઠ.૨૮). સાયંકાળ પછી ધંધો કે કુટુંબનાં કાર્યો વગેરેથી નિવૃત્ત થઈ શાંત એકાંત નિર્જન સ્થાનમાં જઈ પરમાત્માને યાદ કરજે ને તારા આત્માની વિશેષ શાંતિ ૭૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છજે અથવા ભગવકથા સાંભળજે એથી તને ખરી શાંતિ મળશે. તન-મનનો થાક પણ ઊતરશે. માટે સાયંકળ પછી તો તું સાંસારિક કાર્યની વિસ્મૃતિ કરી દેજે. આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ - વાસ્તવિક વિચક્ષણતા ગણાયઃ (૧) આરોગ્યતા (૨) મહત્તા (3) પવિત્રતા (૪) ફરજ આરોગ્યતા જાળવવા માટે શું કરીશ? જીભના સ્વાદનો સંયમ કરજે. આંખથી નાટક પ્રેક્ષણ નહીં જોવાં. કાનથી શૃંગારનાં ગાયન નહીં સાંભળવાં. મન અને ઈન્દ્રિયોને ઉત્તેજીત કરનારાં સાધનોની વૃતિને રોકજે. બધાંય રોગનું મૂળ સ્વાદ છે. આરોગ્ય બગડવાથી ભગવદ્ભક્તિમાં ચિત જોડાશે નહીં. “સર્વ પ્રકારની નીતિ શીખજે.” રસેન્દ્રિયની વૃદ્ધિ ન કરવી.” “ના કહેલાં અથાણાંદિક સેવું નહીં.” (૧) આહારને અંતે પાણી પીવું નહીં. (૨) ઊભા ઊભા પાણી પીવું નહીં. (૩) રાત્રે ગાળ્યા વિના પાણી પીવું નહીં. Page #80 -------------------------------------------------------------------------- ________________ દરેક પ્રત્યેની મારી શી ફરજ છે? સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ, ભાંડુ વગેરે તરફ ફરજ ન બજાવવાથી મહત્તા રહેતી નથી. વળી, ઇન્દ્રિયવશ થવાથી પણ મહત્તા રહેતી નથી. “દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં અને વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે.” તારી (આત્મ) પ્રશંસા કરીશ નહી; અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું.” મન, વચન, કાયાની પવિત્રતા પર માણસની મહત્તાનો બહુ આધાર છે. ગમે તેવો શ્રીમંત કે સત્તાધીશ હોય, પંડિત હોય, જ્ઞાની હોય, જાણકાર હોય પણ પવિત્ર આચારવિચાર ન રાખે તો તેની મહત્તાનો ભંગ થાય છે અને સત્યવચન બોલવાથી પણ માણસની કિંમત થાય છે, મહત્તા જળવાય છે. “તારી આજ્ઞા તૂટે તેમ સંસાર વ્યવહાર ચલાવું નહીં.” Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉજ જો આજે તારાથી કોઇ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. ધર્મના રક્ષણની ખાતર તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. જેમ પૂજયપાદ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે વીતરાગ ધર્મના રક્ષણ અર્થે સ્વાર્પણ કર્યું. “અમારું ગમે તે થાઓ પણ આ માર્ગનું રક્ષણ થવું જોઈએ.” આમ, તેમણે (આત્મસમર્પણ) આત્માર્પણ કર્યો. દિવેટ બળીને તેજ આપે', જાતે વેચાઈ અવરને પોષે.” ગામ-પરગામમાં હોનારત થઈ હોય, દુષ્કાળ પડયો હોય ત્યાં મનુષ્યોના પ્રાણ બચાવવા કે પશુધનની રક્ષા કરવા માટે વસ્તુપાળ-તેજપાળ તેમજ જગડુશાહે પોતાનું હોવા છતાં પ્રજાનું છે તેમ કહી સર્વ ધનના ભંડાર અર્પણ કર્યા છે. અગર અગ્નિ આદિના ઉપદ્રવમાં ઝંપલાવીને કોઇના પ્રાણ બચતા હોય તો સર્વ સુખનો ભોગ આપી દેજે. મહાપુરુષો અપવાદ વહોરીને પણ બીજા જીવની રક્ષા કરે છે. - સંત મૂળદાસ Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપ કરજ એ નીચ રજ (કરજ) છે; કરજ એ ચમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કરજ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે, અને નવું કરતાં અટકજે. કરજ એટલે દેવું. તેને યમના હાથથી નિપજેલી વસ્તુની ઉપમા આપી કેમ કે કરજદાર સુખે સૂઈ કે ખાઈપી શકે નહીં. “દેવું આપવા વધારે ત્વરા રાખો. ધીરનાર વ્યાજના વ્યાજ લેવા ધીરે પણ તે ઉપર તમે ખ્યાલ રાખો.” “તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ.” વળી, ઋણ બાકી રહી જાય તો તેને બીજે ભવે વ્યાજસહિત આપવું પડે. માટે “પરધન પથ્થરતુલ્ય જાણજે.” વળી, એકનું દેવું આપી બીજાનું નવું દેવું કરતાં અટક; કારણ દેવું એ નીચ રજધૂળ છે. “દ્રવ્ય દેવું આપવાની ફિકર રાખો તે કરતાં ભાવદેવું આપવા વધારે ત્વરા રાખો.” ૮૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઇ જા. 00 સવારે સ્મૃતિ આપી છે છતાં કંઇ અયોગ્ય થયું હોય. તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. “ક્ષમાપના વગર શયન કરું નહીં.” “અપરાધશિક્ષા તોડું નહીં.” હવે પુષ્પ ૮ થી ૭૯ જે આખા દિવસનું દેવસીય પ્રતિક્રમણ કરવા કહે છે કે મેં જે તને ધર્મકૃત્યની સ્મૃતિ સવારે આપી છે તેના ભાવનું ગણિત હવે એટલે સાંજે જોઈ જા. તે કર્તવ્ય પ્રત્યે તારા ભાવ કેવા રહ્યા? જિજ્ઞાસા કેવી રહી? પ્રમાદથી કેટલુંક તે બાકી રાખ્યું? કે શિથિલતાથી તું કરવું ભૂલી ગયો? તે સઘળું મનમાં તપાસી જા. એમાં અયોગ્ય આચરણ, માઠાભાવ કે અશુભ ધ્યાન થયું હોય તો તેનો પશ્ચાત્તાપ કર. હૃદયથી, આ મેં ખોટું કર્યું, મેં બહુ આ નિંદનીય કામ કર્યું એમ ખેદ કર ને ફરીથી નહીં કરું એ ક્ષમાપના માગી મારી શિક્ષાને દઢભાવે ગ્રહણ કર. ૮૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કંઇ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે. આજે કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હોય તો મારો દિવસ સફળ થયો એમ નિરભિમાનીપણે માન કેમ કે “પરહિત તેજનિજહિત સમજવું”. સત્કૃત્ય કર્યા હોય તેને સંભારી ફરી ફરી તેવા ધર્મકૃત્યની અનુમોદના કરી તેવી અભિલાષા રાખવી એ આરાધનાનો એક પ્રકાર જ્ઞાની પુરુષોએ કહ્યો છે. પૂ.શ્રી.વીરવિજયજી મ. પ્રકાશે છે કે - મૃગ, બળદેવ મુનિ, રથકારક, ત્રણ હુવા એક ઠામો, કરણ, કરાવણ ને અનુમોદન, સરખાં ફળ નિપજાયો. Page #85 -------------------------------------------------------------------------- ________________ OG જાણતાં-અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. જાયે-અજાણે અનુપયોગના પરિણામે આજ્ઞાથી વિપરીત આચરણ થયું હોયતો હવે ઉપયોગ રાખી અટક. દર્દીએમ અપથ્યથી અટકે તેમ. કેમકે “ઉપયોગ એજ સાધના છે”. “તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું એ તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે.” (વ.૩૯૭) ૮૭ વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની | નિવૃત્તિ શોધજે. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે? નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.” (વ.૧૯૯) ૮૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૧. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા તો જ આ.૦આજે મારી કથા શ્રવણ કરવાથી, મેં આપેલી સ્મૃતિ ગ્રહણ કરવાથી આજ તે ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી જ રીતે તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા એ મારી આશિષ છે. કારણ કે આજે સુખી તે કાલે સુખી. મર્મ: આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી જિંદગી ભોગવવાને માટે છે મિત્ર ! તું આનંદિત થા એટલે તારું ભાગ્ય તેવું ચઢતું કર. ગમે તેવા સંજોગો ઊભા થાય તોપણ પ્રમાદ છોડી, મેં આપેલ કર્તવ્યની સ્મૃતિ રાખજે તો જ આ રાયચંદને- તારા મિત્રને આનંદ-સંતોષ થાય. ' હે મિત્ર! તું રોજે મારી કથા મનન કર્યા કરજે. હું જે જે સ્મૃતિ આપું છું તે તે વિસ્મૃત ન કરતો પણ તેમાં તલ્લીનતા રાખજે. મારા વચન ગાંઠે બાંધજે. અસ્થિમજ્જા તેનાથી રંગી દેજે તો જ આ – “વિનય વિનંતી રાયની” – સફળતાને પામશે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮$ આજ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે. આજે – અત્યારે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સફળ છે. “કાળનો ભરુસો આર્યપુરુષોએ કર્યો નથી.” “મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી.” માટે આત્માની વૃત્તિ સવસ્તુ – શાશ્વત પદાર્થ તરફ દોર. ૮૪ સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. (૧) વિદુર બોલ્યાઃ “હે બુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર ! વિદ્યા, તપ, ઇન્દ્રિયનિગ્રહ તથા લોભના ત્યાગ વગર તમને શાંતિ મળે એમ હું જોતો નથી.” Page #88 -------------------------------------------------------------------------- ________________ (૨) (૩) (૪) (૫) (E) જ્ઞાતિના માણસો ગુણરહિત અને અવગુણથી ભરેલા હોય તોપણ તેનું સારી રીતે પાલન કરવું જોઇએ. જે જ્ઞાતિનો સત્કાર કરે છે તે સુખ પામે છે. કલ્યાણની ઇચ્છા રાખનારે જ્ઞાતિ સાથે કલહ કરવો નહીં, પણ તેઓની સાથે જ સુખ ભોગવવાં. જગતમાં જ્ઞાતિ જો અનુકૂળ થાય છે તો તારે છે અને પ્રતિકૂળ થાય છે તો ડૂબાડે છે. જે કામથી વૃદ્ધાવસ્થા સુખમાં જાય તે યુવાવસ્થામાં કરી લેવું અને યાવસ્જીવિત તે કામ કરવું કે જે કરવાથી મરણ પછી સુખ મળે. જે કામ બુદ્ધિથી બની શકે તેવું હોય તે ઉત્તમ ગણાય છે. જે કામ બાહુબળથી કરી શકાય તેવું હોય તે મધ્યમ ગણાય છે. જે કપટાદિથી બને તેવું હોય તે હલકું ગણાય છે અને જે કામ ઘણા સંકટથી કરી શકાય તેવું હોય તે (અતિ) બહુ જ હલકું ગણાય છે. મૌન રહેવું તે ઉત્તમ છે તે કરતાં સત્ય બોલવું તે ઉત્તમ છે. તે કરતાં પ્રિય બોલવું તે ઉત્તમ છે અને સૌથી ઉત્તમ ધર્મસ્વરૂપ બોલવું તે છે. બુદ્ધિમાન મનુષ્ય મનુષ્યની બુદ્ધિની પરીક્ષા કરવી, બુદ્ધિથી વારંવાર તેની યોગ્યતા વિચારવી, તેના ગુણદોષ શ્રવણ કરવા, તેનાં આચરણ બરાબર જોવાં, પછી મિત્રતા કરવી. ૮૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ (૭) ઉદ્યમમાં તત્પર થયેલ મનુષ્ય મોટો થઈ પડે છે, ને અપાર સુખ ભોગવે છે. (૮) વખાણ કરનાર સાથે ગુપ્તમંત્ર કરવો નહીં. (૯) જે વસ્તુ દુર્લભ છે તેની ઇચ્છા કરવી નહીં. (૧૦) મીઠી વાણી બોલવી અને દુર્જનને માન ન આપવું-એ બે કામ કરવાથી મનુષ્ય શોભા પામે છે. (૧૧) વારંવાર કરાતું શુભ કર્મ બુદ્ધિને વધારે છે. (૧૨) અસત્ય બોલીને વિજય મેળવવો, રાજાની પાસે ચાડી ખાવી, વડીલ સામે મિથ્યા આગ્રહ કરવો, એ બ્રહ્મહત્યા સમાન છે. (૧૩) ઉતાવળ કરવી, પોતાના વખાણ, આળસ, મદમોહ, ચપળતા, વૃથા વાતો કરવી, ઉદ્ધતપણું, વગેરે વિદ્યાર્થીઓના શત્રુ છે. (૧૪) પુરુષે નિષ્કપટ ભાવથી મિત્રને વશ કરવો, ન્યાયના બળથી શત્રુને વશ કરવો, ધનથી લોભીને વશ કરવો, કામકાજ કરી રાજાને વશ કરવો, આદરથી બ્રાહ્મણને વશ કરવો, પ્રેમથી સ્ત્રીઓને વશ કરવી, વિવેકથી સંબંધીઓને વશ કરવા, વખાણથી મહાક્રોધીને વશ કરવો, નમ્રતાથી ગુરુજનને વશ કરવા, નવીન વાતો કહીને મૂર્ખજનને વશ કરવો, વિદ્યાર્થી વિદ્વાનને વશ કરવો. Page #90 -------------------------------------------------------------------------- ________________ Zજ આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્પરષોએ કહ્યું છે, માટે માન્ય કર. આજનો દિવસ સોનેરી છે કેમ કે આજે તારે આંગણે ભગવાન પધાર્યા ૮૪ લાખના અવતાર ફરતાં ફરતાં દરિશણ દુર્લભ દેવ, સુલભ કૃપા થકી, ભવમાં ભમતાં મેં દરિશણ પાયો. આજનો દિવસ કૃતકૃત્ય થવારૂપ છે.”(૧) સરુનો ઉપદેશ અને જીવની સત્પાત્રતા–તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે.” આજે જ તું આ વાત માન્ય કરી કૃતકૃત્ય થા. ૮૫ જેમ બને તેમ આજના દિવસસંબંધી, રવપત્નીસંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. ૮૭ તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર. (૦) નવીન વ્યસન કરતાં અટક. - જેમાંથી નશો તે વસ્તુ સેવવું નહીં.” પાન, સોપારી કે તમાકુ – વ્યસન એટલે કષ્ટ. તમાકુનું વ્યસન તને હશે તો એવી નજીવી ચીજ માટે વલખાં મારે છે ને અનંત શક્તિનો ધણી એવો તારો આત્મા લૂંટાઇ જાય છે, તેનું તને ભાન નથી. એક પૈસાની કિંમતની તૂચ્છ વસ્તુથી આનંદ માની હલકો બનીશ નહીં. તેમાં આનંદ માનનાર આત્માની જ કિંમત ઘટે છે. તું સમજ કે “વ્યસન વધાર્યાં વધે છે અને નિયમમાં રાખ્યાં નિયમમાં રહે છે, ને એથી તારી કાયાને ઘણું નુકસાન થતું જાય છે તથા મન પરવશ થતું જાય છે, જેથી આલોક-પરલોકનું કલ્યાણ ચૂકી Co - Page #92 -------------------------------------------------------------------------- ________________ જવાય છે.” “નવીન વ્યસન કરતાં અટક” સોપારીની કે તમાકુ વગેરેની બાધા-નિયમ લઈ પછી સોપારીને બદલે ઈલાયચી ખાય ને આખો દિવસ તે જ મોંમા રાખ્યા કરે - એ ટેવ પડી જાય એટલે તેના વિના ન ચાલે! કૃપાળુદેવના પ્રસંગમાં પંડિત લાલનની વાત સાંભળી છે કે, લાલનને સોપારીની ટેવ-વ્યસન હતું. કૃપાળુદેવે પૂછયું: લાલન! તમે શું ખાવ છો? લાલનઃ સાહેબ મારે સોપારીની ટેવ છે. તેના વિના ન ચાલે. ત્યારે કૃપાળુદેવે વ્યસન છોડવા વિશે બોધ આપ્યો, એટલે તેણે બાધા લીધી. સાહેબ હવે સોપારી નહીં ખાઉં – હું નિયમ લઉં છું. ત્યારબાદ ફરીથી એકવાર કૃપાળુદેવ પાસે આવ્યા ત્યારે કૃપાળુદેવે પુછયું કે “લાલન ! તમે સોપારીની તો બાધા લીધી છે ને અત્યારે શું ખાવ છો? લાલનઃ “સાહેબ, હવે સોપારી નથી ખાતો પણ એલચી મોંમાં રાખું છું. ત્યારે કુપાળુદેવે કહ્યું કે રૂપિયા ન રાખવા અને પૈસા રાખવા તે સરખું જ છે કેમ કે અધ્યાસ ન ગયો'. ૯૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૮ દેશ, કાળ, મિત્ર એ સઘળાંનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. દેશ-કાળને જ્ઞાનીએ કઠણ કહ્યા છે, માટે આવા કાળમાં સદ્ગુરુને સદ્ધર્મની દુર્લભતા છે. ઠામઠામ સત્પષ નથી હોતાં, વિરલા જ સત્પષ વિચરે છે. માટે કયાંય શોધવા ન જઇશ કે કોઈમાં માન્યતા કરતાં જરા ધીરજ ધરી ઊભો રહેજે. ઉતાવળો થઈને કોઈ અન્યથા સ્થાને જોડાઈ જશે તો આ અમૂલ્ય અવસર નિષ્ફળ જશે. સાચાને નામે જગતમાં નકલી ઘણું છે. માટે સાવચેતી રાખજે કારણ, “સાવચેતી શૂરાનું ભૂષણ છે.” મિત્ર કેવો છે? ખરા કામ વખતે પડખે ઊભો રહે એવો છે? કે કષ્ટના સમયમાં જુહાર કરીને વેગળો ચાલ્યો જાય એવો છે? તેની સાથેની લેવડદેવડમાં મારી શક્તિ કેટલી છે તે વિચારજે. પૈસાની મદદ આપે તો પાછા મેળવવાની આશા વગર વ્યવહાર કરજે. પરિણામે અંતર્શાન્તિનો ભંગ થાય એવું કરીશ નહીં. દેશ: હિન્દુસ્તાન આર્યદેશ છે પણ પ્રયોગે અનાર્યપણાને યોગ્ય આર્યદેશ બની ગયો છે. રાજસી ને તામસી વૃત્તિનું અનુકરણ લોકોને ગમે છે. તેમાં આર્ય ૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ આચારવિચારમાં શૂન્યતા જેવું થયું છે. “આ કળિયુગે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મોહવશ કર્યા.” “મનુષ્યના મન પણ દુષમ જ જોવામાં આવે છે.” “એવા સમયમાં કોનો સંગ કરવો ને કોની સાથે કેટલું કામ પાડવું, તે બહુ વિચારજે.” નહીં તો એ બધાં માઠાં દેશ, કાળ ને સંગ તને હાનિકર્તા થશે. સગાં-વ્હાલાં-પાડોશી વગેરે કેટલાક મનુષ્યો ઈર્ષા, કજિયો કરાવનારા, ખોટી સલાહ આપનારા, ખોટે રસ્તે દોરી જનારા, વિશ્વાસથી વર્તી છેતરનારા અને પરસ્પરમાં ભેદ પડાવનારા સ્વભાવવાળા હોય છે, માટે વિચાર કરજે. ૮૯ આજે કેટલા સત્પરષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદરવરૂપ શું થયું? એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. સપુરુષોનો સમાગમ ચિંતવજો કે હે પ્રભુ! મને હંમેશા સજ્જનનો સંગ આપો, મારે સત્સંગમાં જ દુઃખ વેઠીને પણ રહેવું છે, તેમાં જ મારું હિત છે અને પ્રભુકૃપાથી સત્પરુષનો જોગ મળ્યો તો તેમના પવિત્ર લાભ ચૂકશો નહીં. “કારણ, સંસાર વિષવૃક્ષ છે. તેનાં બે ફળ અમૃતસમાં છેઃ (૧) કવ્યામૃતનો રસાસ્વાદ, Page #95 -------------------------------------------------------------------------- ________________ (૨) સજ્જન સાથે વાર્તાલાપ,” “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે.” “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે.” “સત્સંગ, દર્શન માત્રથી નિર્દોષ બનાવનાર છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે.” “વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું?” “ધર્મ, શીલ અને નીતિથી તેમ જ શાસ્ત્રાવધાનથી જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે.” (શિ. પાઠ.૬૫) “આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું નિરુપમ સુખ છે ! તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી.” એવું ચિંતવન કરજે. “સર્વ કર્મદળ ક્ષય કરી, અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને દર્શનથી, સ્વરૂપમય થયાં” એવા ભગવાનનાં ગુણનું ચિંતવન કરવું એ વાસ્તવિક આનંદસ્વરૂપ છે. તેમ એ ગુણ ચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે.” ૯૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ GO આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિંમત થઇશ નહીં. “આજે ગમે તે ભયંકર પણ ઉત્તમ કૃત્ય શું? એમ સમજાય છે કે કોઈ સતી સ્ત્રીને જોગી-વિદ્યાઘરના પંજામાંથી છોડાવવાની હોય, કોઈ સંત-સાધુને દેવ, મનુષ્ય કે તિર્યંચના પરિષહ ઉપદ્રવમાંથી છોડાવવાના હોય, તેમાં તારા પ્રાણનું જોખમ હોય તો પણ સાહસ ખેડીને, હિંમત રાખીને તે કાર્ય કરજે.” (દાખલો અપરાજિતકુમાર) શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામચ પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. “પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી cu Page #97 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે.” “મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે, અને તેવું જ છે.” (વ.૩૮૦) પરમાત્માની કૃપાથી તને માનવનો જન્મ મળ્યો છે. માટે તે કરુણાના કરનારને ભૂલીશ મા. એ પ્રત્યક્ષ દેહધારી પરમેશ્વર શુદ્ધ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એના સત્યસુખનું દર્શન કરી તેના પ્રત્યે પ્રેમ ઊભરાય તે ભક્તિ. સર્વ જીવને સુખી કરવા માટે તે પરમાત્માની અનંત કરુણા વરસી રહી છે, તેને ઓળખી તું તેની ભજના, સ્મરણ, ચિંતન, ધ્યાનમાં રહેજે. દાન, શીલ, તપ, જપ વગેરે બધાં સત્કૃત્યો જો પરમાત્મા પ્રત્યે અંતરંગ બહુમાન, શુદ્ધભક્તિ, આજ્ઞાભક્તિ – તેની આજ્ઞાના આરાધનસહિત છે તો જીવંત છે; નહીં તો એ બધાં અલ્પફળવાળા છે. એનાથી મુક્તિનો આનંદ નહીં મળે. પૂ.યશોવિજયજી મ. જણાવે છે: જે ઉપાય બહુ વિધિની રચના, - (ભગવાનના ધ્યાન વિના)- “યોગમાયા તે જાણો રે. ૯૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તારું, તારા કુટુંબનું મિત્રનું, પુત્રનું પતનીને, માતાપિતાનું ગુરુનું, વિદ્વાનનું, સપુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. આખેઆખા દિવસપર્યત સત્કૃત્યથી તારું હિત કર્યું, તારો આત્મા સુખશાંતિમાં રહ્યો તો તે આજની સુગંધી છે. તારા જીવને કષાયો ઉપશમાવીને તેને શાંતિ આપજે. વિદેહી હૃદયને કરતો જઉં. “હૃદયને ભ્રમરરૂપ રાખું.” “હૃદયને સમુદ્રરૂપ રાખુ.” “સઘળા કરતાં ધર્મવર્ગ પ્રિય માનીશ”. “સત્યવાદીને સહાયભૂત થઈશ.” “ધર્મકર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ.” “કુસંગ ત્યાગું છું.” “પાપમુક્ત મનોરથ મૃત કરું છું.” “પ્રત્યેકને વાત્સલ્ય ઉપદેશું.” “કંદમૂળનું ભક્ષણ ન કરું.” “તેં ત્યાગ ઠરાવેલી વસ્તુ (વાસી અન્ન, દળદળ, બોળો વગેરે) ઉપયોગમાં લઉં નહીં.” “પાપથી જય કરી આનંદ માનું નહીં.” એ જ રીતે પ્રથમ તારાં માતાપિતાનો વિનય, સન્માન સાચવી તેની તન, મન, ધનથી સેવા કરી શાંતિ, પ્રસન્નતા આપી તેમના આશીર્વાદ મેળવજે- એ આજના Page #99 -------------------------------------------------------------------------- ________________ દિવસની સુગંધી છે. “જેમ બને તેમ ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજો. એમ કરવું મારા પર કૃપાભરેલું ઠરશે.” અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. “પુત્રનું હિત શું?” “પુત્રને તારે રસ્તે ચડાવું.” “ખોટા લાડ લડાવું નહીં”. “તેઓને ધર્મપાઠ શિખડાવું”. મિત્ર – “ધર્મ મિત્રમાં માયા રમું નહીં. ગુરુનું– ગુરુના ઉપદેશને તોડું નહીં.” “ગુરુનો અવિનય કરું નહી.” “ગુરુને આસને બેસું નહી.” “કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં.” “તેથી શુક્લહૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું.” “તન, મન, ધન, વચન અને આત્મા સમર્પણ કરું છું.”વિદ્વાનનું– “વિદ્વાનોને સન્માન દઉં. વિદ્વાનથી માયા કરું નહીં.” “આશુપ્રજ્ઞનો વિનય જાળવું.” સપુરુષનું – “નિરાગીના વચનોને પૂજયભાવે માન આપું,” “સપુરુષોની ચરણરજ સેવું.” Page #100 -------------------------------------------------------------------------- ________________ જેને ઘેર આ દિવસ કલેશ વગરનો, રવચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. કુટુંબ ક્લેશ કરું નહીં.” “સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરજે.”સ્વચ્છતાથી - “ગારો કરું નહીં.” (આંગણા પાસે) “ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં”. અણગણ પાણી પીવું નહીં. શૌચતા શું?– “ગુપ્તવાત પ્રસિદ્ધ કરું નહીં.” “પ્રસિદ્ધ કરવા યોગ્ય ગુપ્ત રાખું નહીં.” “અયોગ્ય કરાર કરાવું નહીં.” “વધારે વ્યાજ લઉં નહીં.” “હિસાબમાં ભુલાવું નહીં.” “સંતોષની પ્રયાચના કરું” “દ્રવ્યનો ખોટો ઉપયોગ કરું નહીં.” “ખોટી સલાહ આપું નહીં.” જેના ઘરમાં સ્નેહ-સંપ-સભ્યતા કુટુંબની દરેક વ્યક્તિ સમજીને રાખે તો તેનો દિવસ સુખપૂર્વક પસાર થાય. સંપ ન હોય તો કંઈ ધનાદિથી જીવને સુખ મળતું નથી. “સર્વમાં ભ્રાતૃભાવ હોય, તો જ સુખ.” આ ભણતર જે ભણ્યો હોય તે જ સુખી થાય અને ત્યાં ભગવાન પણ વસે. એ રીતે કુટુંબને સ્વર્ગ બનાવજે. G Page #101 -------------------------------------------------------------------------- ________________ “પ્રત્યેક ગૃહે શાંતિવિરામ રાખવાં.” સંપની વૃદ્ધિ કરવા માટે મન મોટું રાખજે. “પ્રત્યેકના ગુણતત્ત્વને જ ગ્રહણ કરજે.” ‘સઘળા સાથે નમ્ર ભાવથી વસવું ને સઘળા સમાન જ માનજે.’’ વાણીમાં મીઠાશ, કોઇને કડવું વેણ ન કહેવું, ટૂંકું લક્ષ ન રાખીશ. સંકુચિત વિચારો કે પક્ષથી કોઇ સાથે મનભેદ કરીશ નહીં. “શમ, દમ અને ક્ષમાનો તું અભ્યાસ રાખજે.’’ તારા આચરણથી સ્ત્રી, પુત્રાદિને વિનયી અને ધમી બનાવજે. “બીજાં તારું કેમ માનતાં નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઉગાડીશ.” “સર્વને યથાતથ્ય માન આપવું.” જ કુશળ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. ૧૦૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૫ એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. સપુરુષ જેવી પોતાની દશા–આત્મદશા–જ્ઞાનદશા–વિદેહદશા દસ વર્ષની વયે જે બાળ મહાત્મા આ બોધ આપે છે. બાળવયમાં તે પુરુષની પોતાની બધી જ વિદેહીદશા હતી. સમુચ્ચયવયચર્યામાં જણાવે છે કે “વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની. ખાવાપીવાની, સૂવાબેસવાની બધી વિદેહી દશા હતી; તે વેળા પ્રીતિ – સરળ વત્સલ્યતા – મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતો; સર્વમાં ભાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડયું હતું.” “લોકોમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું.” એ દેવાંશી પુરુષ આપણને માનનીય છે. શતઃ શતઃ વાર વંદનીય છે. ૧૦૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષષ્ટિની રેખા છે. જે કુટુંબમાં ક્લેશ, કુસંપ, અસંતોષ, માયા, કપટ, ઈર્ષા, જુદાઇ, સ્વાર્થદષ્ટિનું વર્તન જોઈ, તે પ્રતિ સજનોને સહેજે કરુણાને લઈને કટાક્ષદષ્ટિની રેખા – આછી રેખા ઉરમાં ઊપસી આવે છે કે અરેરે! વિવેકદષ્ટિ મનુષ્ય થઈને તું પશુવત ઈર્ષા અને ઝઘડવાનું કરે છે! આપસમાં વિવાદ ઊભો કરીને ચોર્યાસીનું વ્યાજ વધારે છે ! એવા ઠેષભાવ અને આર્તધ્યાનથી કઈ ગતિમાં જઇશ તે વિચાર. બંધાવાનું ને છૂટવાનું ખરું કારણ કુટુંબમાં જ છે. લક્ષ્મી ખાતર નિરાશા કે ક્લેશ થાય, “તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે.” પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી. ઊલટો હું તેને દેહ આપી જવાનો છું. વળી તે કંઈ મૂલ્યવાન નથી. ૧૦૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરૂપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. . પેટ પૂરતું અન્ન ને શરીર ઢાંકવા વસ્ત્ર તથા રહેવા ઘર–આટલું મળતું હોય તો એમાં તૃપ્ત રહેજે. એમાં નિરૂપાધિ સંતોષનું સુખ રહ્યું છે. તો પછી તૃષ્ણાના તરંગમાં ઘસડાઈ ઉપાધિમય અધિકાર માટે ઇચ્છા ન કરીશ. અધિકાર વધતાં તેને પૂછી જો કે શું વધ્યું? લક્ષ્મી વધતાં અંધાપો અને બહેરાપણું આપે છે. જેથી મહાપુરુષો લક્ષ્મીની દરકાર કરતાં નથી. અધિકારથી તો અમલમદ વધે છે. તો પછી તેની શું આવશ્યકતા છે? રાજ-સુખમાં મનની ઈચ્છા અને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી. ઊલટું ઈચ્છાથી કર્મ તો બંધાવાના. કેમકે “ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત્ છે.” ૧૦૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કોઇએ તને કડવું કંથન કર્યું હોય તે વખતમાં સહનશીલતા-નિરૂપયોગી પણ. તારી ભૂલ વગર કોઇએ તને કડવું વેણ કહ્યું, ઠપકો આપ્યો તો મારા પૂર્વકર્મનો દોષ એમ સમજી સહનશીલ થજે. “આ સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે” એમ જ્ઞાનીએ કહ્યું છે. માટે મારે ખોટું લગાડવું નથી. જો તું તેના પર ક્રોધ કરી સામું બોલીશ, ચાર વેણ તેને કડવા કહીશ તો તું જ ભૂંડો કહેવાઈશ. માટે ભલે મને કહ્યું, મને કંઈ દુઃખ લાગ્યું નથી. તે કહેશે તો બિચારાને કર્મ બંધાશે. ને મારા કર્મ ખપશે. સમતામાં સુખ છે એમ જાણી કડવું વચન ગળી જજે. સામસામું બોલીને ક્લેશને વધારીશ નહીં. “ક્લેશને ઉત્તેજન આપીશ નહીં.” શાંતિરૂપ જળ છાંટીને સામાના કષાય ક્લેશને ઠારજે. ક્રોધ-અગ્નિ ઉત્પન્ન થાય તો તે બંનેને અંતર તાપથી બાળનાર થાય. ક્રોધ એવો ભૂંડો છે, ચંડાળ છે. તેને તો ઠારવો જ જોઇએ. એટલા માટે “ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં.” એ સોનેરી સૂત્ર સ્મૃતિમાં રાખી લેજે એ મારી ભલામણ છે. ૧૦૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ GG દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. - દિવસે કરેલી ભૂલ માટે – જેમ બીજાની ભૂલ જોઇ તું કટાક્ષથી હસે છે તેમ તારી ભૂલ માટે હસજે કે અરે ! તું ડાહ્યો થઇને-સમજુ થઇને આવો ક્રોધ કર્યો ? આવું અજુગતું કામ કર્યું ? બીજાનું બગાડ્યું ? તું તો માનતો હતો કે હું તો કોઇ દિવસ તારા જેવી ભૂલ ન કરું અને અરે ! જીવ, તેં આ શું કર્યું ? તારું ડહાપણ અને ધર્મીપણું ક્યાં ગયા? એમ જુગુપ્સા લાવી, આ માઠું થયું એવી તારા પોતાના આત્માની નિંદા-ગરહા કરજે કે જેથી તે દોષ વધે નહીં કે ફરીથી ભૂલ થાય નહીં, એવો ખેદ-પશ્ચાત્તાપ કરજે. આ હસવું તે તો ખેદનો રૂપમાં છે. (જીવના દોષ સુધારવાની પ્રભુની કરુણામય કળા !) “સમર સમર અબ હસત હૈં, નહીં ભૂલેંગે ફેર.” (૫.કૃ.) ૧૦૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૦૬ આજે કંઇ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઊજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો તે – આજે કંઇ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઊજવાળી હોય તો તે ભગવત્કૃપા માનજે અને “પોતાની ગુરુતા દબાવનાર થવું”, “શૌર્ય, બુદ્ધિ ઇત્યાદિનો સુખદ ઉપયોગ કરવો.” આપણે વિશે કોઇ ગુણ પ્રગટ્યો હોય, અને તે માટે જો કોઇ માણસ આપણી સ્તુતિ કરે અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હઠે. ‘પોતાના આત્માને નિંદે નહીં, અત્યંતર દોષ વિચારે, નહીં તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય. માટે “આત્મશ્લાઘા મનમાં ચિંતવવી નહીં.'’ ગુણમાં ગુરુ ને દોષમાં હું. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ અયોગ્ય રીતે આજે તારી કોઇ શક્તિનો ઉપયોગ કરીશ નહીં, - મર્યાદલોપનથી કરવો પડે તો પાપભીર રહેજે. તારામાં બુદ્ધિશક્તિ, તર્કશક્તિ, વિદ્યાબળ, વિજ્ઞાનબળ, શરીરબળ કે મનોબળ હોય, વચનબળથી બીજાને રંજન કરી શકે તેવું હોય, પણ તે વચનથી શ્રી નરસિંહ ને મીરાંની જેમ – ભગવાનના ગુણગ્રામ કરી, પ્રભુને જ રીઝવજે; બીજાને નહીં. “કાવ્ય, સાહિત્ય કે સંગીતાદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે; સાર્થક નહીં, જીવની કલ્પના માત્ર ભક્તિ પ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ.” આજીવિકવિદ્યા સેવું નહીં. અયોગ્ય વિદ્યા સાધુ નહીં, સ્વાર્થે યોગ તપ સાધુ નહીં.” ૧૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સરળતા એ ધર્મનું બીજવરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઇ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. સરળતા: પ્રજ્ઞા વડે સત્યાસત્ય સમજી સરળતા સેવાઈ હોય, તો સરળતા બહુ મોટો ગુણ છે ને મોક્ષ માર્ગમાં બહુ જ ઉપયોગી છે. જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ ધર્મ છે. તે ધર્મનું આરાધન જીવ ક્યારે કરી શકે? જીવમાં સરળતા હોય, તો જ્ઞાની પુરુષની આજ્ઞા તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી પાળી શકે ને તો જ તે આત્મધર્મ-કર્મમુક્તિ મેળવી શકે. માટે જ્ઞાનપ્રજ્ઞાએ સદ્ગરને યથાર્થ ઓળખવા. વિવેક જ્ઞાન વડે પારખી શકાય કે આ પુરુષ સાચા છે. એમ પ્રતીતિ પણ આવી શકે છે. “સત્યશોધનમાં સરળતાની જરુર છે.” “જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે. તે પુરૂષના લક્ષણ આદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. તે પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય છે. એવી સુવિચારણા તે ધર્મના બીજ સ્વરૂપ છે.” “જ્ઞાની પુરુષનું જો યથાર્થ ઓળખાણ થાય તો પછી તે જેમ દોરે તેમ દોરાવું, તેની આજ્ઞામાં ૧૦૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ સરળ પરિણામે પરમ ઉપયોગદષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે.” પોતાના બધા અભિપ્રાયો છોડીને મતભેદ મૂકીને – શર સાટે રે સદ્ગુરૂને વરીએ, પાછાં તે પગલાં નવિ ભરીએ!” જીવમાં લૌકિક અને શાસ્ત્રિય અભિનિવેશ હોય તે માર્ગ પામવામાં આડા સ્થંભ જેવા છે. “વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા એ તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” “એ રીતે પ્રજ્ઞા–સમજથી સરળપણે આજ્ઞાએ વર્તીશ તો સર્વોત્તમ દિવસ છે. કારણ અનંતકાળથી સ્વચ્છેદે વર્તીને જ તું રખડયો છે. ભગવાનના વચન-તેનું કહેલું કર્યું નથી.” “હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે એક આ વિના, તે શું? તો કેનિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ – રૂડે પ્રકારે કરી ઉઠાવ્યા નથી.” ૧૭8 બાઇ, રાજપની હો કે દીનજનપત્ની હો પરંતુ મને તેની કંઇ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. ૧૦૯. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સદ્ગણાથી કરીને જે તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઇ, તમને હું વંદન કરું છું. શ્રી પરમ કૃપાળુ દેવને સ્ત્રી-પુરુષ બન્ને સમાન છે. એમને સર્વમાં સમાન ભાવ છે. એ તો સર્વમાં પરમાત્મા વસેલા જુએ છે. એટલે આત્મદષ્ટિ જેને જાગૃત છે તેના અંતરમાં સહેજ પણ દોષબુદ્ધિ કે કટાક્ષદષ્ટિ નથી એટલે કહે છે કે રાજપત્ની હો.... ગમે તે હો પણ સ્ત્રીજીવનની મર્યાદા તમો પાળતા હશો તો હું તમોને પ્રશંસુ છું. કારણ ભગવાન મહાવીરે પણ તુલસા, ચંદનબાળા, રેવતી આદિ સતી સ્ત્રીઓને વખાણ્યાં છે. તે બાઈ, તમારામાં શીલ, સંતોષ, લજ્જા, ઉદારતા, માયાકપટરહિતપણું, ઇર્ષાનો અભાવ, કુટુંબપ્રેમ, વડીલ જનનો વિનય, સાહસનો અભાવ, ઉદ્યમ આદિ ઉત્તમ ગુણો હશે તેથી જગતજીવોને - તમો પ્રતિ પ્રશસ્ત ગુણ રાગ હશે તો એવી ઉચ્ચતા જોઈને હે બાઈ, તેમને હું વંદન કરું છું. સ્ત્રી ધર્મની મર્યાદા “ખડખડ હસું નહીં.” “પુરુષ લક્ષણ રાખું નહીં.” “આછાં લૂગડા પહેરું નહીં.” “ઝાઝા અલંકાર પહેરું નહીં.” “ઉતાવળે સાદે બોલું નહીં.” “પરઘેર જાઉનહીં.” “ઝાઝે સ્થળે ભટકું નહીં.” “ધર્મકથા કરું.” ૧૧૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ “નવરી રહ્યું નહીં.” “તુચ્છ વિચાર પર જઉં નહીં.” “સુખની અદેખાઇ કરું નહીં.” “ચંચળતાથી ચાલું નહીં.” “કોઇ પુરુષ સાથે તાળી દઈ વાત કરું નહીં.” .. અહો ! બાળ પ્રભુ ! સ્ત્રી સ્વભાવમાં વર્તતા સ્વભાવિક દુર્ગણોને આ કરુણાનિધાન કેવા આદરથી, સન્માન ને પ્રેમભાવથી દૂર કરવા પ્રેરણા આપે છે ! તે ખરે વંદનીયપણાને યોગ્ય થાય એવી મીઠી દષ્ટિ તે પ્રત્યે દર્શાવે છે. મહાપુરુષ જાણે છે કે સ્ત્રી સ્વભાવમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળાપણું પણ છે. તે પ્રેમ ને અર્પણતાની મૂર્તિ પણ બની શકે છે. તેનો આત્મા અને પુરુષનો આત્મા તેમાં કંઇ ભેદ નથી. પુરુષના આત્માની જેમ તે પણ સર્વે ગુણોને પોતામાં ખીલવી શકે છે. સર્વ શક્તિને ફોરવી શકે છે કે જેથી કર્મનો ક્ષય કરીને સિદ્ધિ વરવામાં પણ તેને કંઇ અશક્ય નથી. તે આત્મશક્તિથી વીરાંગના, વીરમાતા, કર્મવીર ને સિદ્ધિગામી પણ બને છે. એમાં જ્ઞાનીઓને કંઇ મતભેદ નથી. આ બાળમહાત્માએ બહેનોને ઊર્ધ્વગામી બનાવવા, મુક્તિપથના અધિકારી બનાવવા માત્ર ૧૪-૧૫ વર્ષની વયે સ્રીનીતિબોધક નામનો ઉત્તમ શિક્ષણ આપતો ગ્રંથ રચી બહાર પાડેલ છે જેમાં સ્ત્રીકેળવણી વિષે, સદ્ગુણ સજવા વિષે, સજનીનો સહવાસ રાખવા વિષે અને ઉદ્યમ કરવા, નવરી ન રહેવાનો સુબોધ દાખવ્યો છે. તેના દૃષ્ટાંતમાં સીતા, દમયંતી આદિ મહાસતીઓનાં લક્ષણ વાંચવા ભલામણ દીધી છે. વળી, આ દેહની ક્ષણભંગુરતા સમજાવી સિદ્ધિદાતા પરમાત્માને ભાવથી ભજવા શિક્ષા દીધી છે તે મનનીય છે. ૧૧૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજ, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજે. ત્રણ જગતને તારવા સમર્થ અનંત જ્ઞાની ભગવાનને ઓળખી, માત્ર જન્મમરણથી મુક્ત થવાના સત્ય હેતુથી, બહુમાન, નમ્રભાવને વિશુદ્ધ અંતઃકરણ તે પરમાત્માના શરણમાં રાખી, ગુણનાચિંતવનપૂર્વક કીર્તન, ગુણની પૂજા-અર્ચના અને તેમના અભુત ગુણોનું મનન – મનમાં રટણ રાખી આજનો દિવસ શોભાવજો . ભક્તોનું આ અનુભવ પ્રમાણ છે કેઃ હેતુ સત્ય બહુમાનથી રે જિન સેવ્યા શિવરાજ. જિનવર પૂજો”. શૃંગાર ભક્તિ સેવું નહીં.” “નામ ભક્તિ સેવું નહીં,” “પ્રતિમાને પૂજુ.” પરમાત્માએ સકળ જગતનું હિત ચિંતવી, કરુણા ચિંતવી નિસ્પૃહપણે આ પૃથ્વી ૧૧૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ પર વિચરી અનેક જીવોને તાર્યા. તે અનંત ગુણના ધણીને તારી દૃષ્ટિમાં લાવી, અભિમાન ગાળી, અહોભાવપૂર્વક સ્મરણ, ચિંતન,ધ્યાન કરવાથી તેવા થવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. “જેમ ભૂંગી ઇલીકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.’ પ્રભુ ! હું અજ્ઞાની, મોહાંધ ને કર્મદળથી ઘેરાયેલો છું, હું મોહાધીન છું. તું નિર્વિકારી ને હું સવિકારી છું. અશરણ છું, તું શરણદાતા છે; હું શરણે આવ્યો છું. મને હાથ ઝાલીને તારો. એવી અનન્ય પ્રેમભક્તિ અંતરમાં વહે એ મુખ્ય ભક્તિકર્તવ્ય – પ્રભુમાં વહાલપ પ્રગટે તેવો પુરુષાર્થ રાખી આજનો દિવસ શોભાવજો. - ૭૬ સીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે, એ વાત જો માન્ય ન હોય તો, અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. જુગાર, દારૂ આદિ સાત વ્યસનો એ બધાં જ દુરાચાર ગણાય છે. જો તું વ્યસનાધીન હોય તો દુઃખી જ છે. “દુરાચારથી કંઇ સુખ નથી, મનની તૃપ્તિ નથી અને આત્માની મલિનતા છે.” “ખોટા મંડળમાં જઉં નહીં” (ક્લબોમાં) “વેશ્યા ૧૧૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ સામી દૃષ્ટિ કરું નહીં, એના વચન શ્રવણ કરું નહીં.” જુગાર, દારૂ વગેરેથી તને ક્ષણિક લાભ–ઘડીક આરામ જણાય, પણ વાસ્તવિકતામાં તો તને ભય ક્ષણે ક્ષણે સતાવે છે, ને પરતંત્રતા તેની પાછળ પડેલી જ છે. દુરાચારીને સુખે નિદ્રા આવતી નથી, આરોગ્ય બગડે છે, યશનો નાશ થાય છે, સ્નેહીઓને સ્નેહનો ભંગ થાય છે, જીવનમાં વનવન ને પનપન થઈ જવું પડે છે. નિરંતર વ્યસનથી માનસિક સંતાપમાં તેનું અંતર બળી જ રહ્યું છે. આમ, તેનું પરિણામ તમે વિચારી જોશો, તો દેખાશે કે મોહમદિરાના ઘેનથી દુરાચાર વડે પ્રત્યક્ષ દુઃખ, ભય, પરતંત્રતા તે દેખી શક્તા નથી. પણ જરા મારા વચનો લક્ષમાં લઈ વિચારશો તો જરૂર તમને દુરાચારથી દુઃખ જ દેખાશે. દુરાચરણ એ પાપબંધનાં કારણો છે, તો પુણ્યથી સુખ થાય કે પાપથી તે વિચારી જુઓ. કદી સલ્હીલવાન દુઃખી ન જ હોય. શીલ-સદાચારથી પુણ્ય સંચય થાય છે, ને પૂર્વનું કોઈ અશુભ કર્મ ઉદયમાં આવ્યું હોય તો પણ સત્યશીલના પ્રભાવથી તે માઠું કર્મ ખસી જાય છે ને “સત્યમેવ જય થાય છે.” માટે સત્યશીલમાં જ શ્રદ્ધા રાખવી, દુરાચારથી ડરતા રહેવું. સલ્હીલવાન પોતાના સગુણોથી, ઉત્તમ વિચારોથી ને સુંદર આચરણથી હરહંમેશાં અંતરનું સુખ જ ભોગવે છે. બહારથી કંઈ પ્રતિકૂળતા આવે તો પણ તેના આત્મામાં કલુષિતતા, વ્યાકુળતા થતાં નથી. ૧૧૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષની શ્રદ્ધાના બળે, પરમાત્માના વિશ્વાસે તે સંકટને તરી જાય છે અને પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. “એવા કાં ન થવું.”? ૧૭૭ આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. આ મારા વચનો આરાધવામાં એટલું જ કરજે કે આ વચનના દર્પણમાં તું જોજે ને તારા જે જે દોષ તેમાં દેખાય - અરે ! દેખાશે – તેને દોષરૂપે ઓળખી કાઢજે. પક્ષપાત વગર શત્રુરૂપે જ જોજે, એ શત્રુ ઓળખાઈ જશે. પછી તેને કાઢવામાં તને સહેલું પડશે, અઘરું નહીં પડે. “કોઇપણ અલ્પભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી એ મહાકલ્યાણ છે.” “દષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઇ શકે.” “જ્ઞાની કહે છે તે ગૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય, કેટલાય તાળાં ઊઘડી જાય. આત્મા અજ્ઞાનરૂપી પત્થરે કરી દબાઈ ગયો છે. જ્ઞાની જ આત્માને ઊંચો લાવશે.” ૧૧૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની સવિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે છે તે કૂંચીઓ હજારો તાળાંને લાગે છે. કૂંચી હોય તો તાળું ઊઘડે, બાકી પહાણા માર્યો તો તાળું ભાંગી જાય.” “જીવ પોતે જાગે તો બધાં વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પેશી જવાથી નુકસાન કરે અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકશાન કરનારા એવા જે કૂતરાં આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે, તેમ જીવ પોતાના દોષ જોતો નથી. પોતે જાગૃત રહ્યો હોય તો બધાં વિપરીત કારણો મટી જાય માટે પોતે જાગૃત રહેવું.” ૧૭૮ લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહ્યું? ૨૭ પારાની ટૂંકી માળા ગણો કે ૧૦૮ પારાની ગણો પરંતુ સવારે સાંજે કે ગમે ત્યારે પણ આ માળા ગણો. નિવૃત્તિ ખાસ લઈને, ચિત્ત સ્થિરતાએ એને વિચારો એ તમને મંગળ જ આપશે, કલ્યાણ જ આપશે. ૧૧૬ Page #118 -------------------------------------------------------------------------- ________________ “તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંત ભગવાન કને કરી આ..... પૂર્ણ કરું છું.” ૧૦૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સ્તુતિ મંગલ આ પુષ્પમાળાના પ્રણેતા આવી અણમોલ ભેટ આપનાર, કે જેની જાત હિરની છે એ દેવાંશી પુરુષ પ્રતિ અપૂર્વભાવ અને પરમપ્રેમ આપણને વર્તો. એ મોક્ષમાર્ગ પ્રગટ કરનાર પરમ સામર્થ્યવાન પુરુષના અગાઘ જ્ઞાનમહિમાની આપણી સુપ્ત ચેતનામાં સ્ફુરણા પ્રગટાવો. · જે બાળ મહાત્માની બાળ વયની બધી વિદેહી દશા હતી અને નાની વયે જેનાં અંતરાત્મામાં વીતરાગ માર્ગનો ઉદ્ધાર કરવા અર્થે નિષ્કારણ કરૂણાથી જિજ્ઞાસા વર્તતી હોઇ તેનાં ફળસ્વરૂપે આ માળા આપણા પૂર્વના મહાન પુણ્યોદયથી આપણા હાથમાં આવી છે. તેનું વીર્યોલ્લાસ પ્રગટાવી, નિત્ય મનન—ચિંતન રાખી અનંતભવ એક ભવમાં ટાળવાના લક્ષમાં રહેવું ઉચિત છે. તેવી આત્મસિધ્ધિ દેનાર દેહધારી પરમાત્માના પાદપંકજનું અવલંબન યાચીએ, તે પ્રભુ પ્રત્યે નમ્ર અરજ દૈન્યત્વભાવે અખંડ એક શરણાગતપણે પુનઃ પુનઃ કરું છું. હે દેવ ! આપના એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. અનેક ભાવો ને નયભેદથી આપની વાણી અલંકૃત છે. આપનાં કહેલાં અનુપમ તત્વને સમજવું એ કુદીને દરિયો ઓળંગી જવા જેવું અતિ અતિ વિકટ છે. ભૂજાએ કરી આત્મબળે કરી આપ મોહ સ્વયંભુરમણ સમુદ્ર તરી ગયા છો. ૧૧૮ - Page #120 -------------------------------------------------------------------------- ________________ આપના વચનળે અનેક જીવો નિર્વાણ માર્ગને પામે છે એવી અતિશયવાળી આપની વાણીના મર્મને-ગંભીર આશયને હું પામર દેહાધ્યાસમાં પડેલ અજ્ઞાની હું, શું લેશ પણ પામી શકું? નહીં જ પ્રભુ! પરંતુ આપને સમ્મત હો તે મને પણ સમ્મત હો! એ મારી અંતર અભિલાષા છે. પુષ્પમાળામાં આપે આપેલી પ્રેરણા-લસ્પાર્થને મારી મતિના વ્યામોહપણાથી હું ન સમજી શકું હૃદયમાં ધારણ ન કરી શકું એટલા માટે આપ કૃપાળુ આપનો પ્રભાવ દાખવીને મારો ગતિનો વ્યામોહ–વિભ્રમ હણવા અનુગ્રહ કરશો અને એવી દયા ઉરમાં આણશો કે મારું મન તન્મયપણે તમને જ ઝંખે. મારી વિંચનાબુદ્ધિ – વંચફ યોગ લુપ્ત થઈ આપનું જ મહાભ્ય મારા અંતરપટમાં પ્રસરી રહો – એવી ચિત્તની ભૂમિ શુદ્ધ નિર્મળ થવા આપની દયાની જ રાહ જોઉં છું. કૃપા કરો. આ પુષ્પમાળાના લક્ષ્યાર્થ વિષે મારી આપના ચરણમાં દઢ આશ્રયભક્તિની ખામીને લીધે જે કંઈ આશય–આજ્ઞા વિરુદ્ધ વિચાર્યું હોય, સમ્યફપ્રકારે અવધાર્યું ન હોય, મારી કલ્પના કે અભિપ્રાય આગળ કરી મેં કંઈ પણ આપનો અવિનય કે આશાતના મનવચન-કાયાથી કર્યો હોય એ મારા અપરાધની ત્રિકરણ શુદ્ધિથી ક્ષમાપના ઇચ્છું છું. ક્ષમા આપવા દયા કરશો. ૧૧૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ હે દેવના દેવ! આપતો યોગબળના પ્રતાપે આ વિશ્વમાં ત્રિકાળ જયવંત છો અને વિરોષપણે ભક્તોના હૃદયમાં પ્રેમપુરથી વસી ભક્તની અંતરવાડીમાં આ પુષ્પમાળાની દિવ્ય સુગંધીથી જયવંત રહો! જયવંત વર્તા! એ જ વિનયી પ્રણિપાતથી વિનંતિ. સર્વના પ્રાણ પ્રિય પ્રભુ! સર્વેશ્વરા ! સ્વીકૃત કરી આ દાસબાળને હર્ષિત કરશો. 3% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૨૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ પs ગુલાબવાડી (રાગ પ્રભુ તારા દરબારે) ગુલાબવાડી ચૌટા વચ્ચે રોપી રે, પુષ્પમાળા ગુલાબની છે વાડી રે, વવાણિયામાં મુમુક્ષુ માટે રોપી રે, એ વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજહૃદયના જ્ઞાનની રળિયામણી, કલ્પવૃક્ષના પુષ્પોની મનોહારિણી; રાજ તારી વાડી ખીલેલી છે વાડી રે, એ વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. પુષ્પ પુષ્પ સુગંધને મહેકાવતી, શબ્દ શબ્દ નવા ભાવો જગાવતી; એ વાડીમાં અમૃત રસ પીજીએ, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. ૧૦૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રેમભક્તિના સૂતર માંહી પરોવીએ, એ માળાના મણકે દિલડું સાંધીએ; એ વાડીમાં હિ૨-પદ ભાળીએ, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. મેરુ આપણો રાજ નામને જોડીએ, હરિના ચરણે સ્વરૂપમાં ભળીએ; એ વાડીમાં આનંદ રસ માણીએ, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. એ વાડીમાં હરતા ફરતાં રમીએ, મંગળ માળા એ જે આપણે વરીએ; ચરણોમાં વંદન વારંવાર થાય છે, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. અક્ષરે અક્ષર કરુણા વરસે, રાજ સ્વરૂપનો ગુપ્ત ચમત્કાર ભાસે; એ વાડી તો મારાં મનને ગમતી, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. ૧૨૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ જગદ્ગુરુની ઝાંખી એ કરાવતી, શ્રી હરિજનના હૈયા પર એ શોભતી; ભક્તવત્સલતાથી રંગ મહીં ડોલતી, એ વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. સાક્ષાત્ સરસ્વતી તેને જ જાણો, મોક્ષ ચારિણી તેને જ પ્રમાણો; મોહ હારિણી તેને ઉર આણો, એ વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. સરખી સાહેલી મળી રાજ ગુણ ગાઈએ, જન્મોત્સવનાં વધામણાં કરીએ; રાજ તારા જન્મથી અમને લીલા લહેર છે, રાજ તારા દર્શનથી અમને લીલા લહેર છે, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે ૧૨૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ હેલો હે... વવાણિયામાં જન્મ્યા, એ દેવામાના જાયા, રાજ ભુવનના રાજવી ને, લાગી એની માયા, મારો હેલો સાંભળો. હે... ત્રણ વરના બાળ ઝૂલે, આંખલડીમાં તેજ અમર ભયેંગે નહીં મરેંગે, પારણીયામાં ગાય, મારો હેલો સાંભળો. હે... સાત વરસની નાની વયમાં વીરનાં દર્શન પામ્યાં, જાતિસ્મરણેઅનેકભવભાળ્યા, અદ્ભુત વૈરાગ્યધારા, મારો હેલો સાંભળો. હે... રમતગમતમાં વિજય મેળવતા રાજેશ્વર કહેવાય, દશા બધી વિદેહી જોતાં દેવાંશી શોભાય, મારો હેલો સાંભળો હે... આઠ વરસે કવિતા રચી છે, સ્મરણશક્તિ વિશાળ, અક્ષરની સુંદર છટાથી, કચ્છ દરબારે બોલાય, મારો હેલો સાંભળો, ૧૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ હે પાઠ માત્ર શિક્ષક વંચાવે, ભાવાર્થ તેનો કહી શકતા, માનવ માત્ર પર પ્રેમ વહાવે, ભાતૃભાવની એકતા, મારો હેલો સાંભળો. હે નિશાળમાં વિદ્યાર્થીઓને આપે વિદ્યાદાન, વહાલપાણાથી ભણાવે સહુને જલદી શીખી જાય, મારો હેલો સાંભળો. હે... પિતાજીની દુકાને બેસી રચી રામાયણ મનોહાર, ઓછું-અધિકું તોળી દીધું નહીં, નીતિ-નેકી જળવાય, મારો હેલો સાંભળો. હે.... છત્રપ્રબંધની પ્રેમપ્રાર્થના અરિહંત પ્રભુ કને ઉચ્ચરાય, વંદન તેહને હજો માહરા દિવ્ય દૃષ્ટિ દાતાર, મારો હેલો સાંભળો. હે... સ્ત્રીનીતિબોધક શિક્ષા આપી, નારી સુલક્ષણી થાવા, વિશ્વપિતાનું બિરુદ વિચારી, હૈયાના અમૃત પાયાં, મારો હેલો સાંભળો. ૧૨૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ હે... મોરબી વસંત બાગમાં જઇને, આઠ, બાર, અવધાન સાધ્યા, છલંગ મા૨ી જોતાંવેંત તો વિજયના ડંકા વાગ્યા, મારો હેલો સાંભળો. હે... શતાવધાની મુંબઇ નગરી અચરજ મોટું થાય, ‘હિન્દના હીરા’ ‘સાક્ષાત્ સરસ્વતી’ પત્રકારો ગુણ ગાય, મારો હેલો સાંભળો. હે... મોક્ષમાળા બિંદુમાં સિંધુ, અંતર્ગત છલકાય, ભાવનાબોધનું ભેટલું અર્યું, હૃદયકમળ વિકસાય, મારો હેલો સાંભળો. હે... વડવાની વાવડીમાં મીઠાં ભરિયાં નીર, આંબા વનની કુંજ ગલિન મેં શ્રી રાજચંદ્ર ધી૨, મારો હેલો સાંભળો. હે... વાણી એની મીઠી ને બાજે બંસી સૂર, મહિયારી ત્યાં સુણવા ઊભી, દિલ ડોલે એકતાર,મારો હેલો સાંભળો. ૧૨૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ હે ડમણિયામાં લઇને ચાલ્યા, સાથ અંબાલાલ સૌભાગ, ઝવેર શેઠ ઘેર આવી ઊભા, અમે તમારા મહેમાન, મારો હેલો સાંભળો. હે... ઊંચો ઊંચો વડલો ને, છાયા એની મોટી. તલાવડીને કાંઠે બેઠા રાજચંદ્ર યોગી, મારો હેલો સાંભળો. હે... મહુડાનું ઝાડ, એની પાસે કૂવા થાળ, અડધી રાતે ધ્યાન ધરતા મોહન ગુણમણિ માળ, મારો હેલો સાંભળો. હે... આત્માની સિદ્ધિ દેનારી, આત્મ સિદ્ધિ વખણાય, કૃપાળુ દેવે કૃપા વરસાવી, આનંદ મંગળ વરતાય, મારો હેલો સાંભળો. હે... અંબાલાલની વિનતી સુણીને, આવ્યા સ્થંભનપુર, મર્મ દઇ પોતાનો કરી સ્થાપ્યો, રાખ્યો ચરણ હજૂર, મારો હેલો સાંભળો. ૧૨૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ હે... છોટાભાઈને આંગણે પધાર્યા, હે પૂરવભવની પ્રીત, નાના બાપુએ મોક્ષ જ માંગ્યો પાળી લોકોત્તર રીત, મારો હેલો સાંભળો. હે... રાજનગરમાં રાજના રસિયા,શુકરાજ આવી મળિયા, મોક્ષ માર્ગનું વરેડું આપ્યું, ભવના ફેરા ટળિયા, મારો હેલો સાંભળો. ભીમનાથને આરે બેસી, બીજા રોપણ પામ્યા, મારો હેલો સાંભળો. હે... મોહમયીમાં મોહને મારી, આવ્યા ઈડર ધામ, શ્રી સોભાગને અમરપદ આપ્યું, ધન્ય ધન્ય ભગવાન,મારો હેલો સાંભળો. શ્રી સોભાગને અમરપદ આપ્યું, કરું કોટિ પ્રણામ, મારો હેલો સાંભળો. ૧૨૮ : Page #130 -------------------------------------------------------------------------- ________________ મૂળ મહાન વયાણીબા જ્યાં પુણ્યશ્લોક શાન અવતાર (જયંછનો સં-ear ના બતિ થઇ પૂણીબાને વિવારે કામ થયો હતો તે ઘર મૂળ મકાત વવાણીઆ જ્યાં પુણ્યશ્લોક જ્ઞાન અવતાર શ્રી મદ્ રાજચંદ્રજીનો સં-૧૯૨૪ તા કાતિર્ક શુદ પૂણીમાતે રવિવારે જન્મ થયો હતો તે ઘર.