________________
આચારવિચારમાં શૂન્યતા જેવું થયું છે. “આ કળિયુગે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મોહવશ કર્યા.” “મનુષ્યના મન પણ દુષમ જ જોવામાં આવે છે.” “એવા સમયમાં કોનો સંગ કરવો ને કોની સાથે કેટલું કામ પાડવું, તે બહુ વિચારજે.” નહીં તો એ બધાં માઠાં દેશ, કાળ ને સંગ તને હાનિકર્તા થશે.
સગાં-વ્હાલાં-પાડોશી વગેરે કેટલાક મનુષ્યો ઈર્ષા, કજિયો કરાવનારા, ખોટી સલાહ આપનારા, ખોટે રસ્તે દોરી જનારા, વિશ્વાસથી વર્તી છેતરનારા અને પરસ્પરમાં ભેદ પડાવનારા સ્વભાવવાળા હોય છે, માટે વિચાર કરજે.
૮૯
આજે કેટલા સત્પરષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદરવરૂપ શું થયું?
એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. સપુરુષોનો સમાગમ ચિંતવજો કે હે પ્રભુ! મને હંમેશા સજ્જનનો સંગ આપો, મારે સત્સંગમાં જ દુઃખ વેઠીને પણ રહેવું છે, તેમાં જ મારું હિત છે અને પ્રભુકૃપાથી સત્પરુષનો જોગ મળ્યો તો તેમના પવિત્ર લાભ ચૂકશો નહીં. “કારણ, સંસાર વિષવૃક્ષ છે. તેનાં બે ફળ અમૃતસમાં છેઃ (૧) કવ્યામૃતનો રસાસ્વાદ,