________________
(૨) સજ્જન સાથે વાર્તાલાપ,” “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે.” “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે.” “સત્સંગ, દર્શન માત્રથી નિર્દોષ બનાવનાર છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે.” “વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું?” “ધર્મ, શીલ અને નીતિથી તેમ જ શાસ્ત્રાવધાનથી જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે.” (શિ. પાઠ.૬૫) “આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું નિરુપમ સુખ છે ! તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી.” એવું ચિંતવન કરજે. “સર્વ કર્મદળ ક્ષય કરી, અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને દર્શનથી, સ્વરૂપમય થયાં” એવા ભગવાનનાં ગુણનું ચિંતવન કરવું એ વાસ્તવિક આનંદસ્વરૂપ છે. તેમ એ ગુણ ચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે.”
૯૪