________________
GO
આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં
તત્પર હો તો નાહિંમત થઇશ નહીં. “આજે ગમે તે ભયંકર પણ ઉત્તમ કૃત્ય શું? એમ સમજાય છે કે કોઈ સતી સ્ત્રીને જોગી-વિદ્યાઘરના પંજામાંથી છોડાવવાની હોય, કોઈ સંત-સાધુને દેવ, મનુષ્ય કે તિર્યંચના પરિષહ ઉપદ્રવમાંથી છોડાવવાના હોય, તેમાં તારા પ્રાણનું જોખમ હોય તો પણ સાહસ ખેડીને, હિંમત રાખીને તે કાર્ય કરજે.”
(દાખલો અપરાજિતકુમાર)
શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામચ પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. “પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી
cu