________________
યોગ્ય છે.” “મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે, અને તેવું જ છે.” (વ.૩૮૦)
પરમાત્માની કૃપાથી તને માનવનો જન્મ મળ્યો છે. માટે તે કરુણાના કરનારને ભૂલીશ મા. એ પ્રત્યક્ષ દેહધારી પરમેશ્વર શુદ્ધ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એના સત્યસુખનું દર્શન કરી તેના પ્રત્યે પ્રેમ ઊભરાય તે ભક્તિ. સર્વ જીવને સુખી કરવા માટે તે પરમાત્માની અનંત કરુણા વરસી રહી છે, તેને ઓળખી તું તેની ભજના, સ્મરણ, ચિંતન, ધ્યાનમાં રહેજે. દાન, શીલ, તપ, જપ વગેરે બધાં સત્કૃત્યો જો પરમાત્મા પ્રત્યે અંતરંગ બહુમાન, શુદ્ધભક્તિ, આજ્ઞાભક્તિ – તેની આજ્ઞાના આરાધનસહિત છે તો જીવંત છે; નહીં તો એ બધાં અલ્પફળવાળા છે. એનાથી મુક્તિનો આનંદ નહીં મળે. પૂ.યશોવિજયજી મ. જણાવે છે:
જે ઉપાય બહુ વિધિની રચના, - (ભગવાનના ધ્યાન વિના)- “યોગમાયા તે જાણો રે.
૯૬