________________
૯૨
તારું, તારા કુટુંબનું મિત્રનું, પુત્રનું પતનીને, માતાપિતાનું ગુરુનું, વિદ્વાનનું, સપુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો
આજના દિવસની તે સુગંધી છે. આખેઆખા દિવસપર્યત સત્કૃત્યથી તારું હિત કર્યું, તારો આત્મા સુખશાંતિમાં રહ્યો તો તે આજની સુગંધી છે. તારા જીવને કષાયો ઉપશમાવીને તેને શાંતિ આપજે. વિદેહી હૃદયને કરતો જઉં. “હૃદયને ભ્રમરરૂપ રાખું.” “હૃદયને સમુદ્રરૂપ રાખુ.” “સઘળા કરતાં ધર્મવર્ગ પ્રિય માનીશ”. “સત્યવાદીને સહાયભૂત થઈશ.” “ધર્મકર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ.” “કુસંગ ત્યાગું છું.” “પાપમુક્ત મનોરથ મૃત કરું છું.” “પ્રત્યેકને વાત્સલ્ય ઉપદેશું.” “કંદમૂળનું ભક્ષણ ન કરું.” “તેં ત્યાગ ઠરાવેલી વસ્તુ (વાસી અન્ન, દળદળ, બોળો વગેરે) ઉપયોગમાં લઉં નહીં.” “પાપથી જય કરી આનંદ માનું નહીં.” એ જ રીતે પ્રથમ તારાં માતાપિતાનો વિનય, સન્માન સાચવી તેની તન, મન, ધનથી સેવા કરી શાંતિ, પ્રસન્નતા આપી તેમના આશીર્વાદ મેળવજે- એ આજના