________________
દિવસની સુગંધી છે. “જેમ બને તેમ ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજો. એમ કરવું મારા પર કૃપાભરેલું ઠરશે.” અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે.
“પુત્રનું હિત શું?”
“પુત્રને તારે રસ્તે ચડાવું.” “ખોટા લાડ લડાવું નહીં”. “તેઓને ધર્મપાઠ શિખડાવું”. મિત્ર – “ધર્મ મિત્રમાં માયા રમું નહીં. ગુરુનું– ગુરુના ઉપદેશને તોડું નહીં.” “ગુરુનો અવિનય કરું નહી.” “ગુરુને આસને બેસું નહી.” “કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં.” “તેથી શુક્લહૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું.” “તન, મન, ધન, વચન અને આત્મા સમર્પણ કરું છું.”વિદ્વાનનું– “વિદ્વાનોને સન્માન દઉં. વિદ્વાનથી માયા કરું નહીં.” “આશુપ્રજ્ઞનો વિનય જાળવું.” સપુરુષનું – “નિરાગીના વચનોને પૂજયભાવે માન આપું,” “સપુરુષોની ચરણરજ સેવું.”