________________
જેને ઘેર આ દિવસ કલેશ વગરનો, રવચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે.
કુટુંબ ક્લેશ કરું નહીં.” “સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરજે.”સ્વચ્છતાથી - “ગારો કરું નહીં.” (આંગણા પાસે) “ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં”. અણગણ પાણી પીવું નહીં.
શૌચતા શું?– “ગુપ્તવાત પ્રસિદ્ધ કરું નહીં.” “પ્રસિદ્ધ કરવા યોગ્ય ગુપ્ત રાખું નહીં.” “અયોગ્ય કરાર કરાવું નહીં.” “વધારે વ્યાજ લઉં નહીં.” “હિસાબમાં ભુલાવું નહીં.” “સંતોષની પ્રયાચના કરું” “દ્રવ્યનો ખોટો ઉપયોગ કરું નહીં.” “ખોટી સલાહ આપું નહીં.”
જેના ઘરમાં સ્નેહ-સંપ-સભ્યતા કુટુંબની દરેક વ્યક્તિ સમજીને રાખે તો તેનો દિવસ સુખપૂર્વક પસાર થાય. સંપ ન હોય તો કંઈ ધનાદિથી જીવને સુખ મળતું નથી. “સર્વમાં ભ્રાતૃભાવ હોય, તો જ સુખ.” આ ભણતર જે ભણ્યો હોય તે જ સુખી થાય અને ત્યાં ભગવાન પણ વસે. એ રીતે કુટુંબને સ્વર્ગ બનાવજે.
G