________________
“પ્રત્યેક ગૃહે શાંતિવિરામ રાખવાં.”
સંપની વૃદ્ધિ કરવા માટે મન મોટું રાખજે. “પ્રત્યેકના ગુણતત્ત્વને જ ગ્રહણ કરજે.” ‘સઘળા સાથે નમ્ર ભાવથી વસવું ને સઘળા સમાન જ માનજે.’’ વાણીમાં મીઠાશ, કોઇને કડવું વેણ ન કહેવું, ટૂંકું લક્ષ ન રાખીશ. સંકુચિત વિચારો કે પક્ષથી કોઇ સાથે મનભેદ કરીશ નહીં. “શમ, દમ અને ક્ષમાનો તું અભ્યાસ રાખજે.’’ તારા આચરણથી સ્ત્રી, પુત્રાદિને વિનયી અને ધમી બનાવજે. “બીજાં તારું કેમ માનતાં નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઉગાડીશ.” “સર્વને યથાતથ્ય માન આપવું.”
જ
કુશળ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે.
૧૦૦