________________
૮૮
દેશ, કાળ, મિત્ર એ સઘળાંનો વિચાર સર્વ મનુષ્ય
આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે.
દેશ-કાળને જ્ઞાનીએ કઠણ કહ્યા છે, માટે આવા કાળમાં સદ્ગુરુને સદ્ધર્મની દુર્લભતા છે. ઠામઠામ સત્પષ નથી હોતાં, વિરલા જ સત્પષ વિચરે છે. માટે કયાંય શોધવા ન જઇશ કે કોઈમાં માન્યતા કરતાં જરા ધીરજ ધરી ઊભો રહેજે. ઉતાવળો થઈને કોઈ અન્યથા સ્થાને જોડાઈ જશે તો આ અમૂલ્ય અવસર નિષ્ફળ જશે. સાચાને નામે જગતમાં નકલી ઘણું છે. માટે સાવચેતી રાખજે કારણ, “સાવચેતી શૂરાનું ભૂષણ છે.”
મિત્ર કેવો છે? ખરા કામ વખતે પડખે ઊભો રહે એવો છે? કે કષ્ટના સમયમાં જુહાર કરીને વેગળો ચાલ્યો જાય એવો છે? તેની સાથેની લેવડદેવડમાં મારી શક્તિ કેટલી છે તે વિચારજે. પૈસાની મદદ આપે તો પાછા મેળવવાની આશા વગર વ્યવહાર કરજે. પરિણામે અંતર્શાન્તિનો ભંગ થાય એવું કરીશ નહીં.
દેશ: હિન્દુસ્તાન આર્યદેશ છે પણ પ્રયોગે અનાર્યપણાને યોગ્ય આર્યદેશ બની ગયો છે. રાજસી ને તામસી વૃત્તિનું અનુકરણ લોકોને ગમે છે. તેમાં આર્ય
૨