________________
ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને
વિધાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. પ.કૃ.દેવે આત્મજાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું: “બીજા મુનિઓનો પ્રમાદ છોડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામા કાળ વ્યતીત કરાવવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો. ચા તથા છીંકણી વિના કારણે હંમેશા લાવવી નહીં. તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો.”
મુનિ મોહનલાલજીએ કહ્યું:- મહારાજશ્રી તથા શ્રી દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાનો જોગ ક્યાંથી બને?” .દેવે તેના ઉત્તરમાં કહ્યું, “યોગ બની આબેથી અભ્યાસ કરવો, અને તે થઈ શકે છે; કેમકે વિક્ટોરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે છતાં બીજા દેશની ભાષાનો અભ્યાસ કરે છે.”
જ્ઞાન લહો શાણી થઈ, કરો સફળ અવતાર, ધિક્કારી અજ્ઞાનને, રાખો જ્ઞાનથી પ્યાર.
૫૪