________________
૯૭
ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરૂપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી
તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. . પેટ પૂરતું અન્ન ને શરીર ઢાંકવા વસ્ત્ર તથા રહેવા ઘર–આટલું મળતું હોય તો એમાં તૃપ્ત રહેજે. એમાં નિરૂપાધિ સંતોષનું સુખ રહ્યું છે. તો પછી તૃષ્ણાના તરંગમાં ઘસડાઈ ઉપાધિમય અધિકાર માટે ઇચ્છા ન કરીશ. અધિકાર વધતાં તેને પૂછી જો કે શું વધ્યું? લક્ષ્મી વધતાં અંધાપો અને બહેરાપણું આપે છે. જેથી મહાપુરુષો લક્ષ્મીની દરકાર કરતાં નથી. અધિકારથી તો અમલમદ વધે છે. તો પછી તેની શું આવશ્યકતા છે? રાજ-સુખમાં મનની ઈચ્છા અને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી. ઊલટું ઈચ્છાથી કર્મ તો બંધાવાના. કેમકે “ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત્ છે.”
૧૦૩