________________
૯૮
કોઇએ તને કડવું કંથન કર્યું હોય તે વખતમાં
સહનશીલતા-નિરૂપયોગી પણ. તારી ભૂલ વગર કોઇએ તને કડવું વેણ કહ્યું, ઠપકો આપ્યો તો મારા પૂર્વકર્મનો દોષ એમ સમજી સહનશીલ થજે. “આ સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે” એમ જ્ઞાનીએ કહ્યું છે. માટે મારે ખોટું લગાડવું નથી. જો તું તેના પર ક્રોધ કરી સામું બોલીશ, ચાર વેણ તેને કડવા કહીશ તો તું જ ભૂંડો કહેવાઈશ. માટે ભલે મને કહ્યું, મને કંઈ દુઃખ લાગ્યું નથી. તે કહેશે તો બિચારાને કર્મ બંધાશે. ને મારા કર્મ ખપશે. સમતામાં સુખ છે એમ જાણી કડવું વચન ગળી જજે. સામસામું બોલીને ક્લેશને વધારીશ નહીં. “ક્લેશને ઉત્તેજન આપીશ નહીં.” શાંતિરૂપ જળ છાંટીને સામાના કષાય ક્લેશને ઠારજે. ક્રોધ-અગ્નિ ઉત્પન્ન થાય તો તે બંનેને અંતર તાપથી બાળનાર થાય. ક્રોધ એવો ભૂંડો છે, ચંડાળ છે. તેને તો ઠારવો જ જોઇએ. એટલા માટે “ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં.” એ સોનેરી સૂત્ર સ્મૃતિમાં રાખી લેજે એ મારી ભલામણ છે.
૧૦૪