________________
એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે
તે ઘર આપણી કટાક્ષષ્ટિની રેખા છે. જે કુટુંબમાં ક્લેશ, કુસંપ, અસંતોષ, માયા, કપટ, ઈર્ષા, જુદાઇ, સ્વાર્થદષ્ટિનું વર્તન જોઈ, તે પ્રતિ સજનોને સહેજે કરુણાને લઈને કટાક્ષદષ્ટિની રેખા – આછી રેખા ઉરમાં ઊપસી આવે છે કે અરેરે! વિવેકદષ્ટિ મનુષ્ય થઈને તું પશુવત ઈર્ષા અને ઝઘડવાનું કરે છે! આપસમાં વિવાદ ઊભો કરીને ચોર્યાસીનું વ્યાજ વધારે છે ! એવા ઠેષભાવ અને આર્તધ્યાનથી કઈ ગતિમાં જઇશ તે વિચાર. બંધાવાનું ને છૂટવાનું ખરું કારણ કુટુંબમાં જ છે. લક્ષ્મી ખાતર નિરાશા કે ક્લેશ થાય, “તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે.” પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી. ઊલટો હું તેને દેહ આપી જવાનો છું. વળી તે કંઈ મૂલ્યવાન નથી.
૧૦૨