________________
આપના વચનળે અનેક જીવો નિર્વાણ માર્ગને પામે છે એવી અતિશયવાળી આપની વાણીના મર્મને-ગંભીર આશયને હું પામર દેહાધ્યાસમાં પડેલ અજ્ઞાની હું, શું લેશ પણ પામી શકું? નહીં જ પ્રભુ!
પરંતુ આપને સમ્મત હો તે મને પણ સમ્મત હો! એ મારી અંતર અભિલાષા છે. પુષ્પમાળામાં આપે આપેલી પ્રેરણા-લસ્પાર્થને મારી મતિના વ્યામોહપણાથી હું ન સમજી શકું હૃદયમાં ધારણ ન કરી શકું એટલા માટે આપ કૃપાળુ આપનો પ્રભાવ દાખવીને મારો ગતિનો વ્યામોહ–વિભ્રમ હણવા અનુગ્રહ કરશો અને એવી દયા ઉરમાં આણશો કે મારું મન તન્મયપણે તમને જ ઝંખે. મારી વિંચનાબુદ્ધિ – વંચફ યોગ લુપ્ત થઈ આપનું જ મહાભ્ય મારા અંતરપટમાં પ્રસરી રહો – એવી ચિત્તની ભૂમિ શુદ્ધ નિર્મળ થવા આપની દયાની જ રાહ જોઉં છું. કૃપા કરો.
આ પુષ્પમાળાના લક્ષ્યાર્થ વિષે મારી આપના ચરણમાં દઢ આશ્રયભક્તિની ખામીને લીધે જે કંઈ આશય–આજ્ઞા વિરુદ્ધ વિચાર્યું હોય, સમ્યફપ્રકારે અવધાર્યું ન હોય, મારી કલ્પના કે અભિપ્રાય આગળ કરી મેં કંઈ પણ આપનો અવિનય કે આશાતના મનવચન-કાયાથી કર્યો હોય એ મારા અપરાધની ત્રિકરણ શુદ્ધિથી ક્ષમાપના ઇચ્છું છું. ક્ષમા આપવા દયા કરશો.
૧૧૯