________________
“ધર્મકરણીનો થોડો વખત મળે છે, આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે છે, શાસ્ત્રપઠન અને અન્ય વાંચનનો થોડો વખત મળે છે, થોડો વખત લેખનક્રિયા રોકે છે, થોડો વખત આહાર-વિહાર-ક્રિયા રોકે છે, થોડો વખત શૌચક્રિયા રોકે છે, થોડો વખત મનોરાજ રોકે છે, છતાં છ કલાક વધી પડે છે.” (વ.૩૫)
ધર્મ અને ભક્તિને કર્તવ્યમાં પ્રભુએ મૂક્યાં કેમ કે ગમે તેમ દુઃખ વેઠીને પણ તે કરવું જ જોઈએ, કારણ કે આપણું જીવન છે. માટે કર્યા વિના ન ચાલે તે કર્તવ્ય.
જો ખાવાનો, પીવાનો, ઊંઘવા ઈત્યાદિનો વખત મળ્યો તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યક્તા, ને જે મનુષ્ય જન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં.” (પાનું-૭૮૪)
આહાર, વિદ્યા અને સંસાર” એ ત્રણને પ્રયોજનમાં મૂક્યાં, કારણ કે તે આ ભવ પૂરતાં કામો છે. પરભવમાં તે કંઈ કામનાં નથી.
નિદ્રા-કર્તવ્ય કે પ્રયોજન – એકેયમાં ન મૂકી – કેમ? તે જરૂરની નથી. માત્ર શરીરનો થાક ઉતારવા નિદ્રા લેવી. પ્રયોજન એટલે જરૂર કે છૂટ અર્થ કરીએ તો જ્ઞાની નિદ્રા લેવાની છૂટ કેમ આપે? કેમ કે તેને તો જીવની વેરણ જાણે છે. આત્માના ભાવ-પ્રાણનો નાશ કરી અચેતનતુલ્ય બનાવનારી છે. માટે જ્ઞાનીને માન્ય નથી.
-
૧૭.