________________
હવે ત્યાગીને પ્રથમ સ્મૃતિ આપે છે:
- ૮ જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું
રવરૂપ વિચારીને સંસારભણી દૃષ્ટિ કરજે. ત્યાગીને નિજ ધર્મમાં સચેત કરવા દસ વર્ષના ભગવાનના મુખથી અમૃત પ્રવહે છે. કેવો અદ્ભુત વૈરાગ્યસભર બોધ છે! નિર્વિકારી પુરુષનો બોધ છે! જો જીવ એક જ વૃત્તિથી આ વચનનું આરાધન કરે – અમૃતપાન કરે તો કદી મોહમાં ન લપટાય, પતિતભાવને ન પામે.
આજના દિવસના કર્તવ્યની આઠમા પુષ્પથી સ્મૃતિ આપવા શરૂઆત કરે છે. તેમાં પ્રથમ ત્યાગીઓને નિજ ધર્મની સ્મૃતિ આપવી યોગ્ય ગણે છે. આ કાળમાં આવશ્યક લાગે છે. કેમ કે આ એક જ “અનપવાદ વ્રત છે.” (વ.૫૦૩) તેના પાલનમાં શિથિલતા ન ચાલે. અજાગૃત રહેવાય તો દયા, વૈરાગ્ય, સત્ય, અપરિગ્રહ વગેરે મહાવ્રત અવરાઈ જાય કે દોષ લાગે. (હા.નોં.૧/૧૯) “અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે, એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી તે જ પરમાત્મા છે.”