________________
જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય
તો નીચે કહું છું તે વિચારી જજે :(૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી? (૩) તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે?
નવમા વાક્યનાં ચાર પેટા વાક્યોના પ્રશ્નોમાં નાસ્તિકને સચોટ દલીલથી ને ન્યાયની યુક્તિથી અનુભવપ્રમાણ દર્શાવી વિચાર કરતો કરી મૂકે છે. ચોથો પ્રશ્ન “ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે?” તેના જવાબમાં શિક્ષાપાઠ ૩માં દર્શાવે છે: “પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે.” તે દર્શાવે છે કે પુનર્જન્મ છે. ગતિ-આગતિ, પાપ-પુણ્ય છે.
સાતમે વર્ષે જેને બ્રહ્મજ્ઞાન થયું છે. અંતરવૃત્તિનો જેને અનુભવ વર્તે છે તે પુરુષ તો આવતી કાલની વાત જાણી શકે છે. જગતજીવો જે સ્થિતિ સુખ-દુઃખ વગેરેને ભોગવે છે, તેની ઇચ્છા પ્રમાણે કેમ નથી મળતું તે સર્વ તેમના જ્ઞાનમાં
૧૯