________________
અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે.
અઘોર કર્મ એટલે શું? કોઈ સજ્જન નિર્દોષ પુરુષ હોય, પણ રાજના કાયદાથી ચોરીનું આળ ચડયું હોય, તેને ફાંસીની સજા દેવી પડતી હોય તો સજા ન દેતાં રાજ છોડી દેજે અને રાજલોભથી બીજા રાજા પર ચડાઈ કરીને અઘોર કર્મ-લાખો જીવોની હિંસા ન કરતાં તે જતું કરજે. અથવા હિંસાના ધંધાની લોન દેવાની હોય તો પ્રધાન હો તો તે પદ ત્યાગી દેજે પણ અઘોર કર્મ તો કરીશ જ નહીં.