________________
પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.
મિથ્યાત્વ એ મોટું પાપ છે. પ્રવૃત્તિ માત્ર મિથ્યાત્વના ઉદયથી અજ્ઞાની જીવને થાય છે ને તેથી પાપબંધ થાય છે.
(૧) “અયત્નાથી ચાલતાં પ્રાણીભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય.” (વ-૬૦)
(૨) “જોતાં ઝેર છે.” જયાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રિયાપ્રિય ગમો-અણગમો અજ્ઞાનદશામાં થયા કરે છે તેથી આત્માનું ભાવમરણ થાય છે. તે હંમેશવિચારીને વર્તજ. એમાં રાચતો નહીં કેમ કે હવે એવાં ભાવમરણ કરવાં ન પડે.
(૩) “માથે મરણ રહ્યું છે.” - પણ તને દેખાતું નથી. સંસારની જંજાળમાં ભૂલી જાય છે. પરંતુ મૃત્યુ કંઈ સંદેશો મોકલીને નહીં આવે. હવે મૃત્યુની સાથે મિત્રતા કોઈનેય નથી. મૃત્યુથી ભાગી છૂટવા માટે આકાશમાં કે દરિયામાં સંતાઈ જવાતું હોય એવું પણ નથી. તો ગમે ત્યારે મૃત્યુ આવવાનું નક્કી છે - નિશ્ચિત જ છે એ વાત સમજી, મનમાં ધારી, પ્રમાદ ન કરીશ.
૪૦