________________
ፂሪ
તારા દુઃખ-સુખના બનાવોની નોંધ આજે કોઇને દુઃખ આપવા તત્પર થાય તો સંભારી જા.
કોઇએ તને કડવું (કથન) વચન કહ્યું ત્યારે તને દુઃખ થયું હતું ? કોઇએ તારી સાથે માયા કપટની રમત કરી હોય, કોઇએ તારા પર આળ ચડાવ્યું હોય, કોઇએ તને ખોટું કહી છેતર્યો હોય, તારું ધન-દાગીના વગેરે કોઇ હરી ગયો હોય, તારું માનભંગ થયું હોય, તારી ખોટી ચાડી ખાઇ તને દૂભવ્યો હોય, તારી નિંદા કે અવર્ણવાદ બોલી તને કલેશ ઉપજાવ્યો હોય, તે બનાવોની નોંધ તેં તારા હૃદયમાં રાખી છે, તે યાદ કર. તને જેનાથી દુઃખ થયું, તેવું વર્તન બીજા પ્રત્યે કરીશ નહીં ને વિચારજે કે મારા જેટલું જ દુઃખ તેને થશે. “પરદુઃખ તે પોતાનું દુઃખ સમજવું.”
૨૫