________________
૧૯
રાજા હો કે રંક હો - ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજે કે આ કાયાનાં પુદ્ગલ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે.
તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાલનો, કસાઇનો અને વેશ્યાન એવો કણ તું ખાય છે. તો પછી?