________________
પ્રજાનાં દુખ, અન્યાય, કર એને તપાસી જઇ આજે ઓછાં કર.
તું પણ હે રાજા ! કાળને ઘેર આવેલો પરોણો છે. મનુષ્ય માત્રને સદાચારમાં નિયુક્ત કરવાની આ એક અપૂર્વ ચાવી છે. અદ્ભુત વિચાર ભૂમિકા છે, કે જે કાયાના મોહે તું પાપ કર્મ કરે છે, સદાચાર પાળતો નથી, તે કાયાને સૂવા માટે માત્ર સાડા ત્રણ હાથ ભૂમિ જ મળનાર છે. તે રાજા! તું ગમે તેટલા મોટા દેશનો માલિક હો, ભૂમિનો ધણી હો, પરંતુ છેવટે તો તે સાડા ત્રણ હાથ ભૂમિનો જ માલિક રહીશ. વળી હે રાજા ! તું કાળના ઘરનો મહેમાન છે માટે પ્રમાદ ન કર. પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ ઓછાં કર. “ભય, વાત્સલ્યથી રાજ્ય ચલાવવું.”
*
વકીલ હો તો એથી અડધા વિચારને મનન કરી જે.
રાજાથી અડધા વિચારને મનન કરી જજે એટલે રાજાની જેમ તારે પ્રજાનું પાલન નથી કરવાનું પણ તું પણ રાજાની જેમ એવા પાપનો કણ ખાય છે. કારણ