________________
તારી પાસે અધમમાં અધમ, નિર્વશ, ચંડાળ, વ્યભિચારી, કસાઈ અને વેશ્યાના કેસ-સલાહ લેવા એ બધાં જ આવે છે. તેને સલાહ આપવાની ફી તું લે છે તો પાપનો જ કણ ખાધો. એટલા માટે તેને ખોટી સલાહન આપતો, કોઈનો ખોટો પક્ષ લઈ અન્યાય ન આપતો. દુઃખ ન થાય તેનું ધ્યાન રાખજે. વળી તારે પણ, મરણ આવવાનું છે.
શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે.
રળવાનું કારણ આજે શોધીને કહેજે. પૂર્વના પુણ્યથી તને શ્રીમંતાઈ મળી હોય તો પૈસાનો કેવો ઉપયોગ તું કરે છે? ખોટો ઉપયોગ મોજશોખમાં કરે છે? કે દાનમાં કરે છે? કારણ કે “લક્ષ્મી ચંચળ છે અને લક્ષ્મી સમાન આત્માને ઠગવાવાળું બીજું કોઈ નથી. તો તું હવે જિનેન્દ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કર. પોતાના પુણ્યને અનુકૂળ ન્યાય માર્ગને પ્રાપ્ત થઈ, ધનનો સંતોષી થઈ, તીવ્ર રાગ છોડી, ન્યાયના પ્રામાણિક ભોગમાં અને દુઃખી, બુભુક્ષિત, દીન, અનાથના ઉપકાર નિમિત્તે દાનસન્માનમાં લગાડ તથા ધર્મને વધારવાવાળા ધર્મસ્થાનકોમાં, વિદ્યા આપવામાં વિતરાગ
૨૮